Political Initiatives Footer

INITIATIVE - POLITICALS

  • 13 Oct, 2022

    માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ઝાંઝરકા મુકામે સંત શ્રી સવૈયાનાથજીના સમાધિ મંદિરમાં દર્શન કરી પૂજા-અર્ચના કરી.

    માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ઝાંઝરકા મુકામે સંત શ્રી સવૈયાનાથજીના સમાધિ મંદિરમાં દર્શન કરી પૂજા-અર્ચના કરી.

    More Details
  • 13 Oct, 2022

    ગુજરાત ગૌરવ યાત્રાના ‘ઝાંઝરકાથી સોમનાથ’ના રુટનું પ્રસ્થાન

    ઝાંઝરકા ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે જંગી જાહેરસભાને સંબોધી તેમજ ગુજરાત ગૌરવ યાત્રાના ‘ઝાંઝરકાથી સોમનાથ’ના રુટનું પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો.
    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, શ્રી અર્જુનરામ મેઘવાલ, કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી મહંત શ્રી શંભુનાથજી ટુંડીયા, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રજનીભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસાઈ સહિત પદાધિકારીશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 13 Oct, 2022

    ઉનાઈથી અંબાજી સુધી ‘ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા’

    માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ઉનાઈથી અંબાજી સુધી ‘ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા’ તેમજ ઉનાઈ માતાથી ફાગવેલ સુધી ‘ગુજરાત ગૌરવ યાત્રા’નું પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
    માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન મુંડા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન જરદોશ, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી નરેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, શ્રી મુકેશભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 12 Oct, 2022

    રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી જે.પી.નડ્ડાજીએ બહુચરા માતાનાં ધામથી બહુચરાજી માતાના મઢ સુધીની ગુજરાત ગૌરવ યાત્રાને પ્રસ્થાન

    ભાજપાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી જે.પી.નડ્ડાજીએ બહુચરા માતાનાં ધામથી બહુચરાજી માતાના મઢ સુધીની ગુજરાત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું, આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું.
    આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાજી, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, પદાધિકારીશ્રીઓ સહિત કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 12 Oct, 2022

    શ્રી કૃષ્ણની પાવન ભૂમિ દ્વારકાથી પોરબંદર સુધીની ગુજરાત ગૌરવ યાત્રાને માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ પ્રસ્થાન

    ભગવાન શ્રી કૃષ્ણની પાવન ભૂમિ દ્વારકાથી પોરબંદર સુધીની ગુજરાત ગૌરવ યાત્રાને માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ પ્રસ્થાન કરાવ્યું. આ અવસરે ઉપસ્થિત રહેવાનું ગૌરવ મળ્યું.
    આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજી, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પદાધિકારીશ્રીઓ, મંત્રીશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અને સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 12 Oct, 2022

    શ્રી દ્વારકાધીશના પાવન સાનિધ્યમાં ‘દ્વારકાથી પોરબંદર’ સુધીની ગુજરાત ગૌરવ યાત્રાના શુભારંભ પ્રસંગે

    ભગવાન શ્રી દ્વારકાધીશના પાવન સાનિધ્યમાં ‘દ્વારકાથી પોરબંદર’ સુધીની ગુજરાત ગૌરવ યાત્રાના શુભારંભ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ જાહેરસભા સંબોધી ગુજરાતની ગૌરવગાથા વિશે વાત કરી, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો.
    આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજી, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પદાધિકારીશ્રીઓ, મંત્રીશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અને સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 12 Oct, 2022

    ઊર્જા સાથે 36મી નેશનલ ગેમ્સનો ભવ્યાતિભવ્ય સમાપન સમારોહ સંપન્ન

    સુરતનાં ઇન્ડોર સ્ટેડિયમમાં ભારતનાં માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડજી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજી, કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે અનેકગણાં તરવરાટ અને ઊર્જા સાથે 36મી નેશનલ ગેમ્સનો ભવ્યાતિભવ્ય સમાપન સમારોહ સંપન્ન થયો.
    આજનાં યુવાનો રમત-ગમત ક્ષેત્રે પણ પોતાની આગવી પ્રતિભાનું સર્જન કરી રહ્યા છે એનો આનંદ છે, માનીનય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ખેલાડીઓને હંમેશા પ્રોત્સાહન આપતા રહ્યા છે. આ વર્ષે 36મી નેશનલ ગેમ્સ ગુજરાતમાં યોજાઇ અને ગુજરાતનાં યુવાવર્ગને પ્રોત્સાહન મળ્યું એ બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરું છું.

    નેશનલ ગેમ્સમાં ભાગ લેનાર અને વિજેતા થનાર સર્વ ખેલાડીઓને

    અભિનંદન

    અને આશીર્વાદ પાઠવું છું. મને વિશ્વાસ છે કે આ સર્વ ખેલાડીઓ ઇન્ટરનેશનલ લેવલ પર આપણાં દેશનું નામ રોશન કરશે જ !

    More Details
  • 11 Oct, 2022

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જામનગર ખાતે વિકાસલક્ષી પ્રકલ્પોનો શિલાન્યાસ અને લોકાર્પણ

    ડબલ એન્જિનની સરકાર
    વિકાસનાં સપના થયા સાકાર
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જામનગર ખાતે વિકાસલક્ષી પ્રકલ્પોનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા. આ અવસરે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું.
    આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 11 Oct, 2022

    માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ભારતીય જનતા પાર્ટી-ગુજરાતના પ્રચાર વાહન ‘LED રથ’નું પ્રસ્થાન

    ભાજપ સરકાર
    ભરોસાની સરકાર…
    માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ભારતીય જનતા પાર્ટી-ગુજરાતના પ્રચાર વાહન ‘LED રથ’નું પ્રસ્થાન કરાવ્યું.
    આ રથની મદદથી ગુજરાતનાં જન-જન સુધી કેન્દ્ર સરકાર અને રાજ્યસરકાર દ્વારા હાથ ધરાયેલા કાર્યો અને યોજનાઓની માહિતી પહોંચાડશે.
    આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 09 Oct, 2022

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશનાં સર્વ પ્રથમ સૌર ગ્રામ મોઢેરા ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનો શિલાન્યાસ અને લોકાર્પણ

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશનાં સર્વ પ્રથમ સૌર ગ્રામ મોઢેરા ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યો. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું ગૌરવ મળ્યું.
    આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, આગેવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિતિ રહ્યાં.

    More Details
  • 07 Oct, 2022

    શેખપુર પરિવારનાં સભ્યશ્રીઓ દ્વારા યોજાયેલા સ્નેહ સમારંભમાં ઉપસ્થિત રહેવાનો અવસર

    લોકોનો અસીમ સ્નેહ મને હંમેશા નવી ઉર્જા પ્રદાન કરતો રહે છે, ગતરોજ વેલંજા, ઉમરા, શેખપુર પરિવારનાં સભ્યશ્રીઓ દ્વારા યોજાયેલા સ્નેહ સમારંભમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. આ પરિવારનો સહ્રદય આભાર વ્યક્ત કરું છું. સંતશ્રીઓનાં આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય પણ સાંપડ્યું.
    ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સર્વનો આભાર🙏

    More Details
  • 06 Oct, 2022

    સુરત મહાનગર પાલિકા દ્વારા અડાજણ ખાતે આકાર પામેલા સ્પોર્ટસ કોમ્પલેક્સનો પીપીપી ધોરણે શુભારંભ

    સુરત મહાનગર પાલિકા દ્વારા અડાજણ ખાતે આકાર પામેલા સ્પોર્ટસ કોમ્પલેક્સનો પીપીપી ધોરણે શુભારંભ કર્યો. આ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 50 શાળાઓ, સુમન સ્કૂલની 23 શાળાઓ ખાતે 169 ઇન્ટરેક્ટિવ સ્માર્ટ બોર્ડ દ્વારા આધુનિક શિક્ષણનાં શુભારંભ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી.
    રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વિનુભાઇ મોરડીયા, ધારાસભ્યશ્રીઓ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, પદાધિકારીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
1 57 58 59 60 61 68