આજે અમરેલી ખાતે એરો ફ્રેયર ઇકે વિમાન ઉત્પાદન પ્લાન્ટનાં ખાતમુહૂર્ત પ્રસંગ ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહારાજનાં આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી.
મને પૂરો વિશ્વાસ છે કે ભવિષ્યમાં અમરેલીમાં જ મોટા વિમાનો બનવાનો પ્લાન્ટ પણ નિર્માણ પામશે. સુરાણી પરિવારે અમરેલીમાં જ વિમાન બનાવવાનો પ્લાન્ટ નાંખવાનો નિર્ણય કરી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં આત્મનિર્ભર ભારતનાં સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો છે. પ્રધાનમંત્રી શ્રીનાં આત્મનિર્ભરતાનાં સંકલ્પને આ દેશ જે રીતે ઝીલી રહ્યો છે એ બદલ ખૂબ આનંદની લાગણી અનુભવું છું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઇ રૂપાલા, રાજ્ય સરકારનાં મંત્રી શ્રી પ્રફૂલભાઇ પાનશેરીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા,મારા સાથી સાંસદશ્રીઓ નારણભાઇ કાછડીયા, શ્રી રમેશભાઇ ધડુક, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
દિકરીઓ સૂરજ સમાન તેજથી પરિવાર, સમાજ, શહેર, રાજ્ય અને સમગ્ર દેશનું નામ રોશન કરી રહી છે
દિકરીઓ સૂરજ સમાન તેજથી પરિવાર, સમાજ, શહેર, રાજ્ય અને સમગ્ર દેશનું નામ રોશન કરી રહી છે. ખારવા સમાજની આ દિકરીઓ પર ખૂબ ગર્વ છે. એમનાં ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરું છું.
વેરાવળ ખાતે શ્રી શિવ સાગર મહિલા મંડળ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા ખારવા સમાજની દિકરીઓનાં સન્માન સમારંભમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી.
આ સમારોહમાં પ્રદેશ મંત્રી શ્રી ઝવેરીભાઈ ઠકરાર, શ્રી રઘુભાઈ હુંબલ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠીયા સહિત હોદ્દેદારો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
છત્તીસગઢમાં થયેલા મહાદેવ બેટિંગ એપ્લીકેશન કૌભાંડ અંગે આજે સુરતમાં પત્રકાર પરિષદને સંબોધી. પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો
છત્તીસગઢમાં થયેલા મહાદેવ બેટિંગ એપ્લીકેશન કૌભાંડ અંગે આજે સુરતમાં પત્રકાર પરિષદને સંબોધી. પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો.
જ્યારે ચૂંટણી લડવા માટે UAEથી આવતા પૈસાનો ઉપયોગ કરી ચૂંટણી જીતવાનો પ્રયાસ થતો હોય ત્યારે સ્વાભાવિકપણે ખોટું થવાની શક્યતા હોય છે અને નાગરિકોનો વિશ્વાસ ઉઠી જતો હોય છે. આટલી મોટી રકમ જ્યારે મહાદેવ એપ દ્વારા આપવામાં આવે છે અને સ્વીકારવામાં પણ આવે છે એ વાત જ બતાવે છે કે ખૂબ મોટું કૌભાંડ આકાર લઇ રહ્યું છે અને એમાં કોંગ્રેસ અને કોંગ્રેસનાં નેતાઓ પણ સામેલ છે.
‘રન ફોર યુનિટી’ને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ફ્લેગ ઓફ આપ્યું.
આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘રન ફોર યુનિટી’ને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ફ્લેગ ઓફ આપ્યું.
4.2 કિલોમીટર દોડમાં લગભગ 7,000થી વધુ નાગરિકો જોડાયા.
સરદાર વલ્લભભાઇ પટેલનાં આદર્શો અને વિચારોને જીવનમાં ઉતારવાનો ઉત્તમ માર્ગ “એકતા” છે !!!
‘રન ફોર યુનિટી’ને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ફ્લેગ ઓફ આપ્યું.
આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘રન ફોર યુનિટી’ને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ફ્લેગ ઓફ આપ્યું.
4.2 કિલોમીટર દોડમાં લગભગ 7,000થી વધુ નાગરિકો જોડાયા.
સરદાર વલ્લભભાઇ પટેલનાં આદર્શો અને વિચારોને જીવનમાં ઉતારવાનો ઉત્તમ માર્ગ “એકતા” છે !!!
આજે ઓલપાડની 24 તાલુકા પંચાયતનાં શક્તિ કેન્દ્ર પર લાભાર્થીઓ, કાર્યકર્તાશ્રીઓ, મતદાતાશ્રીઓ, ગંગા સ્વરૂપ બહેનો સાથે સંવાદ સાધ્યો, વિવિધ વિષયો પર વર્ચ્યુઅલ ચર્ચા કરી
આજે ઓલપાડની 24 તાલુકા પંચાયતનાં શક્તિ કેન્દ્ર પર લાભાર્થીઓ, કાર્યકર્તાશ્રીઓ, મતદાતાશ્રીઓ, ગંગા સ્વરૂપ બહેનો સાથે સંવાદ સાધ્યો, વિવિધ વિષયો પર વર્ચ્યુઅલ ચર્ચા કરી. આ સાથે વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યું.
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, રાજ્ય સરકારના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી સંદિપભાઇ દેસાઇ, સુરત જીલ્લા પ્રમુખ શ્રી ભરતભાઇ રાઠોડ ઉપસ્થિત રહ્યા
સુરત જિલ્લાના માંગરોળ ખાતે APMCના સભ્યોનું વિશેષ કામગીરી બદલ સન્માન કર્યું
સુરત જિલ્લાના માંગરોળ ખાતે APMCના સભ્યોનું વિશેષ કામગીરી બદલ સન્માન કર્યું, સૌની સાથે સંવાદ સાધી અનેરા આનંદની લાગણી અનુભવી. બાઇક રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા સભ્યો, કાર્યકર્તાશ્રીઓ અને નાગરિકોનો જોશ અને અનેરા ઉત્સાહે ઉર્જામય વાતાવરણનું સર્જન કર્યું.
આ સમારોહમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી દેશભરમાં ચાલી રહેલા “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતેથી અમૃત કળશ સાથેનાં 75 ઈ-વ્હીકલનું પ્રસ્થાન કરાવતા હૃદય ભાવવિભોર બન્યું. સમગ્ર ચેતનામાં એક અનોખી ઉર્જા અનુભવાઇ.
દિલ્હીમાં યોજાનારા રાષ્ટ્રીય કાર્યક્રમમાં આ “અમૃત કળશ” અર્પણ કરાશે.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, અભિયાનમાં ઈન્ચાર્જ શ્રી મયંકભાઈ નાયક, વડોદરા મહાનગરના પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ, ગાંધીનગર મહાનગરના પ્રમુખ શ્રી રુચિરભાઈ ભટ્ટ સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
મધ્યમવર્ગનાં નાગરિકોનું પોતાનાં ઘરનું સ્વપ્ન સાકાર થાય એ હેતુથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આજે સુરત મહાનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા 151.89 કરોડનાં ખર્ચે સાકારિત થયેલા આવાસોનું લોકાર્પણ અને કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોનાં વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લાભાર્થીઓને રૂબરૂ મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. લાભાર્થીઓનાં ચહેરા પર છલકાતો આનંદ જોઇ ધન્યતા અનુભવી.
આઝાદીનાં અમૃતમહોત્સવનું સમાપન દેશભક્તિથી થાય એવી ભાવના સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનની પ્રેરણા આપી. આ અભિયાન અંતર્ગત આજે અમદાવાદ રિવરફ્રંટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા ‘અમૃત કળશ મહોત્સવ’માં ઉપસ્થિત રહેવાનું ગૌરવ સાંપડ્યું.
‘મારી માટી, મારો દેશ’ અભિયાન હેતુ કળશ યાત્રા જ્યારે ગામ અને મહોલ્લાઓ વચ્ચેથી પસાર થઇ રહી હતી ત્યારે હૃદય ભાવવિભોર થઇ જાય એવું વાતાવરણ સર્જાયું હતું. સૌ કોઇ મુઠ્ઠીમાં માટી સાથે શહીદોની વંદના કરી રહ્યું હતું. આ દ્રશ્ય સ્મૃતિપટ પરથી ક્યારેય નહીં ભૂંસાશે. આ અભિયાન થકી સમગ્ર દેશવાસીઓમાં દેશભક્તિની ભાવના વધુ પ્રજવલિત થઇ છે.
આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી ગુજરાતવાસીઓ ઉપસ્થિત રહ્યા, એનો મને ખૂબ આનંદ છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દરેક સેક્ટર અને દરેક વર્ગનાં લોકો માટે 180થી વધુ યોજનાઓ બનાવી છે. આ યોજના જન-જન સુધી પહોંચે એ માટે બનાવવામાં આવેલી એપ્લીકેશનને ડાઉનલોડ કરી એનો મોટી સંખ્યામાં લાભ લેવા અપીલ કરી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે 2025 સુધીમાં સમગ્ર દેશમાંથી ટી.બી.નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો છે, આ સંકલ્પને સાકાર કરવા નવસારી જીલ્લાનાં ટી.બીનાં દર્દીઓ સ્વસ્થ થાય એ માટેની સંપૂર્ણ કાળજી લેવા અપીલ કરી.
સુપોષણ અભિયાનમાં 17 જેટલી મોટી દૂધની ડેરીઓ, જેમાં ભાજપનાં આગેવાનો પોતાની સેવા આપી રહ્યા છે એમણે 6 મહિના સુધી વિનામૂલ્યે દૂધ આપી બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા સામાજિક પહેલ કરી છે એમને અભિનંદન પાઠવ્યા.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું વિશ્વનાં સૌથી મોટા હીરા બજારનું સ્વપ્ન સાકાર થઇ
कलशस्य मुखे विष्णु: कण्ठे रुद्र: समाश्रित:।
मूले त्वस्य स्थितो ब्रह्मा मध्ये मातृगणा: स्मृता:।
હીરા ઉદ્યોગ માટે આજનો દિવસ ઐતિહાસિક છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું વિશ્વનાં સૌથી મોટા હીરા બજારનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે. આજે દશેરાનાં પાવન અવસરે હીરા બુર્સની ઓફિસોમાં એકસાથે 1000 કુંભઘડા મૂકી શુભ શરૂઆત કરાઇ.