Political Initiatives Footer

INITIATIVE - POLITICALS

  • 24 Apr, 2024

    ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિભવ્ય વિજય નિશ્ચિત છે !!!

    ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિભવ્ય વિજય નિશ્ચિત છે !!!
    પૂજ્ય બાપુની જન્મભૂમિ-પુણ્યભૂમિ પોરબંદર ખાતે આજે લોકસભાનાં હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી સંગઠનાત્મક માર્ગદર્શન પાઠવ્યું. મને વિશ્વાસ છે કે-પોરબંદરનાં કાર્યકર્તાશ્રીઓ આ લોકસભાનાં ઇલેક્શનમાં ઇતિહાસ સર્જશે.

    More Details
  • 24 Apr, 2024

    લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ.

    આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, આ સાથે પ્રચાર-પ્રસાર માટે ગીતો, સાહિત્ય સામગ્રી અને વિવિધ કૃતિઓનું લોન્ચિંગ પણ કરાયું.
    મોદીજીની ગેરંટી પર સમગ્ર વિશ્વને વિશ્વાસ છે ત્યારે
    મોદીની ગેરંટી રથનું પ્રસ્થાન પણ કરાવ્યું.

    More Details
  • 22 Apr, 2024

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !!

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !!
    સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા !!

    More Details
  • 21 Apr, 2024

    સુરેન્દ્રનગર ખાતે કાઠી સમાજ દ્વારા યોજાયેલા ઋણ સ્વીકાર સમારોહમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું

    સુરેન્દ્રનગર ખાતે કાઠી સમાજ દ્વારા યોજાયેલા ઋણ સ્વીકાર સમારોહમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, આ અવસરે દેવ દર્શન કરી પરમ ધન્યતાની લાગણી અનુભવી.

    More Details
  • 19 Apr, 2024

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “વિકસિત ભારત”નાં સંકલ્પને સાકાર કરવા, જન-જનની સુખાકારીમાં ઉમેરો કરવા, વિકાસની ગતિને હજી વધુ વેગવંતી બનાવવા, ભારત વિશ્વની ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા બને-એ માટેનાં મોદી સાહેબનાં સફળ પ્રયાસોમાં આહુતિ આપવાનાં સંકલ્પ સાથે આજે નવસારી લોકસભાનાં ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું.

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “વિકસિત ભારત”નાં સંકલ્પને સાકાર કરવા, જન-જનની સુખાકારીમાં ઉમેરો કરવા, વિકાસની ગતિને હજી વધુ વેગવંતી બનાવવા, ભારત વિશ્વની ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા બને-એ માટેનાં મોદી સાહેબનાં સફળ પ્રયાસોમાં આહુતિ આપવાનાં સંકલ્પ સાથે આજે નવસારી લોકસભાનાં ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું.
    નવસારીની જનતાએ અપાર સ્નેહ અને હૂંફ આપ્યા છે. એમણે મૂકેલા વિશ્વાસે, એમનાં સાથ અને સહકારે મને હંમેશા અનેરી ઉર્જા પ્રદાન કરી છે. સૌનાં સહિયારા પ્રયાસોથી વીતેલા વર્ષોમાં નવસારીનાં વિકાસને નિતનવી પાંખો પહેરાવી છે, હવે આવનારા વર્ષોમાં નવસારીનો વિકાસ વધુ ગતિમાન બને અને દેશમાં, વિશ્વ ફલક પર નવસારીનું નામ વધુ મજબૂત બને એ માટે કટીબદ્ધ છું.
    આજે ઉમેદવારી પત્રક ભરવાની આ પળે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌનો સ્નેહ સદાય પ્રાપ્ત થતો રહેશે-એનો મને વિશ્વાસ છે !!

    More Details
  • 18 Apr, 2024

    આ “વિજય મુદ્રા” છે !! સમગ્ર ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારશ્રીઓને પ્રચંડ અને અભૂતપૂર્વ જનસમર્થન મળી રહ્યું છે. મોદીજીની ગેરંટી પરનો વિશ્વાસ છલકાઇ રહ્યો છે. આપણાં સૌનાં લોકલાડીલા પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ત્રીજીવાર ભારતનાં પ્રધાનમંત્રી બનાવવા જનતા તૈયાર છે, આતુર છે !!

    આ “વિજય મુદ્રા” છે !!
    સમગ્ર ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારશ્રીઓને પ્રચંડ અને અભૂતપૂર્વ જનસમર્થન મળી રહ્યું છે. મોદીજીની ગેરંટી પરનો વિશ્વાસ છલકાઇ રહ્યો છે. આપણાં સૌનાં લોકલાડીલા પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ત્રીજીવાર ભારતનાં પ્રધાનમંત્રી બનાવવા જનતા તૈયાર છે, આતુર છે !!
    આજે નવસારી ખાતે યોજાયેલા ભવ્ય રોડ શોમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવસારીનાં નગરજનોએ એમનાં લોકલાડીલા મોદીજીને, ભારતીય જનતા પાર્ટીને સ્નેહ-સમર્થન આપ્યું.

    More Details
  • 18 Apr, 2024

    આજે મારા મત વિસ્તાર નવસારી લોકસભા વિસ્તાર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા ભવ્યાતિભવ્ય રોડ શોમાં ખૂબ મોટી સંખ્યામાં મારા કાર્યકર્તાશ્રીઓ, બૂથ પ્રમુખ શ્રીઓ, પેજ કમિટીનાં સભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, અધિકારીશ્રીઓ અને નવસારીનાં મારા વહાલા નગરજનો ઉપસ્થિત રહ્યા-આપની ઉપસ્થિતિ મારા માટે ભાવુકતાની પળો હતી.

    આ આપ સૌનો અપાર સ્નેહ છે,
    આ આપ સૌનો અપાર વિશ્વાસ છે
    આ આપ સૌનો સાથ છે, સહકાર છે
    અબ કી બાર સિર્ફ મોદી સરકાર હૈ !!
    આજે મારા મત વિસ્તાર નવસારી લોકસભા વિસ્તાર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા ભવ્યાતિભવ્ય રોડ શોમાં ખૂબ મોટી સંખ્યામાં મારા કાર્યકર્તાશ્રીઓ, બૂથ પ્રમુખ શ્રીઓ, પેજ કમિટીનાં સભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, અધિકારીશ્રીઓ અને નવસારીનાં મારા વહાલા નગરજનો ઉપસ્થિત રહ્યા-આપની ઉપસ્થિતિ મારા માટે ભાવુકતાની પળો હતી.
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વીતેલા વર્ષોમાં વિકાસનાં માર્ગે નવસારીની ઝડપ બમણી -અનેકગણી થઇ છે. આવનારા વર્ષોમાં નવસારીનું નામ દેશ અને વિશ્વફલક પર વધુને વધુ મજબૂત બનશે એવો મને વિશ્વાસ છે.
    ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સર્વએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ત્રીજી વાર ભારતનાં પ્રધાનમંત્રી બનશે અને “વિકસિત ભારત”નો સંકલ્પ સાકાર થશે જ એ વાતની સ્નેહસભર સાબિતી પૂરી પાડી હતી.
    મારા નવસારીનાં નગરજનોનો નતમસ્તક હૃદપૂર્વક આભાર વ્યક્ત કરું છું 🙏🙏

    More Details
  • 17 Apr, 2024

    સુરત ખાતે યોજાયેલા ઉત્તર ગુજરાત સર્વજ્ઞાતિ સ્નેહમિલન સંમેલનમાં ઉપસ્થિત રહી સર્વ સાથે સંવાદ સાધ્યો

    સુરત ખાતે યોજાયેલા ઉત્તર ગુજરાત સર્વજ્ઞાતિ સ્નેહમિલન સંમેલનમાં ઉપસ્થિત રહી સર્વ સાથે સંવાદ સાધ્યો. આ સંમેલનમાં ઉત્તર ગુજરાત સર્વજ્ઞાતિનાં સભ્યો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સૌનાં ચહેરા પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ માટેનો સ્નેહ અને વિશ્વાસ છલકાતો હતો. મને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી શ્રીનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા સૌ પોતાનું મૂલ્યવાન યોગદાન આપશે જ !
    ભારત માતા કી જય !!

    More Details
  • 16 Apr, 2024

    સુરત ખાતે સમસ્ત કાપડ વેપારી એસોસિએશન દ્વારા યોજાયેલા વિશેષ સમારોહમાં ઉપસ્થિત રહી સૌ વ્યાપારી ભાઇ-બંધુઓ સાથે સંવાદ સાધ્યો. સૌનાં અપ્રતિમ સ્નેહ બદલ આભાર વ્યક્ત કર્યો.

    સુરત ખાતે સમસ્ત કાપડ વેપારી એસોસિએશન દ્વારા યોજાયેલા વિશેષ સમારોહમાં ઉપસ્થિત રહી સૌ વ્યાપારી ભાઇ-બંધુઓ સાથે સંવાદ સાધ્યો. સૌનાં અપ્રતિમ સ્નેહ બદલ આભાર વ્યક્ત કર્યો.
    મને વિશ્વાસ છે કે સમસ્ત કાપડ વેપારી એસોસિએશનનાં સભ્યશ્રીઓ આ લોકસભાનાં ઇલેક્શનમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા પોતાનું મૂલ્યવાન યોગદાન આપશે જ !!

    More Details
  • 16 Apr, 2024

    આજે ભૂજ ખાતે કચ્છ અને મોરબી લોકસભા બેઠકનાં ઉમેદવાર અને પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાના જનસમર્થનમાં યોજાયેલા ભવ્ય રોડ શોમાં ઉપસ્થિત રહી કચ્છનાં નાગરિકોનાં જોશ, ઉમંગ અને ઉત્સાહ જોઇ અનેરો આનંદ અનુભવ્યો.

    આજે ભૂજ ખાતે કચ્છ અને મોરબી લોકસભા બેઠકનાં ઉમેદવાર અને પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાના જનસમર્થનમાં યોજાયેલા ભવ્ય રોડ શોમાં ઉપસ્થિત રહી કચ્છનાં નાગરિકોનાં જોશ, ઉમંગ અને ઉત્સાહ જોઇ અનેરો આનંદ અનુભવ્યો.
    આ રોડ શોમાં ઉપસ્થિત રહેલી મેદનીએ વિશ્વાસ અપાવ્યો કે આ લોકસભાનાં ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર જંગી બહુમતીથી જીતવાનાં જ છે !!!

    More Details
  • 16 Apr, 2024

    આજે કચ્છ અને મોરબી લોકસભા બેઠકનાં ઉમેદવાર અને પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઇ ચાવડાનાં સમર્થનમાં યોજાયેલા “વિજય વિશ્વાસ સંમેલન”માં ઉપસ્થિત રહી અપાર ઉર્જા અનુભવી.

    આજે કચ્છ અને મોરબી લોકસભા બેઠકનાં ઉમેદવાર અને પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઇ ચાવડાનાં સમર્થનમાં યોજાયેલા “વિજય વિશ્વાસ સંમેલન”માં ઉપસ્થિત રહી અપાર ઉર્જા અનુભવી. ભાજપાનાં ઉમેદવારનાં નામાંકન સમારોહમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકોએ ભાજપા પ્રત્યેનાં પોતાનાં વિશ્વાસની સાબિતી આપી.
    માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ભારતનાં પ્રધાનમંત્રી બન્યા એ પછી પણ કચ્છ માટેનો એમનો સ્નેહ સ્હેજપણ ઓછો થયો નથી. કચ્છનાં વિકાસને એમણે હંમેશા પ્રાથમિકતા આપી છે. ધરતીકંપની તારાજી બાદ સૌનાં સહિયારા પ્રયાસોથી ફિનિક્સ પંખીની જેમ બેઠું થયેલું કચ્છ વિકાસનાં ધોરીમાર્ગ પર પૂર ઝડપે આગળ વધી રહ્યું છે. આજે વિશ્વભરમાંથી લોકો કચ્છનાં પ્રવાસે આવી રહ્યા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિશ્વનાં નકશા પર કચ્છનું નામ ખૂબ મજબૂત કરી આપ્યું છે અને ક્ચ્છનો સ્નેહ પણ સદાય મોદી સાહેબ પરત્વે છલકાતો રહ્યો છે.
    આજે આ વિશાળ સમારોહમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર શ્રી વિનોદભાઇ ચાવડાને જંગી બહુમતીથી જીતાડવા કચ્છનાં નાગરિકોને આહવાન કર્યું.
    આ વિજય વિશ્વાસ સંમેલનમાં વિવિધ રાજકીય પક્ષનાં કાર્યકર્તાશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા.

    More Details
  • 15 Apr, 2024

    આજે સુરત ખાતે યોજાયેલા ઉત્તર ગુજરાત સર્વ જ્ઞાતિ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી અનેરી ઉર્જા અનુભવી.

    આજે સુરત ખાતે યોજાયેલા ઉત્તર ગુજરાત સર્વ જ્ઞાતિ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી અનેરી ઉર્જા અનુભવી.
    ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સર્વ સભ્યશ્રીઓના ચહેરા પર એમના મોદીજી પ્રત્યેનો વિશ્વાસ અને મોદીજીએ કરેલા વિકાસકાર્યો પરત્વે સંતોષ છલકાઇ રહ્યો હતો.
    મને વિશ્વાસ છે કે આ વિશાળ સમારોહમાં ઉપસ્થિત રહેલા સૌ સભ્યશ્રીઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા લોકસભાનાં ઇલેક્શનમાં પોતાનું મૂલ્યવાન યોગદાન આપશે.

    More Details
1 30 31 32 33 34 68