असम के माननीय मुख्यमंत्री श्री हिमंत बिस्वा सरमा जी ने आज नई दिल्ली स्थित मेरे निवास पर सौजन्य भेंट की ।
આજે ઉધનાનાં ચીકુવાડી ખાતે મારા જન્મદિવસ નિમિત્તે યુથ ફોર ગુજરાત અને ઉધના ભાજપા પરિવાર દ્વારા યોજાયેલી મહા રક્તદાન શિબિર, નિશુલ્ક આંખની તપાસ અને વિના મૂલ્યે મોતિયાનાં ઓપરેશનનાં કેમ્પમાં ઉપસ્થિત રહી અપાર ધન્યતા અનુભવી. જનસેવા એ ભારતીય જનતા પાર્ટીનાં સંસ્કાર રહ્યા છે-મારા જન્મદિવસ નિમિત્તે જનસેવાનાં ભગીરથ કાર્ય બદલ યુથ ફોર ગુજરાત અને ઉધના ભાજપા પરિવારને અભિનંદન પાઠવી, સૌનો આભાર માનું છું.
આજે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા કાર્યાલય ‘શ્રી બનાસ કમલમ્’નું લોકાર્પણ કરવાનો અવસર સાંપડ્યો. માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીનાં “સેવા એ જ સંગઠન”નાં સંસ્કારને સૌ કાર્યકર્તાશ્રીઓ સાકાર કરશે એનો મને વિશ્વાસ છે.