આઈશ્રી કામઈ ધામ ખાતે યોજાનાર સમરસ સમર્પણ વંદના કાર્યક્રમના આયોજનના ભાગરૂપે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં હાજરી આપી. આ પ્રસંગે અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી મહંત શ્રી શંભુનાથ ટુંડિયાજી, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી કિર્તીદાનભાઈ ગઢવી સહિત આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે પ્રદેશ પદાધિકારીશ્રીઓ અને જિલ્લા પ્રમુખ મહામંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી ચર્ચા કરી.