Banner About CR LATEST EVENTS GALLERY SOCIAL MEDIA Footer

KNOW MORE ABOUT CR

Ideological Leader
For Youth Generation

Surely it is difficult to earn the faith from all classes of the people a constituency including a common man to the Prime Minister. One can say that Mr. C.R. Patil, (Chandrakant Raghunath Patil) has been blessed with this fortune. Patil has many identities: the present President of Gujarat BJP, leader with stronghold over common people, a journalist, a social worker and a winner with the maximum votes in Lok Sabha elections in the state. He is a leader with difference.

Latest Events

12 March/2023

લિંબાયત વિધાનસભામાં મહા રક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પ

જનસેવા એ જ ભારતીય જનતા પાર્ટીનાં મૂળભૂત અને પાયાનાં સંસ્કાર રહયા છે. લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા વિધાનસભાનાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલનાં માર્ગદર્શન હેઠળ મારા જન્મદિવસની આગોતરી ઉજવણી નિમિત્તે લિંબાયત વિધાનસભામાં મહા રક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પ જેમાં આંખની તપાસ અને વિના મૂલ્યે આંખનું ઓપરેશનનો પણ સમાવેશ થાય એવા ઉમદા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરાયું, આ પ્રસંગે ઉપસ્થિત રહી ખૂબ આનંદ થયો. આપ સૌ સ્નેહને હૃદયપૂર્વક વંદન કરું છું.
આ સાથે આયુષ્યમાન- ભારત કાર્ડ અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ-2013 ( NFSA )હેઠળ રેશનિંગ કાર્ડ માં નવા અનાજ લેવા માટેની સુવિધા મેળવવા માટેનો કેમ્પ પણ યોજાયો.
બહુ મોટી સંખ્યામાં આ કેમ્પનો નાગરિકોએ લાભ લીધો. હું ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, ધારાસભ્ય શ્રીઓ મનુભાઇ પટેલ, સંદિપભાઇ દેસાઇ, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઇ જોધાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ, કોર્પોરેટરશ્રીઓ, સર્વ કાર્યકર્તાશ્રીઓ અને કેમ્પમાં ભાગ લેનાર સર્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

11 March/2023

ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન

ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું, જનસેવા એ ભારતીય જનતા પાર્ટીનાં મૂળભૂત સંસ્કાર છે અને એને સદા-સર્વદા ફળિભૂત થતા જોઇ અત્યંત આનંદની લાગણી અનુભવતો રહું છું. રમેશભાઇને શુભેચ્છાઓ પાઠવું છું.
પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, શ્રી રંજનબેન ભટ્ટ, જિલ્લા પ્રમુખ શ્રી મારૂતિસિંહ અટોદરિયા સહિત હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

10 March/2023

અમેચ્યોર ફેન્સીંગ એસોસિએશન ઓફ ગુજરાત સ્ટેટ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે યોજાયેલી વુમન્સ ફેન્સીંગ લીગ

અમેચ્યોર ફેન્સીંગ એસોસિએશન ઓફ ગુજરાત સ્ટેટ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે યોજાયેલી વુમન્સ ફેન્સીંગ લીગમાં ઉપસ્થિત રહી દિકરીઓને મળી ખૂબ આનંદ થયો. સ્પોર્ટસનાં ક્ષેત્રમાં પણ દિકરીઓ હવે પોતાની મક્કમ અને મજબૂત જગ્યા બનાવી રહી છે-જે ખૂબ ગર્વની વાત છે. સૌ દિકરીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભેચ્છા.

05 March/2023

સુવિધા અને સુખાકારીમાં વધારો થાય એ હેતુ અંતર્ગત સુરત ખાતે પોલીસ આવાસો લોકાર્પિત

નાગરિકોની શાંતિ, સુખાકારી, સુરક્ષા માટે સતત ખડેપગે રહેતા પોલીસ કર્મચારીઓ અને એમનાં પરિવારની સુવિધા અને સુખાકારીમાં વધારો થાય એ હેતુ અંતર્ગત સુરત ખાતે પોલીસ આવાસો લોકાર્પિત કરતા આનંદની લાગણી અનુભવી.
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.

03 March/2023

નાગરિકોને મુસાફરીમાં રાહત મળે એ માટે સુરત એરપોર્ટ પર ફ્લાઇટની સંખ્યા વધારવા

દેશનાં અન્ય શહેરો સાથે સુરતની એર કનેક્ટિવિટી વધે અને સુરત તેમજ આસપાસનાં વિસ્તારનાં નાગરિકોને મુસાફરીમાં રાહત મળે એ માટે સુરત એરપોર્ટ પર ફ્લાઇટની સંખ્યા વધારવા માટેનાં સફળ પ્રયાસો કરાઇ રહ્યા છે, જે અંતર્ગત આજે એર એશિયાની સુરત-દિલ્હી ખાતેની સૌ પ્રથમ ફ્લાઇટનું ઉદઘાટન કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી.

03 March/2023

ભરૂચ ખાતે યોજાયેલા મતદાતા ઋણસ્વીકાર કાર્યક્રમ

આજે ભરૂચ ખાતે યોજાયેલા મતદાતા ઋણસ્વીકાર કાર્યક્રમમાં સર્વ મતદાતાઓને નતમસ્તક વંદન કર્યા. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા મતદાતાશ્રીઓને રૂબરૂ મળવાનું સૌભાગ્ય સાંપડ્યું. ખૂબ આનંદ થયો.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રાણા, શ્રી રમેશભાઈ મિસ્ત્રી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા, જિલ્લા પ્રમુખ શ્રી મારૂતિસિંહ અટોદરિયા, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સહિત આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને મતદાતાઓ ઉપસ્થિત રહ્યાં.

18 May/2022

નવસારી જિલ્લાના દેલવાડા ગામની ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના વધારાના ૧૦ ઓરડાના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું.

વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી રમેશભાઈ પટેલ તથા હોદ્દેદારો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં.

18 May/2022

નવસારી જિલ્લાના છીણમ ખાતે છીણમ મુખ્ય રસ્તાથી નવ વાડાના માર્ગનું ખાતમુહૂર્ત કર્યું.

આ કાર્યક્રમમાં નવસારી જીલ્લા પ્રમુખશ્રી ભૂરાભાઈ શાહ,ધારાસભ્યશ્રી આર.સી.પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની,જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રોશનીબેન પટેલ, પ્રભારીશ્રી રણજીતભાઈ ચીમના, મહામંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ અને શ્રી જીગ્નેશભાઈ નાયક ઉપસ્થિત રહ્યા.

17 May/2022

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરત શહેરમાંથી પ્રકાશિત થતા અખબાર ગુજરાત ગાર્ડિયનનાં દશાબ્દી મહોત્સવમાં હાજરી આપી.

આ મહોત્સવમાં કોફી ટેબલ બુકનું લોકાર્પણ કર્યું અને શહેર શ્રેષ્ઠીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા. શ્રી મનોજભાઇ મિસ્ત્રીને શુભેચ્છાઓ પાઠવી. કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, શ્રી પૂર્ણેશભાઇ મોદી, શ્રી ઋષીકેશભાઇ પટેલ, અને રાજ્યકક્ષાનાં મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, શ્રી મુકેશભાઇ પટેલ, શ્રી વિનુભાઇ મોરડીયા, ઇફ્કોનાં ચેરમેન શ્રી દિલીપભાઇ સાંઘાણી, સુરત શહેર ભાજપા અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા અને શહેરશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા

17 May/2022

રાજકોટ ખાતે બાળકોને સુપોષણ કીટ વિતરિત કરી

સમગ્ર ગુજરાત સુપોષિત થાય એ માટે સુપોષણ અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત રાજકોટ ખાતે બાળકોને સુપોષણ કીટ વિતરિત કરી, આશીર્વાદ પાઠવ્યા. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, જિલ્લા પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરીયા, મેયર શ્રી પ્રદીપભાઈ ડવ તથા ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

Social Media wall

WHAT PEOPLE SAY ABOUT CR

Get the latest updates from the campaign trail. Follow us on Facebook and Twitter today and join the movement in Central Ohio.