આજે ગોધરાનાં સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા પંચમહાલ જીલ્લાનાં બૂથ પ્રમુથ સંમેલનને સંબોધિત કર્યું.
આજે ગોધરાનાં સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા પંચમહાલ જીલ્લાનાં બૂથ પ્રમુથ સંમેલનને સંબોધિત કર્યું. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એમ-એમ કાર્યકર્તાશ્રીઓનો ઉત્સાહ અને ઉમંગમાં વધારો થતા જોઇ આનંદની લાગણી અનુભવી રહ્યો છું.
મને વિશ્વાસ છે કે આ લોકસભાની ચૂંટણીમાં કાર્યકર્તાશ્રીઓ ખૂબ જોશ સાથે કાર્ય કરશે અને ગુજરાત ફરીવાર ઇતિહાસ સર્જશે.
આજે ઝાલોદ ખાતે યોજાયેલા દાહોદ જીલ્લાનાં બૂથ પ્રમુખ સંમેલનમાં કાર્યકર્તાશ્રીઓએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભારતીય જનતા પાર્ટી પરિવારનાં મજબૂત સંગઠનની સાબિતી પૂરી પાડી. સૌને અભિનંદન પાઠવ્યા.
આજે ઝાલોદ ખાતે યોજાયેલા દાહોદ જીલ્લાનાં બૂથ પ્રમુખ સંમેલનમાં કાર્યકર્તાશ્રીઓએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભારતીય જનતા પાર્ટી પરિવારનાં મજબૂત સંગઠનની સાબિતી પૂરી પાડી. સૌને અભિનંદન પાઠવ્યા.
લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખથી વધુની લીડ સાથે ગુજરાત હેટ્રિક સર્જે એ માટે સૌને આહવાન કર્યું. આ સાથે વડીલ વંદના અભિયાન હેઠળ વડીલ મતદારોને રૂબરૂ મળી જો બૂથ સુધી આવી શકે એમ ના હોય તો ઘરેથી મતદાન કરી શકે એ માટે એમને મદદ કરવા અપીલ કરી.
આજે બારડોલી ખાતે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત બૂથ પ્રમુખો સાથે સંવાદ સાધ્યો, લોકસભા ચૂંટણી અંતર્ગત જરૂરી માર્ગદર્શન પાઠવ્યું અને છવ્વીસે છવ્વીસ બેઠકો પર પાંચ લાખથી વધુની લીડ સાથે ભવ્યાતિભવ્ય વિજય માટે આહવાન કર્યું.
આજે ડિસા ખાતે યોજાયેલા બનાસકાંઠા જીલ્લાનાં બૂથ પ્રમુખ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને સંબોધિત કર્યા, સૌનો ઉત્સાહ, ઉમંગ અને જોશ જોઇ આનંદની લાગણી અનુભવી.
આજે ડિસા ખાતે યોજાયેલા બનાસકાંઠા જીલ્લાનાં બૂથ પ્રમુખ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને સંબોધિત કર્યા, સૌનો ઉત્સાહ, ઉમંગ અને જોશ જોઇ આનંદની લાગણી અનુભવી.
2014થી 2019 દરમિયાન મોદી સાહેબે કોંગ્રેસનાં સમયનાં અધૂરા કાર્યોને પૂર્ણ કર્યા અને 2019થી 2024 દરમિયાન નવો ઇતિહાસ લખ્યો. વિકસિત ભારતનાં મોદી સાહેબનાં સંકલ્પને સાકાર કરવા આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત હેટ્રિક નોંધાવે એ માટે સૌને આહવાન કર્યું.
આજે મહેસાણા ખાતે બૂથ પ્રમુખ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું અને લોકસભાની ચૂંટણીમાં છવ્વીસમાંથી છવ્વીસ બેઠકોને પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવા આહવાન કર્યું.
ભારતીય જનતા પાર્ટીનાં મારા સૌ કાર્યકર્તાશ્રીઓ પર મને અખૂટ શ્રદ્ધા છે અને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં પણ ગુજરાતમાં ભવ્ય વિજયની હેટ્રિક સર્જાવાની છે !!!
નડિયાદ ખાતે યોજાયેલા બૂથ પ્રમુખ સંમેલનમાં ખેડા જિલ્લાના બૂથ પ્રમુખો સાથે સંવાદ સાધ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત હેટ્રિક કરે એ માટે સૌને આહવાન કર્યું.
મોદીજીની ગેરંટી પર સૌને વિશ્વાસ છે, સૌ જાણે છે કે “મોદીજીની ગેરંટી એટલે ગેરંટી સાચી થવાની પણ ગેરંટી !” અને એટલે જ સૌને વિશ્વાસ છે કે #AbkiBaarPhirModiSarkar
આજે નવસારી ખાતે યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધ્યો.
આજે નવસારી ખાતે યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધ્યો.
2019માં નવસારીનાં મતદાતાશ્રીઓએ રેકોર્ડ સર્જ્યો-એ માટે સૌને અભિનંદન પાઠવ્યા. 2014માં માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ભારતનાં પ્રધાનમંત્રી બન્યા એ પછી નવસારીનો વિકાસ ખૂબ ઝડપથી થયો, નવસારીને અનેક સરકારી યોજનાઓનો લાભ પણ મળ્યો.
મને એ વાતનો આનંદ છે કે મોદી સાહેબે દરેક સાંસદ અને મંત્રીશ્રીઓને આદર્શ ગામ બનાવવા આહવાન કર્યું હતું અને સૌથી પહેલું આદર્શ ગામ નવસારીનું ચીખલી બન્યું.
આજે નવસારી વિકાસપથ પર અગ્રેસર છે એમાં નવસારીનાં સૌ પ્રબુદ્ધજનોનો મહત્વનો ફાળો છે, સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા.
નવસારી ખાતે યોજાયેલા સુકન્યા સમૃદ્ધિ સ્નેહમિલનમાં ઉપસ્થિત રહી સૌ બહેનો અને દિકરીઓ સાથે સંવાદ સાધ્યો
સુકન્યા સમૃદ્ધિ યોજના દિકરીઓનાં ભવિષ્યને સલામતી તો આપે જ છે પણ એમને ખુલ્લા આકાશમાં ઉડવા માટે પાંખો અને ગતિ પણ આપે છે. આજે નવસારી ખાતે યોજાયેલા સુકન્યા સમૃદ્ધિ સ્નેહમિલનમાં ઉપસ્થિત રહી સૌ બહેનો અને દિકરીઓ સાથે સંવાદ સાધ્યો. દિકરીઓનાં ચહેરા પર ભવિષ્યની સુરક્ષાનો સંતોષ અને આંખોમાં છલકાતા સ્વપ્નો જોઇ ખૂબ આનંદ અનુભવ્યો.
આ દેશની દિકરીઓનાં ભવિષ્યને સલામત બનાવવાનો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો સંકલ્પ સાચો પડી રહ્યો છે.
આ સ્નેહ મિલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી નારી શક્તિઓને વંદન પાઠવ્યા.
સુરત ખાતે યોજાયેલા સુકન્યા સમૃદ્ધિ સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ બહેનો અને દિકરીઓ સાથે સંવાદ સાધ્યો
દિકરીઓની સંખ્યા વધે, દિકરીઓને શિક્ષણ મળી રહે અને દિકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને એ હેતુથી
2015માં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી. આજે સુરત ખાતે યોજાયેલા સુકન્યા સમૃદ્ધિ સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ બહેનો અને દિકરીઓ સાથે સંવાદ સાધ્યો. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી સૌ નારી શક્તિને વંદન કર્યા !!!