આજે ગુજરાત સાયન્સ સિટી ખાતે આપણા લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં અધ્યક્ષસ્થાને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી અંતર્ગત ‘સમિટ ઑફ સક્સેસ’ કાર્યક્રમ યોજાયો, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રી શ્રીનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
આપણું ગુજરાત આજે સમગ્ર દેશના વિકાસનું ગ્રોથ એન્જીન છે, જેની પાછળ માનનીય પ્રધાનમંત્રી શ્રીની દિર્ઘદ્રષ્ટિ કારણભૂત છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે સમગ્ર દુનિયાનાં એમણે ગુજરાતનાં આંગણે આવકારી હતી.
આ સમિટમાં ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીશ્રીઓ અને ઉદ્યોગજગતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
નારી શક્તિ વંદન વિધેયકથી દેશભરની બહેનોનાં આત્મવિશ્વાસમાં થયો ઉમેરો….!!
નારી શક્તિ વંદન વિધેયકથી દેશભરની બહેનોનાં આત્મવિશ્વાસમાં થયો ઉમેરો….!!
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વ અને માર્ગદર્શનમાં સંસદનાં બંને ગૃહોમાં નારીશક્તિ વંદન વિધેયક બહુમતી સાથે પસાર થયું. જે આપણાં દેશ માટે અને દેશની સૌ બહેનો માટે ગૌરવપૂર્ણ અને સન્માનપૂર્ણ ઘટના છે. આ વિધેયકની મદદથી દેશની નારી શક્તિનાં સન્માનમાં ઉમેરો થયો છે ત્યારે
આજે અમદાવાદ ખાતે ખૂબ મોટી સંખ્યામાં એકત્રિત થઇ બહેનોએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને અભિનંદન પાઠવી, હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
નારી શક્તિ વંદન વિધેયક એ સ્ત્રી સશક્તિકરણને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વનું કદમ છે. આ વિધેયક નારી શક્તિનો વિજય છે. હવે રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધશે અને એને કારણે દેશમાં મહિલાઓને લગતા મુદ્દાઓ પર મહિલાઓનો અવાજ વધુ સક્ષમ બનશે. મહિલાઓનાં સન્માનને વધુ મજબૂત બનાવવા બદલ હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું છું.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે બોડેલી ખાતે કુલ રૂપિયા 5206 કરોડનાં વિવિધ વિકાસકાર્યોની ભેટ પ્રદાન કરી. આ પ્રસંગનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યાં.
ઊંઝા ખાતે યશસ્વી બૂથ કાર્યકર્તા સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો
ઊંઝા ખાતે યશસ્વી બૂથ કાર્યકર્તા સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો. બુથ કાર્યકર્તાશ્રીઓ માટે સન્માનનો આવો અભૂતપૂર્વ કાર્યક્રમ દેશભરમાં પહેલીવાર યોજાયો, જે માટે ઊંઝાને અભિનંદન પાઠવ્યા.
મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી એમ.એસ.પટેલ, સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, જિલ્લાના પ્રભારી શ્રીમતી વર્ષાબેન દોશી, જિલ્લા પ્રમુખ શ્રી ગીરીશભાઈ રાજગોર સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે વડોદરા ખાતે વડોદરા મહાનગરના કાર્યાલયનો શિલાન્યાસ કરવાનો અવસર સાંપડ્યો.
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે વડોદરા ખાતે વડોદરા મહાનગરના કાર્યાલયનો શિલાન્યાસ કરવાનો અવસર સાંપડ્યો.
પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ, શહેર પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ, મેયર શ્રીમતી પિન્કીબેન સોની સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે આજે સુરત મહાનગર પાલિકા દ્વારા યોજાયેલા જનઆશીર્વાદ સંમેલનમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રી શ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે આજે સુરત મહાનગર પાલિકા દ્વારા યોજાયેલા જનઆશીર્વાદ સંમેલનમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રી શ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને સુરતનાં નાગરિકો સાથે સંવાદ સાધ્યો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી માત્ર ભારતનાં જ નહીં પણ સમગ્ર વિશ્વનાં લોકપ્રિય નેતા છે, એમનાં જન્મ દિવસની ઉજવણી માત્ર ભારતીયો જ નહીં, સમગ્ર વિશ્વમાં થઇ રહી છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રીને આદરપૂર્વક વંદન પાઠવું છું.
પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે’DIGICONNECT કાર્યાલય’ તથા ‘BJP Gujarat Selfie Portal’નું ઉદ્ઘાટન કર્યું.
આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે’DIGICONNECT કાર્યાલય’ તથા ‘BJP Gujarat Selfie Portal’નું ઉદ્ઘાટન કર્યું.
DIGICONNECT કાર્યાલય એ એક અનોખી પહેલ છે, જેની મદદથી વિશેષ કાર્યક્રમો અને માહિતીઓને જીલ્લા-મહાનગરનાં કાર્યોલયો પર લાઇવ બ્રોડકાસ્ટ કરાશે, સેલ્ફી પોર્ટલની મદદથી કાર્યકર્તાઓ પ્રદેશ કે જીલ્લા કાર્યક્રમનું ગ્રાફિક્સ પોતાનાં નામ અને ફોટોગ્રાફ સાથે બનાવી શકશે, આ પહેલથી કાર્યક્રમો અને મહત્વની માહિતી તેમજ સૂચના એક સાથે તમામ જગ્યાએ પહોંચી શકશે.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.
વડોદરાનાં પાદરા ખાતે 146-પાદરા વિધાનસભા જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો
વડોદરાનાં પાદરા ખાતે 146-પાદરા વિધાનસભા જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી દિનુમામા અને એમનાં સમર્થકોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા.
આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુકલ, સાંસદ શ્રી ગીતાબેન રાઠવા, ધારાસભ્યશ્રીઓ શ્રી ચૈતન્યસિંહ ઝાલા, શ્રી શૈલેષભાઈ મહેતા, શ્રી અક્ષયભાઈ પટેલ, શ્રી કેયુરભાઈ રોકડીયા,જિલ્લા પ્રભારી શ્રી રાજેશભાઈ પાઠક, વડોદરા જિલ્લા પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, શહેર પ્રમુખ શ્રી ડૉ. વિજયભાઈ શાહ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, પ્રદેશ સહપ્રવક્તા ડો.ભરતભાઇ ડાંગર સહિત પદાધિકારીઓ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.