Political Initiatives Footer

INITIATIVE - POLITICALS

  • 20 Jan, 2024

    જય શ્રી રામ….

    આ છે રામભક્તિ…..
    જય શ્રી રામ….
    આજે માંગરોળ ખાતે ‘માતા શબરી યાત્રા’નું પ્રસ્થાન કરાવતા ખૂબ જ ધન્યતાની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સૌને સાથે રાખી રામ મંદિરનું સ્વપ્ન સાકાર કર્યું, સમગ્ર દેશવતી એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. આ યાત્રામાં ઉપસ્થિત હજારો રામ ભક્તોની ભક્તિને સાદર વંદન પાઠવ્યા.
    આ પ્રસંગે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 18 Jan, 2024

    આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા મહિલા મોરચા દ્વારા આયોજીત શક્તિવંદન મહિલા સ્વયં સહાયતા સમૂહ અને એન.જી.ઓ સંપર્ક અભિયાનની પ્રદેશ કાર્યશાળા

    આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા મહિલા મોરચા દ્વારા આયોજીત શક્તિવંદન મહિલા સ્વયં સહાયતા સમૂહ અને એન.જી.ઓ સંપર્ક અભિયાનની પ્રદેશ કાર્યશાળામાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન અને સૂચનો પાઠવ્યા.

    More Details
  • 16 Jan, 2024

    આગામી કાર્યક્રમો અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ કિસાન મોરચાની બેઠક યોજી

    આગામી કાર્યક્રમો અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ કિસાન મોરચાની બેઠક યોજી, જરૂરી સૂચના અને માર્ગદર્શન પાઠવ્યા.
    પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઈ કવાડીયા, કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ સહિત મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 15 Jan, 2024

    લોકસભા ચૂંટણી 2024નાં પ્રચાર અંતર્ગત માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ દિલ્હી ખાતેથી “ભીંત ચિત્રણ કાર્યક્રમ”નો શુભારંભ કરાવ્યો

    લોકસભા ચૂંટણી 2024નાં પ્રચાર અંતર્ગત માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ દિલ્હી ખાતેથી “ભીંત ચિત્રણ કાર્યક્રમ”નો શુભારંભ કરાવ્યો એ બાદ આજે સુરત ખાતેથી “ફિર એકબાર મોદી સરકાર”સૂત્ર લખી સમગ્ર ગુજરાત વ્યાપી “ભીંત ચિત્રણ અભિયાન”નો શુભારંભ કરાવ્યો.
    રામ મંદિર હોય, ત્રિપલ તલાક હોય કે 370ની કલમ હોય-વીતેલા વર્ષોમાં મોદી સરકારે જેટલા પણ વચનો આપ્યા છે એ પરિપૂર્ણ કર્યા છે. મોદીજીની ગેરંટી પર જનતાને પૂર્ણ ભરોસો છે.
    મોદીજીની ગેરંટી પર મ્હોર મારી આપણાં દેશનાં નાગરિકો આગામી લોકસભાનાં ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક વિજય અપાવશે જ એવો મને વિશ્વાસ છે.

    More Details
  • 12 Jan, 2024

    આજે સુરત શહેર મહિલા મોરચા દ્વારા “નમો યુવતી વોકેથોન 2024” યોજાઇ, આ પ્રસંગે ઉપસ્થિત રહી સૌનાં ઉત્સાહને વધાવ્યો.

    આજે સુરત શહેર મહિલા મોરચા દ્વારા “નમો યુવતી વોકેથોન 2024” યોજાઇ, આ પ્રસંગે ઉપસ્થિત રહી સૌનાં ઉત્સાહને વધાવ્યો.

    More Details
  • 11 Jan, 2024

    સામાજિક ન્યાય અને અધિકારીતા સંબંધી સંસદીય સ્થાયી સમિતિએ આજે સુરત ખાતે મારા કાર્યાલયની મુલાકાત લીધી. સમિતિ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.

    સામાજિક ન્યાય અને અધિકારીતા સંબંધી સંસદીય સ્થાયી સમિતિએ આજે સુરત ખાતે મારા કાર્યાલયની મુલાકાત લીધી. સમિતિ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.

    More Details
  • 29 Dec, 2023

    લોકસભા ચૂંટણીની તૈયારીઓનાં ભાગરૂપે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને રાષ્ટ્રીય મહામંત્રી શ્રી અરૂણસિંહજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી પ્રદેશ બેઠકને સંબોધી,

    લોકસભા ચૂંટણીની તૈયારીઓનાં ભાગરૂપે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને રાષ્ટ્રીય મહામંત્રી શ્રી અરૂણસિંહજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી પ્રદેશ બેઠકને સંબોધી, ઉપસ્થિત કાર્યકર્તાશ્રીઓને જરૂરી માર્ગદર્શન પાઠવ્યું.
    આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રજનીભાઈ પટેલ સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ અને જિલ્લા પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યાં

    More Details
  • 24 Dec, 2023

    75 દીકરીઓનાં કન્યાદાન પ્રસંગે ઉપસ્થિત રહી પરમ ધન્યતા અનુભવી,

    આજે પી.પી.સવાણી ગૃપ દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર તમામ જ્ઞાતિની 75 દીકરીઓનાં કન્યાદાન પ્રસંગે ઉપસ્થિત રહી પરમ ધન્યતા અનુભવી, દિકરીઓનાં કન્યદાન પ્રસંગથી ભાવવિભોર થઇ જવાયું. નવ દંપતિઓને સુખી, સમૃદ્ધ દામ્પત્યજીવનનાં આશીર્વાદ પાઠવ્યા.

    More Details
  • 24 Dec, 2023

    સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી !!

    સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી !!
    આજે નવસારી જીલ્લાનાં બીલીમોરા ખાતે સાંસદ દિશા દર્શન અંતર્ગત “સ્વચ્છ નવસારી જવાબદારી અમારી” સફાઇ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. સમગ્ર નવસારી જીલ્લાએ સ્વચ્છતાની મુહિમ જે જોષ અને ઉત્સાહ સાથે ઉપાડી છે એ ખૂબ આનંદ અને ગર્વની વાત છે. નવસારી જીલ્લાનાં નાગરિકો, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા.
    રાજ્ય સરકારના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રીઓ શ્રી નરેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    More Details
  • 24 Dec, 2023

    વિકાસની તેજ રફ્તાર એ જ મોદી ગેરંટી !!

    વિકાસની તેજ રફ્તાર એ જ મોદી ગેરંટી !!
    નવસારી જીલ્લાનાં બિલીમોરા રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે ઓવરબ્રીજ અને પાર્ટી પ્લોટને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. રેલ્વે ઓવરબ્રીજ અને પાર્ટી પ્લોટને કારણે બિલીમોરાનાં નગરજનોની સુખાકારી અને સુવિધામાં ઉમેરો થયો છે.
    રાજ્ય સરકારના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રીઓ શ્રીનરેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, કલેકટરશ્રી સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 17 Dec, 2023

    આજે સુરત માટે ધન્ય ઘડી,

    આજે સુરત માટે ધન્ય ઘડી,
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે હીરા નગરી સુરતને મોટી ભેટ આપી…. 💎
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં પાવન હસ્તે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થયું એ ધન્ય પળનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું.

    More Details
  • 17 Dec, 2023

    હવે સુરતની ઉડાન બનશે વધુ ઝડપી ✈️

    હવે સુરતની ઉડાન બનશે વધુ ઝડપી ✈️
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સુરતને આપી અમૂલ્ય ભેટ….
    જેમનાં હૃદયમાં સુરત વસેલું છે એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વરદ હસ્તે આજે પુન:નિર્મિત સુરત એરપોર્ટનું ઉદઘાટન સંપન્ન થયું. આ ઐતિહાસિક પળે ઉપસ્થિત રહેવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું.
    સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો પ્રાપ્ત થયો અને આજે નવા ટર્મિનલ બિલ્ડીંગનાં લોકાર્પણ બાદ ફરી એકવાર સુરતનાં વિકાસની કાયાપલટ થશે.
    વિકાસપથ પર સુરતની ગતિને બમણી કરી આપનાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો સમગ્ર સુરત અને દક્ષિણ ગુજરાતનાં નાગરિકો વતી હું વંદન સહ આભાર વ્યક્ત કરું છું. 🙏
    માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
1 38 39 40 41 42 68