સુરત મહાનગરનાં સર્વ શ્રેષ્ઠીઓ સાથે રૂબરૂ થવાનો અવસર પ્રાપ્ત થયો. સુરત મહાનગરનાં વિકાસમાં સહભાગી થયેલા સૌ શ્રેષ્ઠીઓને મળી ખૂબ આનંદ થયો. સૌ સાથે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને વિકાસનાં રસ્તે પૂરપાટ ઝડપે આગળ વધી રહેલું સુરત દેશ અને દુનિયામાં સદાય અગ્રેસર રહે એ અંગે ગોષ્ઠિ કરી.
23 અને 24મી જાન્યુઆરીનાં રોજ સુરેન્દ્રનગર ખાતે યોજાનારી પ્રદેશ કારોબારી બેઠક તેમજ ગત દિવસોમાં યોજાયેલી રાષ્ટ્રીય કારોબારી બેઠક અંગે સુરત ખાતે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો.