યંગ ફેડરેશન આયોજિત મહા-રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહી સર્વ રક્તદાતાઓને વંદન કર્યા. રક્તદાન એ જીવતદાન પણ છે-કોઇની જીંદગીમાં જીવનદીપ પ્રજ્વલિત કરી આપતા રક્તદાનને મહાદાન ગણવામાં આવ્યું છે ! આ મહાદાન માટે સૌને અભિનંદન પાઠવ્યા.
આજે નવસારી જીલ્લાનાં ગણદેવી ખાતે ગણદેવી તાલુકા ખેડૂત સહકારી સંઘને પંચોત્તેર વર્ષ પૂર્ણ થતા શુભેચ્છાઓ પાઠવી. ખેડૂત સંઘની કામગીરી સાથે સંકળાયેલા તમામ ખેડૂતો, ગ્રાહકો, સભાસદો, મંડળીના પ્રતિનિધિઓનાં સહકાર અને અથાક પરિશ્રમથી ખેડૂત સંઘની કામગીરી તમામ ક્ષેત્રે સફળ રહી છે, જે અંગે તમામ સભ્યશ્રીઓને અભિનંદન પાઠવ્યા.
રાજ્ય સરકારના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, નવસારી જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
નવરાત્રિની પરમ ઉર્જા ચારેકોરથી અનુભવાઇ રહી છે ત્યારે ગઇકાલે સુરત શહેર પોલીસ દ્વારા આયોજીત પોલીસ પરિવારનાં ગરબા મહોત્સવમાં મા આદ્યશક્તિની આરાધના કરી. લોકસેવા અર્થે સતત ખડેપગે રહેતા પોલીસ કર્મીઓનાં પીઠબળ સમા એમનાં પરિવાર સાથેની આ સાંજ ખૂબ યાદગાર બની રહી.
મોરબી ખાતે “શ્રી કમલમ”નું ખાતમૂહુર્ત કરવાનું સૌભાગ્ય સાંપડ્યું
આજે મોરબી ખાતે “શ્રી કમલમ”નું ખાતમૂહુર્ત કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. કાર્યાલય એ જનસેવાને જન-જન સુધી પહોંચાડવાનું એક સરનામું છે ! ભારતીય જનતા પાર્ટીનાં પ્રત્યેક કાર્યકર્તા જનસેવાનાં યજ્ઞમાં પોતાનું પૂર્ણ યોગદાન પાઠવી રહ્યા છે, જેનો મને અપાર આનંદ છે.
આ પ્રસંગે મોરબીનાં કાર્યકર્તાશ્રીઓને રૂબરૂ મળી ધન્યતા અને આનંદની લાગણી અનુભવી.
પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઈ કવાડીયા, ડૉ.ભરતભાઈ બોઘરા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, જિલ્લાના પ્રભારી ડૉ.હિતેશભાઈ ચૌધરી, જિલ્લા પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડી સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
આજે સુરેન્દ્ર નગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન
માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે ગુજરાતનાં દરેક જીલ્લામાં ભાજપાનાં કાર્યાલયનાં નિર્માણનો સંકલ્પ આપ્યો હતો, આ સંકલ્પને સાકાર કરવા આજે સુરેન્દ્ર નગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન કર્યું.
દેશનાં તમામ જીલ્લાનાં કાર્યકર્તાઓએ શ્રેષ્ઠ કાર્યાલયનું મોડલ જોવું હોય તો સુરેન્દ્ર નગર આવવું પડે. આ કાર્યાલયનાં શ્રેષ્ઠ નિર્માણ બદલ સર્વ કાર્યકર્તાશ્રીઓને અભિનંદન પાઠવ્યા. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ પાર્ટીનાં દરેક નિર્ણયને વધાવી લે છે એ માટે એમને વંદન પાઠવ્યા.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી, જિલ્લા પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
આજે નવસારી ખાતે યોજાયેલા “બનાસકાંઠા મહા સંમેલનમાં” ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. વિશાળ જનમેદની સાથે સંવાદ સાધી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. આ મહાસંમેલનમાં બનાસકાંઠાનાં મૂળ નિવાસી અને હાલ નવસારી ખાતે રહેતા વિવિધ સમાજનાં આગેવાનશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઇ પટેલ, શ્રી જનકભાઇ બગદાણા, ધારાસભ્યશ્રીઓ, નવસારી જીલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઇ શાહ, બનાસકાંઠા જીલ્લા પ્રમુખ શ્રી કિર્તીસિંહજી વાઘેલા, પ્રદેશ માલધારી સેલનાં સંયોજક શ્રી સંજયભાઇ દેસાઇ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા.
“મેરી માટી મેરા દેશ” અભિયાન અંતર્ગત આજે સુરત ઓલપાડ વિધાનસભાનાં વોર્ડ નંબર 2 ખાતે યોજાયેલી “અમૃત કળશ યાત્રા”માં ઉપસ્થિત
આપણાં દેશનાં વીરોનાં પુણ્ય સ્મરણ કાજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી “મેરી માટી મેરા દેશ” અભિયાન અંતર્ગત આજે સુરત ઓલપાડ વિધાનસભાનાં વોર્ડ નંબર 2 ખાતે યોજાયેલી “અમૃત કળશ યાત્રા”માં ઉપસ્થિત રહી વીરોને વંદન કરવાનો પવિત્ર અવસર પ્રાપ્ત થયો.
આ યાત્રામાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, સુરત શહેર મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ભાજપ સુરત મહાનગર અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા, ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ મૂકેશભાઈ પટેલ અને પ્રફુલભાઈ પાનસેરીયા, ધારાસભ્યશ્રીઓ, મોટી સંખ્યામાં શહેરીજનો અને કાર્યકર્તાશ્રીઓ જોડાયા.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત વીરોને વંદન કરવા આહવાન કર્યું
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત વીરોને વંદન કરવા આહવાન કર્યું છે. આ અભિયાન દ્વારા સમગ્ર દેશભરમાંથી કળશ યાત્રા નીકળી રહી છે.
જે અંતર્ગત આજે સુરત ખાતે 30 વોર્ડની કળશ યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું અને ધન્યતાની લાગણી અનુભવી. વીરોને સહૃદય વંદન પાઠવ્યા.
આ અવસરે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.
સુમુલ ડેરી દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો સાથેનાં અભિયાનનો પ્રારંભ કરાયો
સુમુલ ડેરી દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો સાથેનાં અભિયાનનો પ્રારંભ કરાયો હતો, આજે એનાં પુર્ણાહુતિ પ્રસંગે હાજરી આપી. આ જ અભિયાન અંતર્ગત બારડોલી તાલુકામાં મહિલા જન ભાગીદારી કાર્યક્રમ, ખરવા-મોવસા સામુહિક રસીકરણ અભિયાન, દૂધ મંડળી સ્વચ્છતા કાર્યક્રમ અને નશાબંધી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો.
સુમુલ ડેરીની 1187 મંડળીમાં 200થી વધુ મંડળીમાં બહેનો જ કામ કરે છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં ‘નારી શક્તિ’ અને ‘આત્મનિર્ભર મહિલા’નાં સંકલ્પને વધુ મજબૂત બનાવવાની દિશા તરફની આ પહેલને અભિનંદન પાઠવ્યા.
આ પ્રસંગે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આકાર પામેલી મહિલા ઉત્થાન અંગેની વિવિધ યોજનાઓ વિશે માહિતી પાઠવી અને વધુ ને વધુ માત્રામાં આ યોજનાનો લાભ લેવાય એ અંગે સૌને અપીલ પણ કરી.
સ્વચ્છતાને જીવનમાં એવી રીતે અપનાવી લો કે એ આદત બની જાય !
સ્વચ્છતાને જીવનમાં એવી રીતે અપનાવી લો કે એ આદત બની જાય !
પૂજ્ય ગાંધીજીની જન્મ જયંતિનાં પૂર્વ દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અને પ્રેરણા અંતર્ગત સમગ્ર દેશમાં સ્વચ્છતા માટે શ્રમદાન અભિયાન હેઠળ આજે સુરત મહાનગર ખાતે સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાઇ પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઇ હુંબલ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઇ રાણા, સુરત ભાજપા પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા અને કાર્યકર્તાઓ સાથે મળી સફાઇ કાર્ય કર્યું અને પ્રધાનમંત્રી શ્રીનાં દેશવ્યાપી સ્વચ્છતાનાં યજ્ઞમાં આહુતિ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓના અભિવાદન સમારોહ
સુરતના ડીંડોલી ખાતે સમસ્ત હિન્દી ભાષી સમાજ- સુરત દ્વારા આયોજિત સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહી સૌ પદાધિકારીશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી.
ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીનો આભાર વ્યક્ત કર્યો. સૌને મળી અપાર ઉર્જાનો અનુભવ કર્યો.
આહિર સમાજ દ્વારા યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી સૌ રક્તદાતાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર
નવસારી જીલ્લા આહિર સમાજ દ્વારા યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી સૌ રક્તદાતાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો. રક્તતુલા બદલ આહિર સમાજનાં સર્વ આગેવાનશ્રીઓ અને સભ્યશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
સર્વ રક્તદાતાશ્રીઓને મળી અનેરી ઉર્જાનો સંચાર થયો.
આ કાર્યક્રમમાં નવસારી જીલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્યશ્રીઓ શ્રી નરેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ, પ્રદેશ મંત્રીશ્રીઓ શ્રી શીતલબેન સોની, શ્રી રઘુભાઈ હુંબલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.