Political Initiatives Footer

INITIATIVE - POLITICALS

  • 31 Aug, 2023

    આજે સુરત ખાતેનાં મારા નિવાસ સ્થાને સિવિલ હોસ્પિટલની નર્સ બહેનો સાથે રક્ષાબંધનનું પવિત્ર પર્વ ઉજવ્યું

    આજે સુરત ખાતેનાં મારા નિવાસ સ્થાને સિવિલ હોસ્પિટલની નર્સ બહેનો સાથે રક્ષાબંધનનું પવિત્ર પર્વ ઉજવ્યું. નર્સ બહેનોની સુખાકારી અને સ્વસ્થ સ્વાસ્થ્ય માટે ઇશ્વરને પ્રાર્થના કરી.
    સર્વ બહેનોનાં સ્નેહ માટે એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. સર્વ નર્સ બહેનો ખૂબ સ્નેહ અને કાળજી સાથે દર્દીઓની સેવા કરે છે. એમનાં આ સેવા કાર્યને મનોમન વંદન કર્યા.

    More Details
  • 31 Aug, 2023

    માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરત ખાતે જીલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું.

    આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરત ખાતે જીલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું.
    નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ સરળતાપૂર્વક અને સુવિધાપૂર્ણ રીતે પ્રાપ્ત થાય એ માટે આ અદ્યતન ભવનનું નિર્માણ કરાયું છે.
    આ ભવન પોતાનાં પ્રશ્નોની રજૂઆત લઇને કે સરકારી સેવા કે યોજનાનો લાભ લેવા માટે આવતા નાગરિકોની સુખાકારીમાં ઉમેરો કરશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં ‘ગ્રીન ઇન્ડિયા’નાં સંકલ્પને સાકાર કરવા સુરત જીલ્લા પંચાયતનાં આ ભવનમાં સોલર પેનલ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગની સુવિધાઓ પણ છે.
    દક્ષિણ ગુજરાતમાં સુગર ફેક્ટરી ફરી શરૂ થાય એ માટે રાજ્ય સરકારે 30 કરોડની ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો હતો, જે અંતર્ગત 5 કરોડનો ચેક આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અર્પણ કર્યો-આ બદલ એમનો આભાર વ્યક્ત કરું છું. હવે વ્યારા સુગરમાં પ્લાન્ટનું કામ ખૂબ ઝડપથી શરૂ થશે.
    આ પ્રસંગે રાજ્ય સરકારનાં મંત્રીશ્રીઓ કનુભાઇ દેસાઇ, બચુભાઇ ખાબડ, હર્ષભાઇ સંઘવી, પ્રફૂલભાઇ પાનસેરિયા, કુંવરજીભાઇ હળપતિ, ધારાસભ્યશ્રીઓ ગણપતભાઇ વસાવા, સંદિપભાઇ દેસાઇ, અરવિંદભાઇ રાણા, પ્રવીણભાઇ ઘોઘારી, સુરત જીલ્લા પ્રમુખ શ્રી ભરતભાઇ રાઠોડ, સુમુલ ડેરીનાં ચેરમેન શ્રી માનસિંહભાઇ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 29 Aug, 2023

    ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો. ઓબીસી સમાજને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 27% અનામત આપવાનો ઐતિહાસિક નિર્ણય

    આજે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો. ઓબીસી સમાજને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 27% અનામત આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો, આ નિર્ણય બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી પત્રકાર પરિષદમાં મિડીયાનાં ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો.

    More Details
  • 29 Aug, 2023

    અરવલ્લી જીલ્લાનાં મોડાસા-ધનસુરા અને માલપુરનાં તાલુકા કાર્યાલયનું લોકાર્પણ કરવાનો સુખદ અવસર સાંપડ્યો

    આજે અરવલ્લી જીલ્લાનાં મોડાસા-ધનસુરા અને માલપુરનાં તાલુકા કાર્યાલયનું લોકાર્પણ કરવાનો સુખદ અવસર સાંપડ્યો. આ સુખદ પ્રસંગે ધનસુરા, મોડાસા અને બાયડ કોંગ્રેસનાં કાર્યકર્તાશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા.
    મહાનવિભૂતિઓનાં જીવન-કવનમાંથી નવી પેઢીને પ્રેરણા મળે એ હેતુથી અરવલ્લી જીલ્લામાં કાર્યકર્તાશ્રીઓનાં સહકારથી 12 મહાનવિભૂતિઓની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, સમગ્ર રાજ્યમાં અરવલ્લી જીલ્લો પ્રથમ જીલ્લો છે-જેણે આ પહેલ કરી છે. આ બદલ સર્વ કાર્યકર્તાશ્રીઓને અભિનંદન પાઠવ્યા.
    રાજ્ય સરકારનાં મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ, ધારાસભ્યશ્રીઓ, મંત્રી શ્રી જયશ્રીબેન દેસાઇ, જીલ્લા પ્રભારી શ્રી રાજુભાઇ શુક્લા, જીલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઇ પટેલ, સાબર ડેરીનાં ચેરમેન શ્રી શામળભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 27 Aug, 2023

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો.

    આજે સુરત મહાનગર ખાતે એઇમ્સ હોસ્પિટલની કેથલેબનું ઉદઘાટન કર્યું, હોસ્પિટલનાં ડોક્ટર્સ અને સુરત મહાનગરનાં નાગરિકો સાથે મળીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો. પ્રધાનમંત્રીશ્રીનાં વિચારોમાંથી પ્રેરણા અને માર્ગદર્શન મેળવ્યું.
    આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 26 Aug, 2023

    છોટાઉદેપુર ખાતે જિલ્લા ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો.

    છોટાઉદેપુર ખાતે જિલ્લા ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો. ભારતીય જનતા પાર્ટીનાં મજબૂત સંગઠનનો પાયો ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ છે, ભારતીય જનતા પાર્ટીનાં સેવા એ જ સંસ્કારનાં સંકલ્પને પોતાની કર્મશીલતા વડે કાર્યકર્તાશ્રીઓ સાકાર કરી કહ્યા છે. છોટાઉદેપુરનાં કાર્યકર્તાશ્રીઓને મળીને ખૂબ આનંદ અનુભવાયો.
    આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રભારી શ્રી રમેશભાઈ ઉકાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 25 Aug, 2023

    આજે સુરતનાં ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાં ‘મતદાતા ચેતના અભિયાન’નો પ્રારંભ કરાવ્યો

    આજે સુરતનાં ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાં ‘મતદાતા ચેતના અભિયાન’નો પ્રારંભ કરાવ્યો. નવા મતદારોની નોંધણી કરાવી. આ પ્રસંગે સર્વ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી આ અભિયાન અંગે જરૂરી માર્ગદર્શન પાઠવ્યું.
    હું આ અભિયાનનાં પ્રારંભે સર્વ નાગરિકોને અપીલ કરું છું કે જો આપનું નામ મતદાર યાદીમાં ન હોય તો યાદીમાં નામ ઉમેરાવી આપનાં અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરો.
    વધુ માહિતી માટે આ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો 👇
    +91 91367 29006
    +91 91523 24354

    More Details
  • 22 Aug, 2023

    શંખનાદ “વિજય”નો… શંખનાદ “ભરોસા”નો… શંખનાદ “વિશ્વાસ”નો…

    શંખનાદ “વિજય”નો…
    શંખનાદ “ભરોસા”નો…
    શંખનાદ “વિશ્વાસ”નો…
    આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે આઈ.ટી. સોશિયલ મીડિયાના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અમિત માલવીયાજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલી આઈ.ટી. અને સોશિયલ મીડિયા વિભાગની વિશેષ બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન પાઠવ્યું.
    પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રજનીભાઈ પટેલ, અભિયાનના પ્રભારી શ્રી ઉજ્જવલ પારેખજી, શ્રી શશી કુમારજી, પ્રદેશ આઈ.ટી. અને સોશિયલ મીડિયાના કો-ઓર્ડીનેટર શ્રી પંકજભાઈ શુક્લા, અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ અને સોશિયલ મીડિયાના પ્રદેશ કન્વીનર શ્રી મનનભાઈ દાણી, આઈ.ટી.ના પ્રદેશ કન્વીનર શ્રી નિખિલભાઈ પટેલ સહિત ઝોન ઇન્ચાર્જ-સહ ઇન્ચાર્જ, પ્રદેશ કારોબારી સભ્યો અને જિલ્લા હોદેદારો ઉપસ્થિત રહ્યાં

    More Details
  • 22 Aug, 2023

    પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે યોજાયેલી મિડીયા વિભાગની બેઠક સંબોધી

    પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે યોજાયેલી મિડીયા વિભાગની બેઠક સંબોધી. મિડીયાની કામગીરીને વધુ મજબૂત બનાવવા જરૂરી સૂચનો આપી માર્ગદર્શન પાઠવ્યું.
    પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં
    પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ સહિત મીડિયા વિભાગના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 22 Aug, 2023

    રક્ષા બંધનનાં પાવન પર્વ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની રક્ષા કાજે અને એમનાં 73મા જન્મ દિવસ નિમિત્તે ગુજરાતની હજ્જારો બહેનો દ્વારા 73,000થી વધુ રાખડીઓ તૈયાર કરાઇ

    રક્ષા બંધનનાં પાવન પર્વ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની રક્ષા કાજે અને એમનાં 73મા જન્મ દિવસ નિમિત્તે ગુજરાતની હજ્જારો બહેનો દ્વારા 73,000થી વધુ રાખડીઓ તૈયાર કરાઇ.
    આ રાખડીઓ માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અર્પણ કરવા આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલા વિશેશ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલા મોરચાની બહેનોને અભિનંદન પાઠવ્યા. એમની રાખડીઓનાં પવિત્ર બંધનનો સહૃદય સ્વીકાર કરી ઇશ્વરને એમની સુખાકારી માટે પ્રાર્થના કરી.
    આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રીમતી દીપિકાબેન સરડવા, મહિલા મોરચાનાં મંત્રી શ્રીમતી શ્રદ્ધાબેન ઝા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 20 Aug, 2023

    આજે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 551 દીકરીઓના ખાતા ખોલી 500 રૂપિયાનું પહેલું યોગદાન, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના 505 લાભાર્થીને લોન મંજૂર કરી.

    આદરણીય પ્રધનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં લોકહિતાર્થે શરૂ થયેલ યોજનાઓ જન જન સુધી પંહોચે અને લાભ મેળવે અને આત્મનિર્ભર બને એમાં સૌના સાથની જરૂર છે એક સપ્તાહ પહેલા નવસારી જિલ્લાની મુલાકાત સમયે જે ચર્ચા થઈ અને એના ભાગરૂપે આજે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 551 દીકરીઓના ખાતા ખોલી 500 રૂપિયાનું પહેલું યોગદાન, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના 505 લાભાર્થીને લોન મંજૂર કરી અને ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 885 જેટલાં લાભાર્થીઓને દાતાશ્રી દ્વારા અપાતી કીટનું વિતરણ….
    આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત જિલ્લાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 19 Aug, 2023

    રક્તદાન એ મહાદાન છે, રક્દાન એ જીવતદાન છે

    રક્તદાન એ મહાદાન છે,
    રક્દાન એ જીવતદાન છે
    આજે કેશોદ ખાતે યુવા ભાજપ મિત્ર મંડળ દ્વારા યોજાયેલા મહારક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પમાં ઉપસ્થિત રહી મહાદાન કરનાર સર્વ દાતાઓને રૂબરૂ મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ સાથે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું.
    રક્તતુલા બદલ સર્વ યુવા ભાજપ મિત્ર મંડળનાં સભ્યશ્રીઓનો પણ આભાર માનું છું. યુવા ભાજપ મિત્ર મંડળનાં સર્વ સભ્યશ્રીઓ ભારતીય જનતા પાર્ટીનાં ”સેવા એ જ સંસ્કાર”નાં સંકલ્પને સાથે લઇને જનસેવા કરી રહ્યા છે, સર્વને અભિનંદન પાઠવું છું.

    More Details
1 44 45 46 47 48 68