Political Initiatives Footer

INITIATIVE - POLITICALS

  • 15 Feb, 2024

    આજે ભારતીય જનતા પાર્ટીનાં માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી, શ્રી ગોવિંદભાઇ ધોળકિયા, શ્રી મયંકભાઇ નાયક અને ડૉ. જશવંતસિંહ પરમારજીએ આગામી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપાના ઉમેદવાર તરીકે નામાંકનપત્ર ભર્યું, એ સમયે ઉપસ્થિત રહી સૌને ભવ્યાતિભવ્ય વિજયની શુભકામનાઓ પાઠવી.

    More Details
  • 14 Feb, 2024

    લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી શિવપ્રકાશજીની અધ્યક્ષતામાં લોકસભા અને વિધાનસભાના વિસ્તારકોની બેઠક સંબોધી.

    લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી શિવપ્રકાશજીની અધ્યક્ષતામાં લોકસભા અને વિધાનસભાના વિસ્તારકોની બેઠક સંબોધી.
    આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા સહિત પ્રદેશ હોદ્દેદારો અને વિસ્તારકો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 14 Feb, 2024

    માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ રાજ્યસભાની ચૂંટણીનાં નામાંકન પૂર્વે અમદાવાદ એરપોર્ટ ખાતે યોજાયેલી ભવ્ય સભા સંબોધી.

    માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ રાજ્યસભાની ચૂંટણીનાં નામાંકન પૂર્વે અમદાવાદ એરપોર્ટ ખાતે યોજાયેલી ભવ્ય સભા સંબોધી.
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં NDAને 400 થી વધુ અને ભાજપાને 370થી વધુ બેઠકો સાથે જીતાડવા આહવાન કર્યું, માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષનાં સંબોધનથી ઉપસ્થિત સર્વ કાર્યકર્તાશ્રીઓએ નવો જોશ, નવો ઉમંગ અને નવી ઉર્જા અનુભવી. સૌએ શ્રી જે.પી.નડ્ડાજીનાં આહવાનને વધાવી લીધું.
    માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટીનાં આધારસ્તંભ સમા કાર્યકર્તાશ્રીઓને રૂબરૂ મળી આનંદ અને ધન્યતા અનુભવી. કાર્યકર્તાશ્રીઓનાં ઉત્સાહને વધાવ્યો.
    માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી અને રાજ્યસભાની ચૂંટણીનાં ગુજરાતનાં સર્વ ઉમેદવારશ્રીઓને ભવ્યાતિભવ્ય વિજયની શુભેચ્છાઓ પાઠવી.

    More Details
  • 11 Feb, 2024

    સુરત મહાનગર ઉધના ખાતે મોદી સમર્થક મહિલા મંડળ અને યુથ ફોર ગુજરાત દ્વારા યોજાયેલા હલદી કંકુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બહેનોનાં અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરી.

    સુરત મહાનગર ઉધના ખાતે મોદી સમર્થક મહિલા મંડળ અને યુથ ફોર ગુજરાત દ્વારા યોજાયેલા હલદી કંકુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બહેનોનાં અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરી.
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ આ દેશની માતાઓ, બહેનો, દિકરીઓની સતત કાળજી કરે છે, મહિલાઓનાં ઉજ્જવળ અને સલામત ભવિષ્ય માટે મોદી સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.
    “નારી શક્તિ” પાસે સ્નેહ અને કરૂણાની સંવેદનાસભર શક્તિ છે. ખૂબ મોટી સંખ્યામાં પધારેલી નારી શક્તિને વંદન પાઠવ્યા.

    More Details
  • 11 Feb, 2024

    ચીખલી ખાતે મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા આયોજીત હળદી કંકુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો.

    ચીખલી ખાતે મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા આયોજીત હળદી કંકુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો.
    બહેનોને સીધો લાભ થાય એવી યોજના આજ સુધી કોઇએ બનાવી નથી, પણ મોદી સરકારે બહેનોનાં વર્તમાનની તો કાળજી લીધી જ પણ બહેનોનાં ભવિષ્યને પણ સુરક્ષિત કર્યું છે.
    આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી “નારી શક્તિ”ને વંદન પાઠવ્યા.

    More Details
  • 10 Feb, 2024

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ચ્યુઅલ માધ્યમથી 1,31,454 આવાસોનું ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું અને 10 લાખથી વધુ લાભાર્થીઓ સાથે સંવાદ સાંધ્યો.

    ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે,
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ચ્યુઅલ માધ્યમથી 1,31,454 આવાસોનું ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું અને 10 લાખથી વધુ લાભાર્થીઓ સાથે સંવાદ સાંધ્યો.
    આજે ગુજરાતમાં દિવાળી જેવો અવસર છે, લોકોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. પોતાનું ઘર શાંતિ, સલામતી અને સુખાકારી લઇને આવે છે અને માનનીય પ્રધાનમંત્રી શ્રીએ નાગરિકોને આપેલી પોતાનાં ઘરની ગેરંટી સાચી પડી છે.
    આજે બજેટ સત્ર ચાલતું હોવાથી ગુજરાતનાં નાગરિકોનાં આનંદમાં સહભાગી થવા રૂબરૂ ઉપસ્થિત ના રહી શકાયું, પણ દિલ્હી ખાતે સાથી સાંસદ મિત્રો સાથે કાર્યક્રમને લાઇવ નિહાળી નાગરિકોનાં ચહેરા પરનો આનંદ જોઇ પરમ ધન્યતાની લાગણી અનુભવી.

    More Details
  • 09 Feb, 2024

    આજે દિલ્હી ખાતે કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી Nirmala Sitharaman જી સાથે MSME 43 (B) એક્ટનાં નિયમ અંગે મુલાકાત લીધી.

    આજે દિલ્હી ખાતે કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી Nirmala Sitharaman જી સાથે MSME 43 (B) એક્ટનાં નિયમ અંગે મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન સુરત કોર્પોરેટર શ્રી દિનેશભાઇ રાજપુરોહિત, ફોસ્ટાનાં પ્રતિનિધિશ્રીઓ, એસ.જી.ટી.ટી.એ સંગઠન સભ્યશ્રીઓ, અમદાવાદ મસ્કતિ મહાજન સંગઠનનાં સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
    MSME 43 (B) એક્ટનાં નિયમ વ્યાપારીઓનાં હિતમાં છે, આ નિયમો લાગુ કરવાની સરળતા અંગે રજૂઆત કરી.
    માનનીય કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ આ મુદ્દાઓને ધ્યાન પર લઇ વ્યાપારીઓનાં હિતમાં શક્ય એવા પ્રયાસો કરવાની ખાતરી આપી.

    More Details
  • 30 Jan, 2024

    દી ઊગે ને દાન દીયે ને તબકે ઘીની ધાર સૌ મેમાનને સરખા ગણે ઇ છે આહીરનાં એંધાણ

    દી ઊગે ને દાન દીયે ને તબકે ઘીની ધાર
    સૌ મેમાનને સરખા ગણે ઇ છે આહીરનાં એંધાણ
    આજે સુરત મહાનગર ખાતે શુભેચ્છા સમારંભમાં આહીર સમાજનાં આગેવાનો સાથે રૂબરૂ થઇ આનંદની લાગણી અનુભવી. આહીર સમાજનું હૃદય ખૂબ વિશાળ હોય છે અને સેવાની ધૂણી સદાય ધખેલી જ રાખે છે. એમનાં સેવાકીય કાર્યો અને દાતારી સ્વભાવને મનોમન વંદન કર્યા.

    More Details
  • 29 Jan, 2024

    હલદી કુમકુમ કાર્યક્રમ

    લિંબાયત વિધાનસભામાં લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા નીલગીરી મેદાનમાં યોજાયેલા હલદી કુમકુમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. ઉપસ્થિત સૌ બહેનોને હૃદયપૂર્વક શુભચ્છાઓ પાઠવી અને એમનાં અખંડ સૌભાગ્ય માટે પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરી. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી બહેનોએ વાતાવરણને ‘શક્તિમય’ બનાવી દીધું.
    આ કાર્યક્રમમાં લિંબાયત વિધાનસભાનાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રી મનુભાઇ પટેલ, પ્રદેશમંત્રી શ્રીમતી શીતલબેન સોની, સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, નવસારી જીલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઇ શાહ, યુથ ફોર ગુજરાતનાં પ્રમુખ શ્રી જીજ્ઞેશભાઇ પાટીલ, હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
    ———————-
    આ કાર્યક્રમમાં આપેલા વક્તવ્યનાં અંશ
    ✴️માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ હંમેશા નારી શક્તિનો ઉલ્લેખ કરતા આવ્યા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે બહેનોને એમનો અધિકાર મળી રહે એ માટે એમણે ખૂબ કાર્ય કર્યું.
    ✴️ તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકામાં પચાસ ટકા બહેનોને ટિકિટ આપી-અને બહેનો કોર્પોરેટર બની શકી, એમને એમનો અધિકાર મળ્યો-આ મોદી સાહેબની દેન છે.
    ✴️ બહેનોનાં નામ પર દસ્તાવેજ કરવામાં આવે તો રજીસ્ટર કરાવવાની ફી ઓછી કરી, એને કારણે બહેનોની આર્થિક સુરક્ષિતતા વધી-આ પણ મોદી સાહેબની જ દેન છે.
    ✴️ ગુજરાત એક એવું રાજ્ય છે, જ્યાં બહેનો સુરક્ષિત છે. આ સુરક્ષિતતા એ મોદી સાહેબની દેન છે.
    ✴️ મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા એ પછી એમણે આખા દેશની બહેનોની કાળજી લીધી. હવે સમગ્ર દેશની બહેનોને વિશ્વાસ છે કે મોદી છે તો આપણે સુરક્ષિત છીએ.

    More Details
  • 28 Jan, 2024

    ફરી એકવાર મોદી સરકાર વારંવાર મોદી સરકાર !!!

    ફરી એકવાર મોદી સરકાર
    વારંવાર મોદી સરકાર !!!
    આજે સુરત ખાતે લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર અંતર્ગત ભીંત ચિત્રણ કર્યું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગેરંટી પર સમગ્ર દેશને વિશ્વાસ છે. લોકસભા 2024ની ચૂંટણીમાં આખો દેશ વિકાસની આ મોદી ગેરંટી પર જ મ્હોર મારશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.

    More Details
  • 28 Jan, 2024

    આજે સુરત ખાતેનાં મારા કાર્યાલય ખાતે સનાતન ધર્મનાં સૌ સાધુ-સંતોએ પધરામણી કરી આશીર્વાદ પાઠવ્યા. આ ધન્ય અવસરે સાધુ-સંતશ્રીઓનું પૂજન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. સૌ સાધુ-સંતશ્રીઓને કોટિ કોટિ વંદન પાઠવ્યા 🙏

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મન કી બાત” જીવનપથની દિવાદાંડી સમાન છે. આજે સુરત ખાતે સૌ સાથે “મન કી બાત”નું શ્રવણ કર્યું.

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મન કી બાત” જીવનપથની દિવાદાંડી સમાન છે. આજે સુરત ખાતે સૌ સાથે “મન કી બાત”નું શ્રવણ કર્યું.
    માનનીય પ્રધાનમંત્રી શ્રીએ પદ્મશ્રી પુરસ્કર્તાઓ વિશે વાત કરી, એમની વાત સાંભળી રાષ્ટ્રસેવાની ભાવના વધુ પ્રબળ બની. અંગદાનની જાગૃતિ માટે દેશભરમાં અનેક સંસ્થાઓ કાર્યરત છે. સુરત અને નવસારીમાં અંગદાનની જાગૃતિ વધે એ માટેનો સંકલ્પ વધુ મજબૂત બન્યો. જેમણે અંગદાન થકી અનેક લોકોને જીવતદાન પાઠવ્યું છે એ સૌને મનોમન વંદન કર્યા. પ્રધાનમંત્રી શ્રીએ 26મી જાન્યુઆરીની પરેડમાં Women Power ની વાત કરી, આપણાં દેશની મહિલાઓ વધુ સશક્ત વધુ મજબૂત બની રહી છે. મન ગૌરવાન્વિત થયું.
    “મન કી બાત” જીવનનાં કર્તવ્યપથને વધુ સહેલો બનાવે છે, માનનીય પ્રધાનમંત્રી શ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

    More Details
1 36 37 38 39 40 68