આજે સુરત મહાનગર ખાતે 25 નવસારી લોકસભામાં સમાવિષ્ટ થતા ચોર્યાસી, મજૂરા અને ઉધના મત વિસ્તારનાં કાર્યકર્તા સ્નેહ મિલન સમારંભમાં સૌ કાર્યકર્તાશ્રીઓને સંબોધિત કરી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. આગામી લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તૈયાર છે, સૌને પૂરા જોશ, ઉમંગ અને ઉર્જા સાથે લોકસભા ચૂંટણીનાં આયોજનમાં જોડાઇ જવા આહવાન કર્યું.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની મોદી ગેરંટી પર સૌને વિશ્વાસ છે, અત્યાર સુધી એમણે જે પણ વચનો આપ્યા-સૌ વચનોને પૂર્ણ કર્યા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં ‘અબ કી બાર ૪૦૦ પાર’ નો સંકલ્પ તો સાકાર થશે જ પણ ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર પાંચ લાખથી વધુની લીડ સાથે જીતશે-જેનો મને પૂર્ણ વિશ્વાસ છે !!
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મોદી ગેરંટી” પર આપણાં દેશનાં કરોડો નાગરિકોને તો વિશ્વાસ છે
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મોદી ગેરંટી” પર આપણાં દેશનાં કરોડો નાગરિકોને તો વિશ્વાસ છે જ છે, પણ અન્ય પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ પણ “મોદી ગેરંટી”માં વિશ્વાસ ધરાવે છે અને એટલે જ રાષ્ટ્રસેવાનાં સંકલ્પ સાથે એ સૌ ભાજપામાં જ જોડાય છે!!
આજે સુરતનાં ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસ અને આપનાં હોદ્દેદારશ્રીઓ, પૂર્વ હોદ્દેદારશ્રીઓ, પૂર્વ કોર્પોરેટરશ્રીઓ અને એમનાં સમર્થકો સહિત 1000 કાર્યકર્તાશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા.
અમદાવાદ ખાતે યોજાયેલી મિડીયા મીટમાં ઉપસ્થિત રહી ગુજરાતનાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મિડીયાનાં માલિકો, તંત્રીશ્રીઓ, ચેનલ હેડ્સ સાથે વિવિધ વિષયો પર સંવાદ સાધ્યો
સમાજને સશક્ત બનાવવામાં, જાગૃત બનાવવામાં અખબારો અને ઇલેક્ટ્રિક મિડીયાનો પણ ખૂબ મોટો ફાળો છે. આજે અમદાવાદ ખાતે યોજાયેલી મિડીયા મીટમાં ઉપસ્થિત રહી ગુજરાતનાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મિડીયાનાં માલિકો, તંત્રીશ્રીઓ, ચેનલ હેડ્સ સાથે વિવિધ વિષયો પર સંવાદ સાધ્યો. સૌને મળી ખૂબ આનંદ અનુભવાયો.
રાત દિવસ જોયા વિના ખડેપગે કાર્ય કરતા સૌ પત્રકાર મિત્રોને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા.
આ દેશનાં સૌથી મોટા ઇન્ફ્લુઅન્સર આપણાં લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ છે, કારણ કે એમનાં કાર્યો, એમનાં વિચારો દેશનાં યુવાનોને પ્રેરિત કરે છે !
આ દેશનાં સૌથી મોટા ઇન્ફ્લુઅન્સર આપણાં લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ છે, કારણ કે એમનાં કાર્યો, એમનાં વિચારો દેશનાં યુવાનોને પ્રેરિત કરે છે !
આજે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ‘સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ મીટ’માં ઉપસ્થિત રહી ગુજરાતભરમાંથી પધારેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો. સૌને મળી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. આ સૌ એવા ઇન્ફ્લુઅન્સર્સ છે જે આપણાં સમાજને વધુ સશક્ત, વધુ મજબૂત બનાવવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. સૌને અભિનંદન પાઠવ્યા.
આજનો દિવસ માત્ર રાજકોટ અને ગુજરાત માટે જ નહીં પણ સમગ્ર દેશ માટે ઐતિહાસિક દિવસ છે.
આજનો દિવસ માત્ર રાજકોટ અને ગુજરાત માટે જ નહીં પણ સમગ્ર દેશ માટે ઐતિહાસિક દિવસ છે.
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે રાજકોટ સહિત સમગ્ર દેશને 48,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોની ભેટ આપી, દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાનું હેલ્થ સેક્ટર કેવું હોઇ શકે, વિકસિત ભારતમાં સુવિધા અને સુખાકારીનું સ્તર કેવું હોવું જોઇએ, તેની એક ઝલક આજે રાજકોટે સમગ્ર દેશને આપી છે.
આજે રાજકોટ ખાતેથી પ્રધાનમંત્રી શ્રીએ રાજકોટ સહિત પાંચ એઇમ્સ દેશને અર્પણ કરી.
ન્યુ મુન્દ્રા પાણીપત પાઇપલાઇન પ્રોજ્ક્ટ મારફતે હવે ગુજરાતથી કાચ્ચું તેલ સીધું હરિયાણાની રિફાઇનરી સુધી પાઇપથી પહોંચી શકશે.
આજે રાજકોટ સહિત આખા સૌરાષ્ટ્રને રોડ, બ્રિજ, રેલ લાઇન, વિજળી, સ્વાસ્થ્ય અને શિક્ષા સહિત અનેક સુવિધા પ્રાપ્ત થઇ.
ગુજરાતની વિકાસ રફ્તારને બમણી કરી નાગરિકોની સુખાકારીમાં સતત ઉમેરો કરી આપવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું છું.
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દ્વારકા ખાતે સુદર્શન સેતુ સહિત ₹4100 કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી ગુજરાતનાં વિકાસની ઝડપને વધારી આપી. આ અવસરે ઉપસ્થિત રહેવાનું પરમ સૌભાગ્ય સાંપડ્યું.
આપણાં લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં ગુજરાતનાં વિકાસની ગતિ હરણફાળ ભરી રહી છે. આ વિકાસકાર્યો થકી નાગરિકોની સુખાકારીમાં ઉમેરો થશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મોદી ગેરંટી” ગુજરાત માટે આશીર્વાદ સમી પુરવાર થઇ રહી છે !
મોદી ગેરંટી ફળી અને દક્ષિણ ગુજરાતને મળી 44 હજાર કરોડથી વધુ વિકાસકાર્યોની ભેટ…
આજે નવસારીનાં વાસી બોરસી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે રેલ્વે, રસ્તા, ટેક્સટાઇલ, ઇન્ટરનેટ, કનેક્ટિવિટી, પ્રવાસન સહિત કુલ રૂપિયા 44 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દક્ષિણ ગુજરાતની વિકાસ ગતિને અનેકગણી વધારી આપી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતને આપેલું વચન પાળ્યું. વાસી બોરસી ખાતે પી.એમ.મિત્રા પાર્કનાં કાર્યોનો શુભારંભ કરાવ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે એમણે પાંચ એફની વ્યાખ્યા આપેલી-ફાર્મ, ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેક્ટરી, ફેક્ટરી ટુ ફેશન અને ફેશન ટુ ફોરન…આ બધું એક જ જગ્યાએ સાકાર થશે. દેશનો આ પ્રકારનો પ્રથમ ટેક્ષટાઇલ પાર્ક છે, જેને કારણે ગુજરાતમાં લાખો રોજગારીનું નિર્માણ થશે.
આ સાથે પ્રધાનમંત્રી શ્રીએ તાપી રિવર બેરેજનો પણ શિલાન્યાસ કર્યો, જેને કારણે પાણીની સમસ્યા હવે વધુ સરળ બનશે. તાપીનાં કાકરાપાર પરમાણુ ઉર્જા પ્લાન્ટમાં મેડ ઇન ઇન્ડિયાની ટેકનોલોજીથી તૈયાર કરાયેલા 2 નવા રિએક્ટર પણ રાષ્ટ્રને સમર્પિત કરાયા.
આ વિકાસકાર્યોની ભેટ બદલ સમગ્ર દક્ષિણ ગુજરાતનાં નાગરિકો વતી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર માનું છું.
મને વિશ્વાસ છે કે-આ વિકાસકાર્યોની મદદથી ગુજરાત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને વધારે મજબૂત બનાવવામાં પોતાનો અમૂલ્ય ફાળો પ્રદાન કરશે.
રેલ, રોડ, જળ, ટેકનોલોજી, રાષ્ટ્રીય સુરક્ષા, પ્રવાસન અને શહેરી વિકાસ સહિતનાં આ વિકાસકાર્યો થકી વિકસિત ભારતનાં સંકલ્પમાં ગુજરાત પોતાનું અનેરૂં યોગદાન આપી શકશે. વિકસિત ભારતનાં સંકલ્પને વધુ વેગ મળશે.
માનનીય પ્રધાનમંત્રીશ્રીનાં સ્વાગત માટે ખૂબ મોટી સંખ્યામાં બાળકો, યુવાનો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા, માનનીય પ્રધાનમંત્રી શ્રીએ સૌને સંબોધતા કહ્યું કે-દુનિયાભરમાં સ્વાગત થાય અને પોતાનાં ઘરે સ્વાગત થાય એનો આનંદ જુદો જ હોય છે !!
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, મંત્રીશ્રીઓ અને તરભ ધામનાં મહંત શ્રી જયરામગીરી બાપુ ઉપસ્થિત રહ્યા.
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન- GCMMF (અમૂલ)ની સુવર્ણ જયંતીની ઉજવણી સમારોહમાં હાજરી આપી પરમ ધન્યતા અને સૌભાગ્યનો અનુભવ કર્યો.
આપણાં લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગરિમામય ઉપસ્થિતિ વચ્ચે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન- GCMMF (અમૂલ)ની સુવર્ણ જયંતીની ઉજવણી સમારોહમાં હાજરી આપી પરમ ધન્યતા અને સૌભાગ્યનો અનુભવ કર્યો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે
અમૂલ ડેરી, સાબર ડેરી, સરહદ ડેરી, દૂધધારા ડેરી અને ગોપાલ ડેરીના વિવિધ પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન કર્યું,
આ વિશેષ કાર્યક્રમ વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયો હતો, જ્યાં ખૂબ મોટી સંખ્યામાં અન્નદાતાશ્રીઓ, દૂધ ઉત્પાદક શ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા.
આજે નવી દિલ્હીનાં ભારત મંડપમ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીની શુભ ઉપસ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય પદાધિકારી બેઠકનો પ્રારંભ થયો.
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહજીની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં ભાગ લઇ માર્ગદર્શન પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું.
અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર લોકાર્પિત થયું ત્યારથી દેશભરમાંથી ભક્તો ભગવાન રામ લલ્લાનાં દર્શને જઇ રહ્યા છે, આજે રામ ભક્તોને લઇ વલસાડથી આસ્થા ટ્રેન અયોધ્યા જવા રવાના થઇ ત્યારે નવસારી સ્ટેશને ટ્રેનને લીલી ઝંડી બતાવી અને ભક્તોની મુલાકાત લીધી. જય શ્રી રામનાં નારા સાથે પ્લેટફોર્મ ગૂંજી ઉઠ્યું, ભગવાન શ્રી રામનાં જયઘોષ સાથે વાતાવરણ રામમય બની ગયું, અપાર ઉર્જા અનુભવી.