Political Initiatives Footer

INITIATIVE - POLITICALS

  • 15 Nov, 2022

    પાટણ જીલ્લાનાં ચાણસ્મા વિધાનસભાનાં ઉમેદવાર શ્રી દિલીપજી વિરાજી ઠોકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું, એ સમયે ઉપસ્થિત રહી એમને પ્રચંડ બહુમતી સાથે જીતની શુભેચ્છા

    પાટણ જીલ્લાનાં ચાણસ્મા વિધાનસભાનાં ઉમેદવાર શ્રી દિલીપજી વિરાજી ઠોકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું, એ સમયે ઉપસ્થિત રહી એમને પ્રચંડ બહુમતી સાથે જીતની શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે યોજાયેલી વિશાળ જનસભાને સંબોધન કર્યું.
    માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે શરૂ કરેલી વિકાસ-યાત્રાને અવિરત રાખવા ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર રચી ગુજરાતનાં વિકાસને વધુ વેગવંતો બનાવવા કાર્યકર્તાઓ અને પેજસમિતિ પ્રમુખ તેમજ સભ્યોને આહવાન કર્યું.

    More Details
  • 14 Nov, 2022

    બોટાદ ખાતે શ્રી સુરેશભાઇ ગોધાણીનાં નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત

    બોટાદ ખાતે શ્રી સુરેશભાઇ ગોધાણીનાં નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. એમનાં પરિવાજનોને મળીને ખૂબ આનંદ થયો. શ્રી સુરેશભાઇએ “ગુજરાત જીતશે, કમળ ખીલશે”નાં સંકલ્પ સાથે વિધાનસભા ઇલેક્શન કન્વીનર તરીકેની જવાબદારી સહર્ષ સ્વીકારી, એમને શુભેચ્છાઓ પાઠવી.

    More Details
  • 14 Nov, 2022

    ગઢડા વિધાનસભાનાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર શ્રી શંભુપ્રસાદ ટુંડિયાજીએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું, આ પ્રસંગે ઉપસ્થિત રહી એમને શુભેચ્છાઓ

    ગઢડા વિધાનસભાનાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર શ્રી શંભુપ્રસાદ ટુંડિયાજીએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું, આ પ્રસંગે ઉપસ્થિત રહી એમને શુભેચ્છાઓ પાઠવી. ગઢડા એ સ્વામીનારાયણ સંપ્રદાયનું ધામ છે અને સાધુ-સંતશ્રીઓની પુણ્ય ભૂમિ છે. મને વિશ્વાસ છે કે એ સૌનાં આશીર્વાદ મળશે અને ગઢડાની બેઠક પર રેકોર્ડ બ્રેક બહુમતી મળશે.

    More Details
  • 05 Nov, 2022

    ‘પ્રદેશ ચૂંટણી પસંદગી સમિતિ’

    પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘પ્રદેશ ચૂંટણી પસંદગી સમિતિ’ બેઠકના ત્રીજા દિવસની શરૂઆત થઈ.
    આ પ્રસંગે પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, શ્રી મનસુખભાઈ માંડવિયા સહિત પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 05 Nov, 2022

    જનતા-જનાર્દન એ જ સર્વોપરી વિકાસ એ જ લક્ષ્ય

    જનતા-જનાર્દન એ જ સર્વોપરી
    વિકાસ એ જ લક્ષ્ય
    વિકાસપથ પર પૂરપાટ ઝડપે આગળ વધી રહેલા ગુજરાતને વધુ અગ્રેસર બનાવવા અને ગુજરાતનાં જનતા-જનાર્દનનો અભિપ્રાય મેળવવા “અગ્રેસર ગુજરાત” કેમ્પેનનો પ્રારંભ કર્યો.
    આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ સહિત પદાધિકારીશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 01 Nov, 2022

    મોરબી દુર્ઘટના સ્થળની મુલાકાત

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે મોરબી દુર્ઘટના સ્થળની મુલાકાત લઇ હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન અને રાહત કામગીરી અંગે વિગતો મેળવી.

    More Details
  • 29 Oct, 2022

    સાકારિત થનારા 13 પ્રકલ્પોનું લોકાર્પણ અને અંદાજિત રૂપિયા 1000.56 કરોડનાં ખર્ચે 72 પ્રકલ્પોનું ખાતમૂહુર્ત

    આજે લાભ પાંચમનાં શુભ દિવસે સુરત મહાનગર પાલિકા દ્વારા વિવિધ ઝોન વિસ્તારોમાં અંદાજિત રૂપિયા 39.79 કરોડનાં ખર્ચે સાકારિત થનારા 13 પ્રકલ્પોનું લોકાર્પણ અને અંદાજિત રૂપિયા 1000.56 કરોડનાં ખર્ચે 72 પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કર્યું. સુરત શહેર વિકાસનાં રસ્તે પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યું છે. આ ખાતમૂહુર્ત અને લોકાર્પણનાં વિકાસકાર્યોની મદદથી સુરત શહેરનાં નાગરિકોની સુખાકારીમાં ઉમેરો થશે.
    આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, મહાનગરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 28 Oct, 2022

    થેંક યુ પાટણ

    ક્ષત્રિય ઠાકોર સમાજનાં સ્નેહમિલન સમારંભમાં ઉપસ્થિત રહેલા ઠાકોર સમાજનાં સર્વ સભ્યશ્રીઓ અને પાટણનાં નગરજનોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકાસકાર્યો પરત્વે પોતાનો મજબૂત વિશ્વાસ પ્રગટ કર્યો છે.
    આ સમારંભમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો.
    આ સ્નેહ મિલન સમારંભમાં ક્ષત્રિય ઠાકોર સેનાનાં પાટણ જીલ્લાનાં પ્રમુખ શ્રી જીભાજી ઠાકોર અને એમનાં સમર્થકોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા.
    પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર, જીલ્લાનાં અધ્યક્ષ શ્રી દશરથજી ઠાકોર, સાંસદ શ્રી ભરતભાઇ ડાભી, પૂર્વ ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂતજી, શ્રી અલ્પેશભાઇ ઠાકોર, પૂર્વ મંત્રીશ્રી જયનારાયણભાઇ વ્યાસ સહિત આગેવાનશ્રીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 23 Oct, 2022

    રાજકોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન

    રાજકોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે વરિષ્ઠ નેતા શ્રી વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, રાજકોટ શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, મેયર શ્રી પ્રદીપભાઈ ડવ સહિત આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 16 Oct, 2022

    ફરાબાદ ખાતે “લોક પ્રતિનિધિ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકો સાથે સંવાદ સાધવાનો અવસર

    ગતરોજ જાફરાબાદ ખાતે “લોક પ્રતિનિધિ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકો સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો, એક નવી જ ઉર્જા પ્રાપ્ત થઇ.
    આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, રાજુલા વિધાનસભાના પ્રતિનિધિઓ, વિવિધ સમાજના આગેવાનો અને બહોળી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

    More Details
  • 15 Oct, 2022

    પેજ કમિટીનાં સભ્યો ભારતીય જનતા પાર્ટીનાં પરિવારનાં સ્વજનો છે

    પેજ પ્રમુખશ્રીઓ અને પેજ કમિટીનાં સભ્યો ભારતીય જનતા પાર્ટીનાં પરિવારનાં સ્વજનો છે, જે સૌ ભારતીય જનતા પાર્ટીની તાકાતને વધુ મજબૂત બનાવે છે.
    આજે જાફરાબાદ ખાતે બુથ નંબર ૨૮૮ના પેજ નંબર ૩૫ના પેજ પ્રમુખ શ્રી સુરેશભાઈ બારૈયાના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. એમનાં પરિવારનાં સ્વજનોનાં ખબર-અંતર પૂછી એમની સાથે સંવાદ સાધ્યો. બાળકોને આશીર્વાદ પાઠવ્યા. સુરેશભાઇ અને એમનાં પરિવારજનો સાથે ખૂબ આનંદમય સમય પસાર કર્યો.

    More Details
  • 14 Oct, 2022

    દાહોદ ખાતે ભારતીય જનતા પાર્ટીના નવનિર્મિત જિલ્લા કાર્યાલય ‘શ્રી કમલમ્’નું ઉદ્ઘાટન

    દાહોદ ખાતે ભારતીય જનતા પાર્ટીના નવનિર્મિત જિલ્લા કાર્યાલય ‘શ્રી કમલમ્’નું ઉદ્ઘાટન કર્યું.

    જીલ્લા ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓની તાકાત આજે દાહોદ ખાતે જોવા મળી, એક-એક કાર્યકર્તાનાં સાથથી પાર્ટી મજબૂત બનતી હોય છે. દાહોદ ખાતે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય તૈયાર થયું એ બદલ સર્વ કાર્યકર્તાશ્રીને

    અભિનંદન

    પાઠવ્યા.

    આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, પ્રદેશ મંત્રી શ્રીમતી કૈલાશબેન પરમાર, જિલ્લા પ્રમુખ શ્રી શંકરભાઈ અમલિયાર સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
1 56 57 58 59 60 68