Political Initiatives Footer

INITIATIVE - POLITICALS

  • 30 Nov, 2023

    વિકાસપથ પર અગ્રેસર ભારત એ જ સંકલ્પ….

    વિકાસપથ પર અગ્રેસર ભારત એ જ સંકલ્પ….
    દેશભરનાં છેવાડાનાં નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે એ હેતુથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશભરમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાવ્યો, આ યાત્રા અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણ યોજનાઓની માહિતીસભર રથનું લિંબાયત વિધાનસભાનાં વોર્ડ નંબર 19માં આવેલા ભાઠેના કમ્યુનિટી હોલ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું.
    કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને રૂબરૂ મળી ખૂબ આનંદની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રીનાં “આત્મનિર્ભર” ભારતનાં સ્વપ્નને સાકાર કરવા આહવાન કર્યું.
    આ પ્રસંગે ધારાસભ્ય શ્રી સંગીતાબેન પાટીલ, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રભાઇ પાટીલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજનભાઇ પટેલ, શાસક પક્ષ નેતા શ્રીમતી શશિબેન ત્રિપાઠી, મ્યુનિસિપલ કમિસનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 26 Nov, 2023

    “કાર્યકર્તાશ્રીઓ ભારતીય જનતા પાર્ટીની અમૂલ્ય મૂડી છે!”

    “કાર્યકર્તાશ્રીઓ ભારતીય જનતા પાર્ટીની અમૂલ્ય મૂડી છે!”
    આજે વરસતા વરસાદ વચ્ચે પણ સુરત મહાનગર લિંબાયત વિધાનસભામાં યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં ખૂબ મોટી સંખ્યામાં પધારેલા કાર્યકર્તાશ્રીઓને વંદન પાઠવું છું. સર્વ કાર્યકર્તાશ્રીઓને રૂબરૂ મળીને ખૂબ આનંદની લાગણી અનુભવી.
    ધારાસભ્ય શ્રી Sangita Patil જી, શ્રી Sandip Desai જી, મેયર શ્રી Daxesh Mavani જી, શહેર પ્રમુખ શ્રી Niranjan Zanzmera જી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી Rajan B Patel જી, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી Paresh Patel જી સહિત પદાધિકારીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 26 Nov, 2023

    આજે રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે નવસારી ખાતે યોજાયેલા ‘સંવિધાન દિવસ પરિસંવાદ’ માં ઉપસ્થિત રહી બાબા સાહેબ આંબેડકરજીનું પુણ્ય સ્મરણ કર્યું.

    આજે રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે નવસારી ખાતે યોજાયેલા ‘સંવિધાન દિવસ પરિસંવાદ’ માં ઉપસ્થિત રહી બાબા સાહેબ આંબેડકરજીનું પુણ્ય સ્મરણ કર્યું.
    આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત હોદ્દેદારો, પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 26 Nov, 2023

    “ભારતનાં સર્વાંગી વિકાસની વાત એટલે #ManKiBaat”

    “ભારતનાં સર્વાંગી વિકાસની વાત એટલે #ManKiBaat🎙️🇮🇳
    આજે નવસારી ખાતે કાર્યકર્તાશ્રીઓ સાથે મળીને માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો. ભારતની સાંસ્કૃતિક, વૈચારિક, શૈક્ષણિક વાતો અને ધરોહરોને માનનીય પ્રધાનમંત્રી શ્રી મન કી બાતમાં રજૂ કરે છે.
    આજે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ સમગ્ર દેશવાસીઓ સાથે તમિલનાડુનાં લોગાનાથનજીની સેવાની સફર, ઝારખંડનાં છઉ પર્વ, ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ માટે જાગૃત થયેલા યુવા વર્ગ, ડિજીટલ પેમેન્ટનાં વપરાશકર્તાઓનાં દરમાં થયેલા વધારોની વાતો શેર કરી. એમની વાતોમાંથી સેવા, કર્તવ્યપરાયણતા વિશે પ્રેરણા અને માર્ગદર્શન મેળવ્યું.

    More Details
  • 26 Nov, 2023

    નવસારી જીલ્લા ખાતે નવસારી જીલ્લા ટ્રાફિક ભવનને લોકાર્પિત કરતા આનંદની લાગણી અનુભવી.

    આજે નવસારી જીલ્લા ખાતે નવસારી જીલ્લા ટ્રાફિક ભવનને લોકાર્પિત કરતા આનંદની લાગણી અનુભવી. નવસારીનાં ટી.આર.બી જવાનોને હેલ્મેટ વિતરિત કરી. નવસારી જીલ્લા પોલીસ નાગરિકોની સુખાકારી માટે સતત ખડેપગે રહે છે એ બદલ એમને અભિનંદન પાઠવ્યા.
    પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની, જીલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

    More Details
  • 25 Nov, 2023

    નવું વર્ષ, નવી ઉર્જા…

    નવું વર્ષ, નવી ઉર્જા…
    આજે સુરત મહાનગર ખાતે ચોર્યાસી વિધાનસભાનાં નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા કાર્યકર્તાશ્રીઓને મળી અનેરી ઉર્જા અનુભવી. કાર્યકર્તાશ્રીઓને ગુજરાતમાં ફરી એક વખત 26માંથી 26 લોકસભાની સીટ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબને સમર્પિત કરવા આહવાન કર્યું.
    પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, આ અભિયાન અંતર્ગત સુરત સૌથી સ્વચ્છ શહેર બને અને સ્વચ્છતામાં સમગ્ર દેશમાં દ્વિતિય ક્રમેથી પ્રથમ ક્રમાંકે આવે એવા સંકલ્પની અપીલ કરી. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યાક્ષ શ્રી Janak Patel Bagdanawala જી, રાજ્યકક્ષાનાં મંત્રી શ્રી Mukesh Z Patel જી, ધારાસભ્ય શ્રી Sandip Desai જી, શ્રીમતી Sangita Patil જી, સુરત શહેર પ્રમુખ શ્રી Niranjan Zanzmera જી, મેયર શ્રી Daxesh Mavani જી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 24 Nov, 2023

    નવા વર્ષમાં સ્નેહ મિલનનાં કાર્યક્રમમાં કાર્યકર્તાઓને મળું છું ત્યારે એમનો ઉત્સાહ જોઇ મને ખૂબ આનંદ થાય છે,

    નવા વર્ષમાં સ્નેહ મિલનનાં કાર્યક્રમમાં કાર્યકર્તાઓને મળું છું ત્યારે એમનો ઉત્સાહ જોઇ મને ખૂબ આનંદ થાય છે, મારામાં નવી ઉર્જાનો સંચાર થાય છે. આજે સુરત મહાનગર ખાતે ઉધના વિધાનસભાનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓને બુથને વધુ મજબૂત કરવા આહવાન કર્યું.
    આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ, સામાજિક આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં

    More Details
  • 23 Nov, 2023

    📍લુણાવાડા ખાતે પંચમહાલ લોકસભાનાં નૂતનવર્ષ સ્નેહસંમેલનમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાશ્રીઓને મળી ખૂબ આનંદ થયો.

    📍લુણાવાડા ખાતે પંચમહાલ લોકસભાનાં નૂતનવર્ષ સ્નેહસંમેલનમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાશ્રીઓને મળી ખૂબ આનંદ થયો.
    🔼આપણે જ્યારે નવા વર્ષનો નવો સંકલ્પ કરીએ છીએ ત્યારે એ સંકલ્પને પૂર્ણ કરવાની તાકાત આપમેળે જ આવી જતી હોય છે. આ નવા વર્ષનો સંકલ્પ 26માંથી 26 લોકસભા 5 લાખથી વધુ મતોથી જીતવાનો સંકલ્પ છે અને સૌ કાર્યકર્તાઓ આ સંકલ્પને વધાવી લેશે એવો મને વિશ્વાસ છે. આ સંકલ્પને પૂર્ણ કરવા સૌને સાથે મળી પરિશ્રમ કરવા આહવાન કર્યું.
    આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, જિલ્લા પ્રમુખ શ્રી દશરથભાઈ બારીયા, જિલ્લા પ્રભારી શ્રી કનુભાઈ પટેલ સહિત ધારાસભ્યશ્રીઓ, આગેવાનો, પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 23 Nov, 2023

    દાહોદનાં ગરબાડા વિધાનસભાનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી

    આજે દાહોદનાં ગરબાડા વિધાનસભાનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી. કાર્યકર્તાઓનાં અપ્રતિમ સ્નેહ બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો. નવા વર્ષમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ 26 બેઠકો પર પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવા આહવાન કર્યું.
    આ સમારોહમાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, રાજ્યકક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, પ્રદેશ મંત્રી શ્રીમતી કૈલાશબેન પરમાર, જિલ્લા પ્રભારી શ્રી સતીષભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી શંકરભાઈ અમલિયાર સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 21 Nov, 2023

    ભારતીય જનતા યુવા મોરચાની ‘પ્રદેશ કારોબારી બેઠક’ તેમજ ‘મંડલ સશક્તિકરણ કાર્યશાળા’માં હાજરી આપી,

    આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ભારતીય જનતા યુવા મોરચાની ‘પ્રદેશ કારોબારી બેઠક’ તેમજ ‘મંડલ સશક્તિકરણ કાર્યશાળા’માં હાજરી આપી, સૌને માર્ગદર્શન પાઠવ્યું.
    પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા, યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી અર્પિતાજી બાડજેના, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ સહિત હોદ્દેદારો અને મોરચાના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 09 Nov, 2023

    દિવાળીનાં પાવન અવસરે સુરતવાસીઓને મળ્યો એક નવો ફ્લાય ઓવર બ્રીજ !!

    દિવાળીનાં પાવન અવસરે સુરતવાસીઓને મળ્યો એક નવો ફ્લાય ઓવર બ્રીજ !!
    આજે સુરત ખાતે ખરવરનગર જંક્શનથી પરવત પાટીયા તરફ જતા BRTS રૂટ પર ભાઠેના જંકશન પર નવનિર્મિત ફલાય ઓવરબ્રિજનું લોકાર્પણ કરતા ખૂબ આનંદની લાગની અનુભવી. સુરત શહેર બ્રીજનગરી તરીકે પણ ઓળખાય છે. આ ફ્લાય ઓવરને કારણે ખરવરનગરથી પરવત પાટીયા તરફ જવાનાં રસ્તે ટ્રાફિકની સમસ્યા હળવી થશે.
    આ પ્રસંગે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 08 Nov, 2023

    સૌથી વધુ મતોથી નવસારીની બેઠક જીતવામાં જે બુથ કાર્યકરોએ મહત્વનો ફાળો આપ્યો એ સૌને આજે નવસારીનાં બી.આર.ફાર્મ ખાતે મળીને ધન્યતા અનુભવી.

    સૌથી વધુ મતોથી નવસારીની બેઠક જીતવામાં જે બુથ કાર્યકરોએ મહત્વનો ફાળો આપ્યો એ સૌને આજે નવસારીનાં બી.આર.ફાર્મ ખાતે મળીને ધન્યતા અનુભવી. નવસારીનાં બુથ કાર્યકરોએ દેશભરમાં નવસારી જીલ્લાનું નામ ખૂબ મજબૂત કર્યું છે. સૌ બુથ કાર્યકરોને દિવાળીની શુભકામનાઓ પાઠવી, એમનાં પરિવાર પર
    મા રિદ્ધિ-સિદ્ધિની કૃપા સદાય રહે એવી પ્રાર્થના કરી.
    નવસારી જીલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઇ શાહનાં કાર્યકાળને ત્રણ વર્ષ પૂર્ણ થતા એમનાં કાર્યકાળ દરમિયાન થયેલા સંગઠનનાં વિવિધ કાર્યો અંગેનું પુસ્તક વિમોચિત કર્યું. ભૂરાભાઇને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.

    More Details
1 40 41 42 43 44 68