દુનિયામાં કોઇપણ રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી એ એમનાં દેશનાં યુવાનો પર એટલો વિશ્વાસ નથી કર્યો જેટલો મોદી સાહેબે આપણાં દેશનાં યુવાનો પર કર્યો છે. આજે વડોદરા ખાતે વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા યોજાયેલા પક્ષ જોડો અને કોફી કુપન કાર્યક્રમમાં યુવાનો સાથે સંવાદ સાધવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો.

લોકસભા ચૂંટણીમાં દેશનાં યુવાનોનો બહુ મોટો રોલ છે. યુવાનો લોકસભા ચૂંટણીમાં ફક્ત મતદાન પૂરતું નહીં પણ ચૂંટણીમાં પણ સક્રિયતા દાખવે એ ખૂબ જરૂરી છે.
આજનાં યુવાનો કારકિર્દી માટે તો ખરા જ, રાષ્ટ્રસેવા માટે પણ ગંભીર છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને દેશનાં ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબનું માર્ગદર્શન મળે ત્યારે ગુજરાત અને દેશનાં વિકાસ માટેની તક ઝડપી લેવી જોઇએ.
યુવાનોએ એમનાં મિત્રો, સ્વજનો કે કોઇપણ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં નોંધાયું ન હોય તો એમને નોંધણી કરાવવા જાગૃત કરવા જોઇએ.
સેવા એ જ સંકલ્પ સાથે આજે વડોદરા ખાતે જીલ્લા ભાજપ કાર્યાલય “વંદે કમલમ” અને ખેતી બેંકની વડોદરા શાખાનું ઉદઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો.
સેવા એ જ સંકલ્પ સાથે આજે વડોદરા ખાતે જીલ્લા ભાજપ કાર્યાલય “વંદે કમલમ” અને ખેતી બેંકની વડોદરા શાખાનું ઉદઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો.
ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓને જ્યારે પણ મળું છું ત્યારે રાષ્ટ્રસેવા, જનસેવા માટેનો એમનો ઉત્સાહ, જોશ જોઇ મારી અંદર પણ નવી ઉર્જાનો સંચાર થાય છે. આજે વડોદરા ખાતે કાર્યકર્તાશ્રીઓને આવનારી લોકસભા ચૂંટણીમાં નવો ઇતિહાસ રચવા આહવાન કર્યું.
ગુજરાત મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ છે અને ગુજરાત મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ પણ છે !! આજે દાંડીકૂચ દિવસનાં પુણ્ય અવસરે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ‘આશ્રમભૂમિ વંદના’ કાર્યક્રમમાં મહાત્મા ગાંધી આશ્રમના પુન:નિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો.
સાબરમતી આશ્રમનાં પાયામાં ગાંધીજીનાં અગિયાર વ્રતો રહેલા છે, સત્ય અને અહિંસાનાં મૂળ સાચવીને બેઠેલા સાબરમતી આશ્રમની ભૂમિકા ભારતની સ્વતંત્રતા ચળવળમાં મહત્વની રહી છે.
55 એકર વિસ્તારમાં રૂ. 1200 કરોડના ખર્ચે આ આશ્રમનું પુન:નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે મને વિશ્વાસ છે કે આવનારી અનેક પેઢીઓને આ આશ્રમ ગાંધીનાં મૂલ્યો અને ભારતનાં સંસ્કારો સાથે પરિચય કરાવતો રહેશે.
મહાત્મા ગાંધીજીનાં શ્વાસથી સીંચાયેલા આ આશ્રમનાં પુન:નિર્માણ બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું અને પૂજ્ય બાપુનાં ચરણોમાં કોટિ કોટિ વંદન કરું છું.
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં વરદ હસ્તે અમદાવાદ ખાતેથી ભારતીય રેલવેના રૂ. 85,000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું.
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં વરદ હસ્તે અમદાવાદ ખાતેથી ભારતીય રેલવેના રૂ. 85,000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું.
આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ-મુંબઇ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાયો, અમદાવાદ જામનગર વંદે ભારત એક્સપ્રેસને ઓખા સુધી લંબાવવામાં આવી.
ભારતીય રેલ માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો અને સમગ્ર ગુજરાતને આ ઐતિહાસિક દિવસનાં સાક્ષી બનવાનું પરમ સૌભાગ્ય સાંપડ્યું.
આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી દેશનાં વિવિધ 700 જીલ્લામાં એક લાખથી વધુ નાગરિકો જોડાયા.
આ સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતમાં દહેજ ખાતે ₹20,000 કરોડના ખર્ચે તૈયાર થનારા પેટ્રોકેમિકલ પરિસરનો શિલાન્યાસ પણ કરાવ્યો. ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના અંદાજે 650 કિ.મી થી વધુના પટ્ટાનું લોકાર્પણ અને અમદાવાદમાં તેના ઓપરેશન કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ પણ કરાયું. આ કોરિડર દેશનાં અર્થતંત્રને વધારે ગતિમાન બનાવવા ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે.
નાગરિકોની સુખાકારી, એમનાં જીવનની સુગમતા એ “મોદીની ગેરંટી” છે !
દેશહિત, દેશનાં વિકાસ માટે સતત કાર્યરત રહેતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું !!
લિંબાયત વિધાનસભામાં લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા મહા રક્તદાન કેમ્પ, આંખની તપાસ, વિના મૂલ્યે આંખનું ઓપરેશન અને સર્વ રોગ નિદાન કેમ્પનાં આયોજનમાં ઉપસ્થિત રહી જનસેવાનાં આ કાર્યને બિરદાવ્યું.
લિંબાયત વિધાનસભામાં લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા મહા રક્તદાન કેમ્પ, આંખની તપાસ, વિના મૂલ્યે આંખનું ઓપરેશન અને સર્વ રોગ નિદાન કેમ્પનાં આયોજનમાં ઉપસ્થિત રહી જનસેવાનાં આ કાર્યને બિરદાવ્યું.
સેવા એ ભારતીય જનતા પાર્ટીનાં મૂળભૂત સંસ્કાર છે, ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ જનસેવાને જીવનનો મૂળ મંત્ર બનાવી જ્યારે સેવાનાં યજ્ઞમાં પોતાની આહુતિ આપે છે ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવાય છે.
ખૂબ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લેનાર સૌ સ્વસ્થ સ્વાસ્થ્યની શુભેચ્છાઓ પાઠવું છું. રક્દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું.
આ કેમ્પનાં સફળ આયોજન બદલ ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ અને લિંબાયત ઉત્સવ સમિતિનાં સર્વ સભ્યશ્રીઓને અભિનંદન પાઠવું છું.
આજે સુરત મહાનગર ખાતે સુરત એરપોર્ટને ધમધમતું કરવાનાં પ્રયાસોનાં દસ્તાવેજીકરણ રૂપે “સુરતનું ટેકઓફ” પુસ્તકનું વિમોચન કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી.
આજે સુરત મહાનગર ખાતે સુરત એરપોર્ટને ધમધમતું કરવાનાં પ્રયાસોનાં દસ્તાવેજીકરણ રૂપે “સુરતનું ટેકઓફ” પુસ્તકનું વિમોચન કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી.
આ પ્રસંગે ફ્લાઇટ રોકો આંદોલનથી લઇ સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો પ્રાપ્ત થયો ત્યાં સુધીનાં સૌ દિવસો આંખ સામેથી પસાર થઇ ગયા. સુરતનાં એરપોર્ટની વિશેષતા એ છે કે સુરતનું એરપોર્ટ સુરતનાં લોકો દ્વારા બન્યું છે ! આખા દેશમાં કોઇ એવું રાજ્ય નથી, કોઇ એવું શહેર નથી કે કોઇ એવું એરપોર્ટ નથી જ્યાં ફ્લાઇટ ચાલુ કરવા માટે બેંક ગેરંટી આપવામાં આવી હોય !
સુરતને મળેલી એર કનેક્ટિવિટી અને ઇન્ટરનેશનલ દરજ્જાનાં એરપોર્ટે સુરતનાં વિકાસને પાંખો પહેરાવી છે, આ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર વ્યક્ત કર્યો.
આ પુસ્તક તૈયાર કરનાર કોર્પોરેટર શ્રી દિનેશભાઇ રાજપુરોહિત અને પુસ્તક સમિતિને હાર્દિક અભિનંદન પાઠવ્યા.
આજનાં યુવાનો ભારતનાં વર્તમાનને તો મજબૂત બનાવે જ છે, પણ ભારતની આવતીકાલને પણ વધુ ઉજ્જવળ અને સલામત બનાવે છે !!!
આજનાં યુવાનો ભારતનાં વર્તમાનને તો મજબૂત બનાવે જ છે, પણ ભારતની આવતીકાલને પણ વધુ ઉજ્જવળ અને સલામત બનાવે છે !!!
લોકસભાની કાર્યપદ્ધતિ યુવાનો સમજે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા માટે પોતાનું યોગદાન આપે એ હેતુથી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા યોજાયેલી યુથ પાર્લામેન્ટમાં ઉપસ્થિત રહી “યુવા ભારત”ને મળી ખૂબ આનંદ અને ઉર્જા અનુભવી.
યુવાનોને માર્ગદર્શન પાઠવ્યું અને રાજકારણમાં પ્રવેશી રાષ્ટ્રસેવા અને રાષ્ટ્રનાં વિકાસમાં મહત્વનું યોગદાન આપવા પ્રેરિત કર્યા.
આજે અમરેલી જીલ્લાનાં રાજુલા ખાતે જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનાં આગેવાનશ્રીઓને ભાજપાનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા, મોદી પરિવારમાં સૌને આવકાર્યા.
ગુજરાતની 26 બેઠકો ત્રીજી વખત જીતવા જઇ રહ્યા છીએ ત્યારે 26 બેઠકોમાં ગુજરાત એક અનોખો રેકોર્ડ સ્થાપિત કરે અને દરેક ઉમેદવાર પાંચ લાખથી વધુની લીડ સાથે જીતે એવા પ્રયાસ માટે આહવાન કર્યું.
આજે દેશ અને સમગ્ર દુનિયાને વિશ્વાસ છે કે મોદીની ગેરંટી એટલે કામ થવાની ગેરંટી !!! મોદી જે બોલે છે એ કરીને બતાવે છે-મોદીની આ ગેરંટી, મોદી પરનાં આ વિશ્વાસને કારણે મોદીનું પરિવાર ખૂબ વિશાળ છે અને વધુ વિશાળ બનતું જાય છે !
આજે કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય શ્રી અર્જુનભાઇ મોઢવાડિયા અને શ્રી અમરીશભાઇ ડેરને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા.