Political Initiatives Footer

INITIATIVE - POLITICALS

  • 27 Jan, 2024

    આજે કર્ણાવતી મહાનગરની બૃહદ બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પાઠવ્યું.

    આજે કર્ણાવતી મહાનગરની બૃહદ બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પાઠવ્યું.
    પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, આરોગ્ય મંત્રી તથા પ્રભારી શ્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રદેશ સહ કોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, મહાનગરના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સહિત હોદ્દેદારો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 26 Jan, 2024

    મા ભારતીની આઝાદી કાજે બલિદાન આપનાર સર્વ વીર શહીદોનું પુણ્ય સ્મરણ કરી રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી પાઠવી ત્યારે આંખો ભીની થઇ ગઇ.

    મા ભારતીની આઝાદી કાજે બલિદાન આપનાર સર્વ વીર શહીદોનું પુણ્ય સ્મરણ કરી રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી પાઠવી ત્યારે આંખો ભીની થઇ ગઇ. આજે આપણાં આઝાદ ભારતનો 75મો પ્રજાસત્તાક દિવસ છે ત્યારે ખૂબ આનંદ અને ધન્યતાની લાગણી અનુભવું છું. અધિકાર જ નહીં, કર્તવ્યને પણ ધ્યાનમાં રાખી ભારતનાં નાગરિકો, યુવાનો વિકસિત ભારતનાં નિર્માણમાં પોતાનું મૂલ્યવાન યોગદાન આપી રહ્યા છે.
    પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મિડીયાનાં ભાઇ-બહેનો સાથે સંવાદ સાધી શુભેચ્છાઓ પાઠવી.
    જય હિંદ 🇮🇳

    More Details
  • 25 Jan, 2024

    નવમતદાતા સંમેલન”

    આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ચ્યુઅલ માધ્યમથી “નવમતદાતા સંમેલન”માં દેશભરનાં યુવા મતદારોને સંબોધિત કર્યા ત્યારે વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં ઉપસ્થિત 11 હજારથી વધુ નવમતદારોને રૂબરૂ મળી અનેરી ઉર્જા અનુભવી.
    આ યુવાનો હવે પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરી દેશનાં ઘડતરમાં, વિકસિત ભારતનાં સંકલ્પમાં પોતાનો અમૂલ્ય ફાળો આપવાનાં છે એ બદલ એમને શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા.
    આ નવયુવાનો સાથે સાધેલા સંવાદનાં કેટલાક અંશ….
    ▶️ મતદાનનો અધિકાર દેશનાં ઘડતર માટે છે, મતદાનનો અધિકાર દેશનાં વિકાસ, ભવિષ્ય અને સુરક્ષા નક્કી કરવા માટે છે.
    ▶️ મને વિશ્વાસ છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આ દેશનો યુવાન ડિગ્રી લઇને બહાર નીકળે ત્યારે એને નિરાશ નહીં થવું પડે.
    ▶️ આપણાં દેશનાં પ્રધાનમંત્રી યુવાનોની સદાય પડખે રહે છે, યુવાનોને ભવિષ્યનું ઘડતર કરવા લોન મળી રહે એ માટે પ્રધાનમંત્રી શ્રી ગેરેંટર બન્યા છે. યુવાનો પર આવો વિશ્વાસ દુનિયાનાં બીજા કોઇ દેશનાં પ્રધાનમંત્રીએ મૂક્યો નથી.
    ▶️ પ્રધાનમંત્રી શ્રીએ દેશની દિકરીઓને આર્થિક રીતે સશક્ત કરવાનું કામ પણ કર્યું છે.
    ▶️ આવતીકાલનું ભારત સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરશે અને સાથે મળીને કઇ રીતે કાર્ય પાર પાડી શકાય એનું ઉજ્જવળ ઉદાહરણ પૂરું પાડશે

    More Details
  • 24 Jan, 2024

    આગામી લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે યોજાયેલી ‘પ્રદેશ બેઠક’ને સંબોધિત કરી.

    આગામી લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે યોજાયેલી ‘પ્રદેશ બેઠક’ને સંબોધિત કરી.
    આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, જિલ્લાના હોદ્દેદારશ્રીઓ, સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 23 Jan, 2024

    આજે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે મેડિકલ સેલ દ્વારા યોજાયેલી “ડોક્ટર્સ મીટ”માં ઉપસ્થિત રહી સર્વ ડોક્ટર્સને રૂબરૂ મળી અનેરા અનંદની લાગણી અનુભવી.

    આજે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે મેડિકલ સેલ દ્વારા યોજાયેલી “ડોક્ટર્સ મીટ”માં ઉપસ્થિત રહી સર્વ ડોક્ટર્સને રૂબરૂ મળી અનેરા અનંદની લાગણી અનુભવી.
    ડોકટર્સ ઇશ્વરનું બીજું સ્વરૂપ મનાય છે, પોલીસ અને શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપીને અનોખો રેકોર્ડ સર્જવા બદલ અને ડો.ધર્મેન્દ્ર ગજ્જર અને ડોક્ટરોની ટીમને અભિનંદન પાઠવ્યા.
    ડોક્ટર સેલમા ટીમે કુપોષિત બાળકોને સુપોષિત કરવામાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે, સર્વ ડોક્ટરોને વંદન પાઠવ્યા 🙏

    More Details
  • 23 Jan, 2024

    ફરી એકવાર મોદી સરકાર વારંવાર મોદી સરકાર જીતનું એક જ નામ મોદી સરકાર

    ફરી એકવાર મોદી સરકાર
    વારંવાર મોદી સરકાર
    જીતનું એક જ નામ મોદી સરકાર
    આજે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગતપ્રકાશ નડ્ડાજીનાં વરદ હસ્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ગાંધીનગર લોકસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય સહિત ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન સંપન્ન થયું.
    એકસાથે 26 લોકસભા કાર્યાલયનું ઉદઘાટન કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે, લોકસભામાં 26માંથી 26 સીટનાં ભવ્યાતિભવ્ય વિજય માટે કાર્યકર્તાશ્રીઓને આહવાન કર્યું.

    More Details
  • 23 Jan, 2024

    तापी तापी महा तापी, तापी पाप निवारणी, अषाढी जन्म शताब्दी, सूर्य पुत्री नमस्तुभ्यं।।

    तापी तापी महा तापी, तापी पाप निवारणी,
    अषाढी जन्म शताब्दी, सूर्य पुत्री नमस्तुभ्यं।।
    પ્રભુ શ્રી રામ નિજમંદિરે બિરાજીત થયા એ ઉત્સવને વધાવવા સુરતનાં સાકેત અને પ્રતિભા ફાઉડેશન દ્રારા મા તાપીને રામાયણનાં વિવિધ પ્રસંગો પ્રિન્ટ કરાયેલી 108 મીટર લાંબી સાડી અર્પણ કરાઇ. આ પ્રસંગે 108 ઋષિકુમારો દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં દિર્ઘાયુ માટે પ્રાર્થના કરાઇ. આ પ્રસંગે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી.

    More Details
  • 21 Jan, 2024

    राम रामेति रामेति, रमे रामे मनोरमे । सहस्रनाम तत्तुल्यं, रामनाम वरानने ॥

    राम रामेति रामेति, रमे रामे मनोरमे ।
    सहस्रनाम तत्तुल्यं, रामनाम वरानने ॥
    સુરત ખાતે સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા આયોજીત યોજાયેલી પ્રભુ શ્રી રામની ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં ઉપસ્થિત રહી પ્રભુ શ્રી રામને મનોમન હજારો વંદન પાઠવ્યા.
    આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં રામભક્તો ઉપસ્થિત રહ્યા, સૌની રામભક્તિને પ્રણામ 🙏

    More Details
  • 21 Jan, 2024

    સર્વ નાગરિકોને તીર્થ સ્થાન અને મંદિરોની સ્વચ્છતા જાળવવા અપીલ કરી.

    આવતીકાલનો દિવસ ઐતિહાસિક છે, પ્રભુ શ્રી રામ તંબુમાંથી મહેલસમા મંદિરમાં બિરાજીત થઇ રહ્યા છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં મંદિર અને તીર્થ સ્થાનોની સફાઇનાં આહવાનને શિરે ચઢાવી આજે ઉધના ખાતે આવેલા લક્ષ્મી નારાયણ મંદિરની સ્વચ્છતામાં શ્રમદાન આપી પરમ સંતોષ અનુભવ્યો.
    સર્વ નાગરિકોને તીર્થ સ્થાન અને મંદિરોની સ્વચ્છતા જાળવવા અપીલ કરી.

    More Details
  • 21 Jan, 2024

    સ્વચ્છતામાં છે હરિનો વાસ….

    સ્વચ્છતામાં છે હરિનો વાસ….
    આવતીકાલે પ્રભુ શ્રી રામ નિજ મંદિરે બિરાજવાનાં છે, આ ઐતિહાસિક પળોની વધામણી માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સ્વચ્છ તીર્થ અભિયાન અંતર્ગત તીર્થ સ્થળો અને મંદિરોની સ્વચ્છતામાં શ્રમદાન કરવા આહવાન કર્યું છે.
    આજે નવસારી ખાતે સરસ્વતી મંદિરની સાફસફાઇમાં શ્રમદાન કરતા ખૂબ સંતોષની લાગણી અનુભવી.

    More Details
  • 21 Jan, 2024

    વિકાસનાં પથ પર અગ્રેસર નવસારી…..

    આજે નવસારી વિજલપોર નગરપાલિકા ખાતે વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા અત્યંત હર્ષની લાગણી અનુભવી. વિવિધ વિકાસકાર્યો થકી નવસારીનાં નગરજનોની સુખાકારીમાં ઉમેરો થશે.
    જય શ્રી રામ 🙏

    More Details
  • 21 Jan, 2024

    રામભક્તોની અપાર ભક્તિ, અપાર ઉત્સાહ જોઇ ખુબ આનંદ અનુભવ્યો.

    જય શ્રી રામ…..
    આજે લિંબાયત વિધાનસભા વોર્ડ નં 27ની સાંઇ દર્શન સોસાયટી ખાતે શ્રી પરમેશ્વર રાજપૂતજી અને એમની કમિટી દ્વારા શ્રી રામજન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલી ભવ્ય દિવ્ય કળશ યાત્રાનાં પ્રારંભે ઉપસ્થિત રહી પ્રભુ શ્રી રામનું પુણ્ય સ્મરણ કર્યું. રામભક્તોની અપાર ભક્તિ, અપાર ઉત્સાહ જોઇ ખુબ આનંદ અનુભવ્યો.

    More Details
1 37 38 39 40 41 68