Political Initiatives Footer

INITIATIVE - POLITICALS

  • 14 Apr, 2024

    આજે ગોહિલવાડની પુણ્ય ધરા પર યોજાયેલા ભાવનગર લોકસભાનાં બૂથ પ્રમુખ સંમેલનમાં ઉપસ્થિત રહેલા બૂથ પ્રમુખશ્રીઓ, શક્તિ કેન્દ્રના પ્રમુખશ્રીઓ, ચૂંટાયેલા સભ્યશ્રીઓ સહિત સૌ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો

    આજે ગોહિલવાડની પુણ્ય ધરા પર યોજાયેલા ભાવનગર લોકસભાનાં બૂથ પ્રમુખ સંમેલનમાં ઉપસ્થિત રહેલા બૂથ પ્રમુખશ્રીઓ, શક્તિ કેન્દ્રના પ્રમુખશ્રીઓ, ચૂંટાયેલા સભ્યશ્રીઓ સહિત સૌ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો, છવ્વીસે છવ્વીસ બેઠક પર પાંચ લાખથી વધુની લીડ સાથે ભવ્યાતિભવ્ય વિજય માટે આહવાન કર્યું !

    More Details
  • 13 Apr, 2024

    આજે નવસારી ખાતે યોજાયેલા ભવ્ય ખેડૂત સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ અન્નદાતાશ્રીઓ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય મળ્યું.

    આજે નવસારી ખાતે યોજાયેલા ભવ્ય ખેડૂત સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ અન્નદાતાશ્રીઓ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય મળ્યું.
    મને નવસારી અને સુરત જીલ્લાનાં ખેડૂતશ્રીઓનું સંગઠન જોઇ ખૂબ આનંદ થાય છે, ખેડૂતોનું સંગઠન કેવું હોવું જોઇએ-એ નવસારી અને સુરત જીલ્લાનાં ખેડૂતશ્રીઓ પાસે શીખવા જેવું છે.
    આજે સૌ ખેડૂતશ્રીઓનાં ચહેરા પર આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પરત્વેનો વિશ્વાસ છલકાઇ રહ્યો હતો, મને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઇ મોદી સાહેબને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા અને નવસારીનો રેકોર્ડ જાળવી રાખવા સુરત અને નવસારી જીલ્લાનાં ખેડૂતશ્રીઓ તૈયાર છે.

    More Details
  • 12 Apr, 2024

    અબ કી બાર ફિર મોદી સરકાર બાર બાર સિર્ફ મોદી સરકાર !!!

    અબ કી બાર ફિર મોદી સરકાર
    બાર બાર સિર્ફ મોદી સરકાર !!!
    આજે સુરત મહાનગર ખાતે ઉત્તર ગુજરાત સર્વ સમાજનાં સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વિવિધ જ્ઞાતિનાં સભ્યશ્રીઓ સાથે સંવાદ સાધ્યો.
    ઉપસ્થિત સભ્યશ્રીઓમાં એમનાં મોદીજી પ્રત્યેનો વિશ્વાસ અને મોદીજીની ગેરંટી પરત્વેની શ્રદ્ધા છલકાતા હતા. મને વિશ્વાસ છે કે આ લોકસભાનાં ઇલેકશનમાં ઉત્તર ગુજરાત સર્વ સમાજનાં સભ્યશ્રીઓ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા પોતાનું મૂલ્યવાન યોગદાન જરૂર આપશે.

    More Details
  • 12 Apr, 2024

    આજે જામનગરની ધરા પર યોજાયેલા બૂથ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં પધારેલા બૂથ પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી.

    આજે જામનગરની ધરા પર યોજાયેલા બૂથ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં પધારેલા બૂથ પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી.
    એમનો ઉત્સાહ અને જોશ “અબ કી બાર 400 પાર”ની સાબિતી આપી રહ્યો હતો. ગુજરાતનાં મારા સૌ કાર્યકર્તાશ્રીઓ એમનાં ભાગે આવેલું કાર્ય પૂરી પ્રમાણિકતા સાથે પાર પાડી રહ્યા છે એનો મને આનંદ છે.
    જામનગરનાં કાર્યકર્તાશ્રીઓમાં ઇતિહાસ સર્જવાની તાકાત છે !! મને વિશ્વાસ છે કે જામનગરનાં બૂથ પ્રમુખ શ્રીઓ ભાજપનાં ઉમેદવારને જંગી લીડ સાથે જીતાડશે અને કોંગ્રેસનાં ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થયા એવા પ્રયાસો કરશે.

    More Details
  • 11 Apr, 2024

    ચોર્યાસી તાલુકા કાંઠા વિસ્તાર કોળી માછી સમાજ દ્વારા યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌને રૂબરૂ મળી ખૂબ આનંદ અનુભવ્યો.

    ચોર્યાસી તાલુકા કાંઠા વિસ્તાર કોળી માછી સમાજ દ્વારા યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌને રૂબરૂ મળી ખૂબ આનંદ અનુભવ્યો.
    ડુમસ અને સચીનમાં મેં હંમેશા એક અલગ પ્રકારની આત્મીયતા અનુભવી છે. કોળી અને માછી સમાજની એક વાત હંમેશા મારા હૃદયને સ્પર્શે છે કે આ બંને સમાજનું અંદરોઅંદર સંકલન ખૂબ સરસ છે. એ બદલ બંને સમાજનાં સભ્યોને અભિનંદન પાઠવ્યા.
    લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આવનારી પેઢીને ઉચ્ચતમ સુવિધાઓ આપવા, વિકાસનાં માર્ગે અગ્રેસર જોવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા સૌને આહવાન કર્યું.

    More Details
  • 10 Apr, 2024

    નવા આઇડિયાઝ સાથે યુવા આંત્રપ્રિન્યોર્સ આપણાં અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા અમૂલ્ય ફાળો આપી રહ્યા છે,

    નવા આઇડિયાઝ સાથે યુવા આંત્રપ્રિન્યોર્સ આપણાં અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા અમૂલ્ય ફાળો આપી રહ્યા છે, ગઇકાલે સુરત BNI દ્વારા યોજાયેલા આંત્રપ્રિન્યોર કોન્કલેવમાં સૌને મળવાનું સૌભાગ્ય મળ્યું, સૌએ આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા સંકલ્પ લીધો.

    More Details
  • 10 Apr, 2024

    આજે વડોદરા મહાનગર ખાતે મધ્ય ગુજરાત સોશિયલ મીડિયા મીટમાં ઉપસ્થિત રહેલા સૌ સાયબર યૌદ્ધાઓ સાથે સંવાદ સાધ્યો.

    આજે વડોદરા મહાનગર ખાતે મધ્ય ગુજરાત સોશિયલ મીડિયા મીટમાં ઉપસ્થિત રહેલા સૌ સાયબર યૌદ્ધાઓ સાથે સંવાદ સાધ્યો.
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા આ લોકસભાનાં ઇલેક્શનમાં 400 પારના સંકલ્પને સિદ્ધ કરવા સૌને આહવાન કર્યું.
    સાયબર યોદ્ધાઓને જરૂરી માર્ગદર્શન પાઠવ્યું.

    More Details
  • 10 Apr, 2024

    અમરેલી છે તૈયાર અબ કી બાર 400 પાર !!!

    અમરેલી છે તૈયાર
    અબ કી બાર 400 પાર !!!
    આજે અમરેલી જીલ્લાનાં બૂથ પ્રમુખ સંમેલનમાં
    બૂથ પ્રમુખશ્રીઓ, શક્તિ કેન્દ્રના પ્રમુખો, ચૂંટાયેલા સભ્યો સહિત સૌ કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો, સૌને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પાઠવ્યા.
    મને ભારતીય જનતા પાર્ટીનાં સૌ કાર્યકર્તાશ્રીઓ પર અપાર વિશ્વાસ છે. સરકાર અને સહકાર-બંનેમાં ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ સેવા કરી રહ્યા છે. આપણે “સત્તા દ્વારા સેવા”નાં સંકલ્પ સાથે ચૂંટણી લડી રહ્યા છીએ અને એટલે ગુજરાતને આપણાં પર વધુ વિશ્વાસ છે.
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “વિકસિત ભારત”નાં સંકલ્પને સાકાર કરવા આ લોકસભાની ચૂંટણીમાં ભાજપનાં દરેક ઉમેદવારને ભવ્યાતિભવ્ય વિજય અપાવવા આહવાન કર્યું.

    More Details
  • 09 Apr, 2024

    આજે વડોદરા મહાનગર ખાતે આયોજીત બૂથ પ્રમુખ સંમેલનને સંબોધિત કર્યું, સૌ સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા પ્રાપ્ત થઇ.

    આજે વડોદરા મહાનગર ખાતે આયોજીત બૂથ પ્રમુખ સંમેલનને સંબોધિત કર્યું, સૌ સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા પ્રાપ્ત થઇ.
    મને મારા કાર્યકર્તાશ્રીઓમાં ખૂબ વિશ્વાસ છે. ઓછામાં ઓછા સમયમાં વધુ પરિશ્રમ સાથે કઇ રીતે કાર્ય કરવું એ મારો કાર્યકર્તા જાણે છે, હું એમનાં કમિટમેન્ટને જાણું છું અને એટલે મને વિશ્વાસ છે કે આ ઇલેક્શનમાં ગુજરાત હેટ્રિક સર્જવાનું જ છે !!!
    સૌને છવ્વીસે છવ્વીસ બેઠકોને પાંચ લાખથી વધુની લીડ સાથે જીતાડવાનું આહવાન કર્યું !!

    More Details
  • 09 Apr, 2024

    ગુજરાત છે તૈયાર, અબ કી બાર 400 પાર !!

    ગુજરાત છે તૈયાર,
    અબ કી બાર 400 પાર !!
    આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે અમદાવાદ ખાતે યોજાયેલી ઉત્તર ગુજરાત સોશિયલ મિડીયા મીટને સંબોધિત કરી.
    સૌ સાયબર યોદ્ધાઓનો જોશ, ઉમંગ, ઉત્સાહ જોઇ ખૂબ આનંદ અને ઉર્જા અનુભવ્યા. લોકસભાની ચૂંટણીનો મહામૂલો અવસર આંગણે આવીને ઊભો રહ્યો છે ત્યારે સાયબર યોદ્ધાઓ પૂરી તાકાત સાથે સોશિયલ મિડીયા પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે હાથ ધરેલા વિકાસકાર્યો, સુખાકારી અને સલામતી આપતી વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, એ વાતનો ખૂબ આનંદ છે.
    સૌ સાયબર યોદ્ધાઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પાઠવ્યા.

    More Details
  • 08 Apr, 2024

    સુરત ખાતે યોજાયેલા ઉત્તર ગુજરાત સર્વજ્ઞાતિ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધ્યો.

    સુરત ખાતે  યોજાયેલા ઉત્તર ગુજરાત સર્વજ્ઞાતિ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધ્યો.
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કરેલા વિકાસકાર્યો વિશે વાત કરી ત્યારે સૌએ એમનાં મોદીજી પ્રત્યેનો સ્નેહ અને વિશ્વાસ વ્યક્ત કર્યો. સૌને મોદીજીની ગેરંટી પર પૂર્ણ વિશ્વાસ છે અને એટલે તો હવે દેશ પણ એવું જ કહે છે કે, #AbkiBar400Par !!!

    More Details
  • 08 Apr, 2024

    અબ કી બાર ફિર સે મોદી સરકાર !!!!

    અબ કી બાર ફિર સે મોદી સરકાર !!!!
    આજે બોડેલી ખાતે છોટાઉદેપુર લોકસભાનાં બૂથ પ્રમુખશ્રીઓને રૂબરૂ મળી ખૂબ આનંદ અને ઉર્જા અનુભવ્યા. આ લોકસભાનાં ઇલેક્શન માટે બૂથ પ્રમુખ શ્રીઓને જરૂરી સૂચનાઓ આપી-માર્ગદર્શન પાઠવ્યું.
    સૌ બૂથ પ્રમુખશ્રીઓને ફિલ્ડમાં જઇ, પેજ સમિતિનાં સભ્યશ્રીઓને રૂબરૂ મળી એમની સાથે સંવાદ સાધવા આહવાન કર્યું. મને વિશ્વાસ છે કે બૂથ પ્રમુખશ્રીઓ જો માર્ગદર્શન પ્રમાણે યોગ્ય રીતે કાર્ય કરશે તો ભવ્યાતિભવ્ય વિજય તો મળશે જ પણ ગુજરાત ફરીવાર નવો ઇતિહાસ પણ સર્જશે.

    More Details
1 31 32 33 34 35 68