Political Initiatives Footer

INITIATIVE - POLITICALS

  • 16 Dec, 2023

    આજે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની મુલાકાત લેતા ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી તેમજ અનેરો રોમાંચ અનુભવાયો.

    આજે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની મુલાકાત લેતા ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી તેમજ અનેરો રોમાંચ અનુભવાયો.
    સુરત એરપોર્ટ પર જ્યારે માંડ એક ફ્લાઇટ આવતી હતી એ સમયે એરપોર્ટનાં વિકાસ અને એરકનેક્ટિવિટી મુદ્દે ખૂબ રજૂઆતો કરી હતી. સુરત એરપોર્ટનો વિકાસ અને એર કનેક્ટિવિટી એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું પણ સપનું હતું અને એટલે જ માનનીય મોદી સાહેબ જેવા પ્રધાનમંત્રી બન્યા ત્યારથી સુરત એરપોર્ટનાં વિકાસની સાચા અર્થમાં શરૂઆત થઇ.
    આજે આપણાં સુરતનાં એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળી ચૂક્યો છે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં પાવન હસ્તે આવતીકાલે નવું ટર્મિનલ બિલ્ડીંગ ઉદ્ઘાટિત થવાનું છે ત્યારે આજે એરપોર્ટની મુલાકાત લઇ જરૂરી સૂચનો અને માર્ગદર્શન પાઠવ્યા.

    More Details
  • 16 Dec, 2023

    દેશનાં સૌ નાગરિકોની સુખાકારી એ આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો સંકલ્પ છે

    દેશનાં સૌ નાગરિકોની સુખાકારી એ આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો સંકલ્પ છે અને એટલે જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ લાભવંતી યોજનાઓ જન-જન સુધી પહોંચાડી ભારતનાં વિકાસને વધુ મજબૂત, વધુ ઝડપી બનાવવાની યાત્રા એટલે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” !
    આજે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે સુરતનાં ચોક બજાર કિલ્લા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લાભાર્થીઓને રૂબરૂ મળી પરમ ધન્યતા અનુભવી.
    માનનીય પ્રધાનમંત્રી શ્રી એ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો અને વિવિધ યોજનાઓનો લાભ લેવા આહવાન કર્યું. સૌ લાભાર્થીઓનાં ચહેરા પર “મોદીજીની ગેરંટી”નો વિશ્વાસ છલકાતો હતો.

    More Details
  • 15 Dec, 2023

    આપણું સુરત, સ્વચ્છ સુરત, પ્રધાનમંત્રીશ્રીને આવકારવા આતુર સુરત !!!

    આપણું સુરત, સ્વચ્છ સુરત, પ્રધાનમંત્રીશ્રીને આવકારવા આતુર સુરત !!!
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ 17મી ડિસેમ્બરે સુરતની ધરતી પર પધારી રહ્યા છે ત્યારે આજે સ્વચ્છતાનાં સંદેશ સાથે યોજાયેલા “માનવ સાંકળ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો. આપણાં લોકલાડીલા પ્રધાનમંત્રી બાળકો અને યુવાનોમાં પણ ખૂબ પ્રિય છે, પ્રધાનમંત્રીશ્રીને આવકારવાની આતુરતા બાળકો અને યુવાનોનાં ચહેરા પર પણ છલકાઇ રહી હતી.
    આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 12 Dec, 2023

    માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પેજ સમિતિના સોફ્ટવેર અંગે યોજાયેલી કાર્યશાળામાં માર્ગદર્શન પાઠવ્યું.

    આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પેજ સમિતિના સોફ્ટવેર અંગે યોજાયેલી કાર્યશાળામાં માર્ગદર્શન પાઠવ્યું.
    વિધાનસભાની ચૂંટણીમાં ભવ્યાતિભવ્ય વિજયને એક વર્ષ પૂર્ણ થયું, આ વિજય પાછળ પેજ સમિતિનો પણ મહત્વપૂર્ણ ફાળો હતો, આ અંગે સૌને શુભેચ્છાઓ પાઠવી.
    આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા સહિત પ્રદેશ હોદ્દેદારો, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, જિલ્લા/મહાનગર પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ તેમજ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 10 Dec, 2023

    સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી”

    સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી”
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “સ્વચ્છ ભારત” સંકલ્પને સાકાર કરવા સાંસદ દિશા દર્શન અંતર્ગત “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” અભિયાનનો શુભારંભ કરાયો, આજે ચીખલી ખાતે આ અભિયાનને લીલી ઝંડી બતાવી ચીખલીનાં સૌ નગરજનોને “ગંદકી કરીશું નહીં અને કરવા દેશું નહીં” નો સંકલ્પ ગ્રહણ કરાવ્યો.
    જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી ઓ શ્રી નરેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 10 Dec, 2023

    સુરત મહાનગર પાલિકા દ્વારા આયોજિત પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધી યોજનાનાં લાભાર્થીઓ આત્મનિર્ભર ફેરીયાઓના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો

    સુરત મહાનગર પાલિકા દ્વારા આયોજિત પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધી યોજનાનાં લાભાર્થીઓ આત્મનિર્ભર ફેરીયાઓના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. ઉપસ્થિત રહેલા ફેરિયાશ્રીઓ અને એમનાં પરિવારજનો સાથે સંવાદ સાધી અનેરી ઉર્જાની પ્રાપ્તિ કરી. ફેરિયાઓ આપણાં રોજબરોજની જીંદગીને વધુ સરળ અને સુચારુ બનાવે છે. સૌને વંદન પાઠવ્યા.
    રાજ્ય સરકારના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, પ્રમુખશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી,ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રભાઈ પાટીલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શ્રી શશીબેન ત્રિપાઠી, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ તેમજ મહામંત્રીશ્રીઓ સહીત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    More Details
  • 09 Dec, 2023

    “વિકસિત ભારત એ જ સંકલ્પ”

    “વિકસિત ભારત એ જ સંકલ્પ”
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે સુરત જીલ્લાનાં પૂણા વિસ્તારમાં યોજાયેલી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”માં ઉપસ્થિત રહી સર્વ લાભાર્થીઓને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા.
    આ કાર્યક્રમમા રાજ્ય સરકારના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સુરત શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની, શાસક પક્ષના નેતા શ્રી શશીબેન ત્રિપાઠી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ તેમજ મહામંત્રીશ્રીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 03 Dec, 2023

    ઓલપાડ વિધાનસભાનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી.

    📍ઓલપાડ વિધાનસભા
    ઓલપાડ વિધાનસભાનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી. આવનારી લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠક પાંચ લાખની લીડ સાથે જીતવાનું આહવાન કર્યું.
    આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, જીલ્લા પ્રમુખ શ્રી ભરતભાઇ રાઠોડ, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રી સંદિપભાઇ દેસાઇ, મેયર શ્રી દક્ષેશભાઇ માવાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજનભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 03 Dec, 2023

    કાર્યકર્તાશ્રીઓનાં ઉત્સાહ, ઉર્જા, ઉમંગને વંદન 🙏

    કાર્યકર્તાશ્રીઓનાં ઉત્સાહ, ઉર્જા, ઉમંગને વંદન 🙏
    સુરત ખાતે ૧૬૫ – મજુરા વિધાનસભા મતવિસ્તાર અંતર્ગત આજે નૂતનવર્ષ સ્નેહ મિલન સમારંભમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી. નવું વર્ષ એમનાં જીવનમાં સુખાકારી, સમૃદ્ધિ લઇને આવે અને જનસેવા, રાષ્ટ્રસેવાની કર્તવ્યનિષ્ઠા વધુ મજબૂત બનતી રહે એવી પ્રાર્થના કરી.
    ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, સુરત શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 03 Dec, 2023

    “સ્વચ્છતા એ જ સંકલ્પ”

    “સ્વચ્છતા એ જ સંકલ્પ”
    આજે સાંસદ દિશા દર્શન અંતર્ગત નવસારી જીલ્લા ખાતે “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” અભિયાનનો શુભારંભ કરાવતા અત્યંત આનંદની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “સ્વચ્છ ભારત”નાં સંકલ્પને સાકાર કરવા સૌને આહવાન કર્યું.
    રાજ્ય સરકારના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ,નવસારી જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની,ધારાસભ્યશ્રીઓ શ્રી રાકેશભાઈ દેસાઈ, શ્રી નરેશભાઈ પટેલ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 03 Dec, 2023

    નવસારી લોકસભા મતવિસ્તારની ત્રણ વિધાનસભાઓના સંયુક્ત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌને શુભેચ્છાઓ પાઠવી.

    આજે નવસારી લોકસભા મતવિસ્તારની ત્રણ વિધાનસભાઓના સંયુક્ત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌને શુભેચ્છાઓ પાઠવી. સર્વ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી.
    આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી આર. સી.પટેલ, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ સહિત હોદ્દેદારો, સામાજિક આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 02 Dec, 2023

    કાર્યકર્તાઓ હંમેશા કમળ ખીલાવે છે….

    કાર્યકર્તાઓ હંમેશા કમળ ખીલાવે છે….
    આજે સુરત પૂર્વ વિધાનસભાના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા કાર્યકર્તાશ્રીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. કાર્યકર્તાશ્રીઓની કર્તવ્યનિષ્ઠાને વંદન !!!
    આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા.

    More Details
1 39 40 41 42 43 68