Political Initiatives Footer

INITIATIVE - POLITICALS

  • 25 Dec, 2022

    નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓનાં અભિવાદન સમારોહ

    ગુજરાતનાં અગ્રેસર વિકાસને વધુ વેગવંતો બનાવવાનાં છે એ સૌ નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓનાં અભિવાદન સમારોહમાં સૌને શુભેચ્છાઓ પાઠવવાનો દાહોદ ખાતે અવસર મળ્યો.
    પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રી તેમજ કાર્યકર્તાઓશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    More Details
  • 19 Dec, 2022

    ગુજરાત વિધાનસભા પક્ષની બેઠકમાં હાજરી

    માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ગુજરાત વિધાનસભા પક્ષની બેઠકમાં હાજરી આપી, સંબોધન કર્યું.

    More Details
  • 10 Dec, 2022

    શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને હાર્દિક અભિનંદન

    આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે માનનીય કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહજી, કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી બી.એસ.યેદિયુરપ્પા, કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન મુંડાજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓએ વિધાનસભાનાં પક્ષનાં નેતા તરીકે શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને સમર્થન આપ્યું.
    હું માનનીય શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને હાર્દિક અભિનંદન અને અનંત શુભકામનાઓ પાઠવું છું. મને વિશ્વાસ છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અને ભૂપેન્દ્રભાઇનાં નેતૃત્વમાં વિકાસમાં અગ્રેસર ગુજરાત નવી ઉંચાઇઓ અને નવી દિશાઓ પામશે.
    કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઇ રૂપાલા, પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 05 Dec, 2022

    પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધવાનો અવસર

    પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો.
    પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવે, સહ કન્વીનર શ્રી ઝુબીનભાઈ આશરા સહિત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 01 Dec, 2022

    વિધાનસભા 2022ની ચૂંટણી સંદર્ભે સુરત ખાતે આજે પરિવારનાં સર્વ સ્વજનો સાથે મતદાન કર્યું.

    વિધાનસભા 2022ની ચૂંટણી સંદર્ભે સુરત ખાતે આજે પરિવારનાં સર્વ સ્વજનો સાથે મતદાન કર્યું.

    More Details
  • 26 Nov, 2022

    ‘સંકલ્પ પત્ર-2022’ નું વિમોચન

    છેલ્લા 27 વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને તમારી સેવા કરવાની તક આપી તમે સૌએ અવિરત સ્નેહ વરસાવ્યો છે. છેલ્લા 27 વર્ષોમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અને ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓનાં અથાક પરિશ્રમથી ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે.
    આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ‘સંકલ્પ પત્ર-2022’ નું વિમોચન કર્યું. અગ્રેસર ગુજરાત અભિયાન થકી-કરોડો ગુજરાતવાસીઓએ જે સૂચનો મોકલ્યા એ સૌ સૂચનોનો અમે આ સંકલ્પ પત્રમાં સમાવિષ્ટ કર્યો છે. આ સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટીનું વિઝન છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબએ જોયેલા ન્યૂ ઇન્ડિયાનાં સ્વપ્નની આધારશિલા છે. આ તમે ઇચ્છેલા ગુજરાતની પરિકલ્પના છે.

    More Details
  • 25 Nov, 2022

    કોટડા ખાતે વિજય-વિશ્વાસ સંમેલન અંતર્ગત જાહેર સભાને સંબોધન

    મા અંબાની પુણ્યભૂમિ પર દિયોદરનાં કોટડા ખાતે વિજય-વિશ્વાસ સંમેલન અંતર્ગત જાહેર સભાને સંબોધન કર્યું. પોતાનો જ રેકોર્ડ તોડવાનાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં સ્વપ્નને સાકાર કરવા બનાસકાંઠા જીલ્લાનાં તમામ કાર્યકર્તાશ્રીઓને આહવાન કર્યું. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સર્વ ગ્રામજનોએ ભારતીય જનતા પાર્ટીની વિકાસનીતિ પરત્વે પોતાનો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો.

    More Details
  • 18 Nov, 2022

    જન સમર્થનમાં યોજાયેલી વિશાળ જનસભા

    નવસારી જલાલપોર વિધાનસભાનાં ઉમેદવાર શ્રી આર.સી.પટેલનાં જન સમર્થનમાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધી. આ સભામાં ઉપસ્થિત સૌ કોઇનો સાથ અને સહકાર ભારતીય જનતા પાર્ટીની વિકાસનીતિ માટે મજબૂત અને અડીખમ છે એની પ્રતિતી થઇ. પોતાનો જ રેકોર્ડ તોડવાની સર્વ કાર્યકર્તાશ્રીઓને હાકલ કરી.

    More Details
  • 17 Nov, 2022

    હિંમતનગર વિધાનસભાનાં ઉમેદવાર શ્રી વી.ડી.ઝાલાનાં ઉમેદવારી ફોર્મ ભરવા પ્રસંગે યોજાયેલી ભવ્ય જાહેરસભાને સંબોધી

    ચારેબાજુ લહેરાયો ભગવો…!!
    હિંમતનગર વિધાનસભાનાં ઉમેદવાર શ્રી વી.ડી.ઝાલાનાં ઉમેદવારી ફોર્મ ભરવા પ્રસંગે યોજાયેલી ભવ્ય જાહેરસભાને સંબોધી. આ જનસભામાં ઉપસ્થિત સૌએ વિકાસશીલ ગુજરાતનાં નાદ સાથે ભારતીય જનતા પાર્ટી પરત્વેનાં પોતાનાં મક્કમ ભરોસાને વ્યક્ત કર્યો. કાર્યકર્તાશ્રીઓની કર્તવ્યનિષ્ઠા અને જન-જનનો વિકાસ પરનો ભરોસો હિંમતનગરમાં ભવ્ય જીત અપાવશે એવો મને વિશ્વાસ છે.

    More Details
  • 16 Nov, 2022

    વિજાપુર વિધાનસભાના ઉમેદવાર શ્રી રમણભાઈ પટેલના જનસમર્થનમાં યોજાયેલી ભવ્ય જનસભાને સંબોધિત

    વિજાપુર વિધાનસભાના ઉમેદવાર શ્રી રમણભાઈ પટેલના જનસમર્થનમાં યોજાયેલી ભવ્ય જનસભાને સંબોધિત કરી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાશ્રીઓ પાર્ટીની મજબૂત તાકાત છે, સૌને કર્તવ્યપથ પર આગળ વધવાનું આહવાન કર્યું, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા સૌએ ગુજરાતનાં અવિરત વિકાસ પરત્વે પોતાનો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો. રમણભાઇને ભવ્ય જીત માટે શુભેચ્છાઓ પાઠવી.

    More Details
  • 16 Nov, 2022

    આણંદના આંકલાવ વિધાનસભાના ઉમેદવાર શ્રી ગુલાબસિંહ પઢિયારજીના સમર્થનમાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધિત

    આણંદના આંકલાવ વિધાનસભાના ઉમેદવાર શ્રી ગુલાબસિંહ પઢિયારજીના સમર્થનમાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધિત કરી. ચારેકોર લહેરાઇ રહેલો ભગવો જોઇ મને પૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારો પ્રચંડ બહુમતી સાથે જીતવાનાં છે. ભારતીય જનતા પાર્ટીની “વિકાસનીતિ” પર જન-જનનો ભરોસો છલકાઇ રહ્યો છે.

    More Details
  • 16 Nov, 2022

    ધોળકા વિધાનસભાનાં ઉમેદવાર શ્રી કિરીટસિંહજી ડાભીનાં જનસમર્થનમાં યોજાયેલી ભવ્ય જાહેરસભા

    ધોળકા વિધાનસભાનાં ઉમેદવાર શ્રી કિરીટસિંહજી ડાભીનાં જનસમર્થનમાં યોજાયેલી ભવ્ય જાહેરસભાને સંબોધિત કરી. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ પહેલા દેશહિતની વાત કરે છે અને પછી રાજ્યની વાત કરે છે-પોતાની વાત ક્યારેય નથી કરતા-આ મૂળભૂત સંસ્કાર પાર્ટીની તાકાત છે. ભારતીય જનતા પાર્ટીનાં સમર્થનમાં આજે જ્યારે ગ્રાઉન્ડ નાનું પડી રહ્યું હોય ત્યારે મને વિશ્વાસ છે કે-જીત તો વિકાસનાં વિશ્વાસની જ થશે.
    આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ, પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
1 55 56 57 58 59 68