Political Initiatives Footer

INITIATIVE - POLITICALS

  • 01 Mar, 2023

    નવસારીમાં એસ.એસ અગ્રવાલ કોલેજ કેમ્પસમાં નવનિર્મિત આયુર્વેદ કોલેજને ઉદ્ઘાટિત

    લોકો આયુર્વેદનું મહત્વ સમજે અને આપણાં ઋષિમુનીઓનો આયુર્વેદનો વારસો જળવાયેલો રહે એ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ આયુર્વેદનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. આજે નવસારીમાં એસ.એસ અગ્રવાલ કોલેજ કેમ્પસમાં નવનિર્મિત આયુર્વેદ કોલેજને ઉદ્ઘાટિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આપણો દેશ એકમાત્ર એવો દેશ છે, જેની પાસે આયુર્વેદ છે-અને એનું આપણને સૌને ગૌરવ છે.
    આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત હોદ્દેદારો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 01 Mar, 2023

    નવસારીમાં લુન્સીકુઇ સર્કિટ હાઉસ સામે દેવજી સર્કલને લોકાર્પિત

    નવસારીમાં લુન્સીકુઇ સર્કિટ હાઉસ સામે દેવજી સર્કલને લોકાર્પિત કર્યુ. પૂજ્ય બાપુની પ્રતિમા એમનાં સંસ્કારોને, વિચારોને સતત યાદ અપાવતી રહેશે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 25 Feb, 2023

    સાબરકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’નું ભૂમિપૂજન

    હિંમતનગર ખાતે નિર્માણ પામનારા સાબરકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’નું ભૂમિપૂજન કરવાની ધન્યતા પ્રાપ્ત થઇ. ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ ફક્ત રાજકારણ જ નથી કરતા પણ સાથે-સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ કરે છે અને એટલે જ સત્તામાં આવ્યા પછી પણ ભાજપાને એન્ટીઇન્કમ્બન્સી નડતી નથી. ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓએ પાર્ટીનાં “સેવા એ જ સંસ્કાર”નાં સંકલ્પને જાળવી રાખ્યો છે, જેનો મને અનહદ આનંદ છે.

    More Details
  • 19 Feb, 2023

    કેન્દ્રનાં બજેટ અંગે પત્રકાર ભાઇ-બહેનો સાથે વાત

    સુરત મહાનગર પાલિકા અને કેન્દ્રનાં બજેટ અંગે પત્રકાર ભાઇ-બહેનો સાથે વાત કરી. બજેટની મદદથી ગુજરાત અને સુરતને મળેલી વિકાસની ભરપૂર તકોની ચર્ચા કરી.
    દરેક વર્ગને ધ્યાનમાં રાખી બજેટ રજૂ કરાયું છે, કેન્દ્રીય બજેટમાં ગુજરાતને પણ ઘણાં લાભ પ્રાપ્ત થયા છે. આ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને કેન્દ્રીયમંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીનો આભાર વ્યક્ત કર્યો.
    સુરત એ દેશનું પહેલું એવું શહેર છે જયાં 10 મોટા પ્રોજેક્ટ એકસાથે ચાલે છે. તાપીનાં શુદ્ધિકરણ યાથે અનેક વિકાસલક્ષી કામો સુરતમાં થઇ રહ્યા છે. સુરત શહેરમાં રેલ્વે સ્ટેશનની કાયાપલટ પણ થઇ રહી છે. સુરતનાં વિકાસનાં માર્ગે પૂરપાટ ઝડપે દોડી રહ્યું છે.

    More Details
  • 18 Feb, 2023

    ઓક્સિજન અને ટેકનોલોજીથી સજ્જ એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલને અર્પણ

    લિંબાયત વિધાનસભા ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે એમની ગ્રાંટમાંથી અધ્યતન સાધનો, ઓક્સિજન અને ટેકનોલોજીથી સજ્જ એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલને અર્પણ કરી. આ એમ્બ્યુલન્સની મદદથી ગંભીર દર્દીઓને હોસ્પિટલ પહોંચવાનાં સમય દરમિયાન એમ્બ્યુલન્સમાં વધુ અદ્યતન સાધનોની મદદથી જરૂરી સારવાર આપી શકાશે અને અન્ય શહેરોનાં દર્દીઓને સુરત સિવિલમાં શિફ્ટ કરવામાં મદદ પણ મળશે.
    આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી પરેશભાઇ પટેલ, શહેર ભાજપા અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, કોર્પોરેટરશ્રીઓ તેમજ સિવિલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 17 Feb, 2023

    પર્યાવરણની મદદથી આપી શહીદોને શ્રદ્ધાંજલિ

    પર્યાવરણની મદદથી આપી શહીદોને શ્રદ્ધાંજલિ 🙏
    સુરતનાં ઉધના ખાતે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અંતર્ગત તૈયાર કરાયેલા અર્બન ફોરેસ્ટ “શહીદ સ્મૃતિ વન”માં શહીદ સ્મારકની પ્રતિમાઓનું અનાવરણ કર્યું. શહીદોએ આપણી ભારત માતા માટે આપેલું બલિદાન ક્યારેય ભૂલી શકાશે નહીં. એમને નમન કર્યા.
    ‘શહીદ સ્મૃતિ વન’ ખાતે ૧૫૦૦ જેટલા નેટિવ સ્પિસિસના વૃક્ષોનું વાવેતર અને કાળજી માટે ગ્રીન મેન તરીકે ઓળખાતા વિરલ દેસાઇનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા.

    More Details
  • 15 Feb, 2023

    ૧૫મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચીત ધારાસભ્યો માટે બે-દિવસીય સંસદીય કાર્યશાળાનો આરંભ

    લોકસભા અધ્યક્ષ માનનીય શ્રી ઓમ બિરલાજીએ ગાંધીનગર ખાતે ૧૫મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચીત ધારાસભ્યો માટે બે-દિવસીય સંસદીય કાર્યશાળાનો આરંભ કરાવ્યો, ધારાસભ્યશ્રીઓ સંસદીય કાર્યપદ્ધતિથી પરિચિત થાય અને એમને નિષ્ણાંતોનું માર્ગદર્શન મળી રહે એ હેતુથી શરૂ આ કાર્યશાળાનું આયોજન કરાયું.
    આ કાર્યશાળાની મદદથી જનતા જનાર્દન માટેની સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે, ધારાસભ્યશ્રીઓ વધુ અસરકારક રીતે ગૃહમાં વિકાસનાં મુદ્દાઓ પર ચર્ચા કરી જનતા-જનાર્દનનાં સર્વોપરિ હિતને અગ્રેસર રાખી પ્રશ્નોનાં ઉકેલ લાવી શકશે.
    મને વિશ્વાસ છે કે આ કાર્યશાળા જનતાનું પ્રતિનિધિત્વ કરી રહેલા સૌ જન-પ્રતિનિધિઓમાં રાષ્ટ્રહિતની ભાવનાને વધુ પ્રબળ બનાવશે.

    More Details
  • 14 Feb, 2023

    બૂથ સશક્તિકરણ અભિયાન

    ‘બૂથ સશક્તિકરણ અભિયાન’ અંતર્ગત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે જિલ્લા અને મહાનગર સ્તરની ટીમનાં પ્રશિક્ષણ વર્ગમાં સર્વ સાથે સંવાદ સાધ્યો.
    આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા તથા પ્રદેશ હોદ્દેદારો, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 14 Feb, 2023

    ‘સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન’

    પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ‘સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન’ અંતર્ગત યોજાયેલી સ્વાસ્થ્ય સ્વયંસેવકોની પ્રદેશ બેઠકને સંબોધી.
    આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, ડૉક્ટર સેલના પ્રદેશ કન્વીનર ડૉ. ધર્મેન્દ્રભાઈ ગજ્જર સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 12 Feb, 2023

    બીલીમોરા ખાતે યોજાયેલા નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓનાં અભિવાદન સમારોહ

    નવસારી જીલ્લા ભાજપ દ્વારા બીલીમોરા ખાતે યોજાયેલા નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓનાં અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહી સર્વ કાર્યકર્તાશ્રીઓને રૂબરૂ થવાનો અસીમ આનંદ મળ્યો. નવસારીનાં કાર્યકર્તાશ્રીઓ પેજ કમિટીનાં જન્મદાતા છે અને સમગ્ર દેશમાં પેજકમિટીની ચર્ચા થઇ રહી છે, એનો શ્રેય નવસારીનાં સર્વ કાર્યકર્તાશ્રીઓને ફાળે જાય છે. નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓને અભિનંદન પાઠવ્યા.
    આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 12 Feb, 2023

    સુરત-સચીન-નવસારી રોડનું ખાતમુહૂર્ત

    સુરત ખાતે સુરત-સચીન-નવસારી રોડનું ખાતમુહૂર્ત કર્યું. સુરત, સચીન અને નવસારી વચ્ચેનાં વાહન વ્યવહારને વધુ સરળ અને મજબૂત બનાવતા આ રોડનું કાર્ય પૂર્ણ થયા બાદ વાહન વ્યવહારમાં સુગમતા વધશે.
    આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રી સંદીપભાઈ દેસાઈ, સુરત શહેર મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજભાઈ ઝાંઝમેરા,
    સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઈ જોધાણી ઉપસ્થિત રહ્યા હતા

    More Details
  • 11 Feb, 2023

    એકાત્મ માનવવાદનાં પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે

    “જ્યારે માનવની પ્રગતિની વાત થાય ત્યારે એનાં શરીર, મન, બુદ્ધિ અને આત્માની પ્રગતિની વાત પણ થવી જોઇએ!”
    એકાત્મ માનવવાદનાં પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી કોટિ કોટિ નમન કર્યા.

    More Details
1 53 54 55 56 57 68