ઓર્ગન ડોનેશન થકી એક દિપમાંથી બીજો દિપ પ્રજ્વલિત થતો હોય છે. ઓર્ગન ડોનેશનમાં સુરત શહેર સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે. દિવાળીનાં પાવન અવસરે સુરત સિવિલ હોસ્પિટલનાં સફાઇ કામદાર ભાઇ-બહેનો જેમણે ઓર્ગન ડોનેશન ક્ષેત્રે પણ નોંધનીય કામગીરી કરી છે, એમને દિવાળીનાં પર્વની શુભેચ્છાઓ પાઠવી. એમની ફરજનિષ્ઠાને બિરદાવ્યા.
સુરત ડાયમંડ બુર્સનાં ચેરમેન શ્રી વલ્લભભાઇ લખાણીનાં નિવાસસ્થાને દિવાળીનાં શુભ પર્વ નિમિત્તે પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લીધી. નાગજીભાઇ સાકરિયા, ભરતભાઇ કથિરીયા, વિરજીભાઇ પાલડીયા, વિઠ્ઠલભાઇ વિઠ્ઠાણી, બાબુભાઇ લખાણી, લવજીભાઇ ગુજરાતી, શૈલેષભાઇ બગદાણાવાલા અને સંજયભાઇ લખાણી પણ ઉપસ્થિત હતા. સૌની સાથે હળવાશભર્યો સમય પસાર કર્યો.
આજે દુર્ગાષ્ટમીનાં પાવન અવસરે “ગ્રેવિટી ઇ મોબેલિટી” શોરૂમની શુભેચ્છા મુલાકાત લીધી. ઇલેક્ટ્રોમોબિલિટી પ્રકૃતિનું સંવર્ધન અને ઇઝી મોબિલિટીમાં મદદરૂપ થાય છે, આવનારા સમયમાં ઓટો ઇન્ડસ્ટ્રીમાં એની ડિમાન્ડ અંગે ચર્ચા કરી.
લિંબાયત વિસ્તારમાં વિદ્યાર્થીઓને સર્વાંગી કેળવણી આપતી સરસ્વતી વિદ્યામંદિરનાં નવ-પલ્લિત ભવનનાં પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા.