નવસારી લોકસભાનાં મારા સૌ નગરજનોનો હૃદયપૂર્વક-નતમસ્તક આભાર માનું છું. આપ સૌ જનતા જનાર્દને મને ખૂબ સ્નેહ આપ્યો છે.
નવસારી લોકસભાનાં મારા સૌ નગરજનોનો હૃદયપૂર્વક-નતમસ્તક આભાર માનું છું. આપ સૌ જનતા જનાર્દને મને ખૂબ સ્નેહ આપ્યો છે.
આપ સૌ સદાય માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિકાસનીતિ સાથે રહ્યા છો. મોદીજીની ગેરંટીમાં, વિકસિત ભારતનાં સંકલ્પમાં આપને અપાર વિશ્વાસ છે.
વીતેલા દસ વર્ષોમાં ભારતનો સર્વાંગી વિકાસ થયો છે, આવનારા વર્ષોમાં આ સર્વાંગી વિકાસ વધુ મજબૂત બને એ માટે આપ સૌ મોદીજીને ત્રીજીવાર ભારતનાં પ્રધાનમંત્રી બનાવી એક નવો ઇતિહાસ સર્જશો એવો મને દ્રઢ વિશ્વાસ છે !!!
આજે લિંબાયત વિધાનસભામાં યોજાયેલા ભવ્ય રોડ શોમાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા ! સૌનો ઉત્સાહ, જોશ, ઉમંગ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગેરંટી પર જાણે વિશ્વાસની મહોર મારી રહ્યા હતા ! “મોદી….મોદી!”નાં ગગનચુંબી નારાઓ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્યાતિભવ્ય વિજયની પ્રતિતી કરાવી રહ્યા હતા. લિંબાયત વિધાનસભાનાં નગરજનો ઇતિહાસ સર્જવા તૈયાર છે, #AbkiBaar400Paar !!
ઉધના, લિંબાયત, ચોર્યાસી અને મજુરા વિધાનસભાનાં નગરજનો મૂલ્યવાન મતાધિકારની ફરજ અદા કરવા આતુર છે !!!
ઉધના, લિંબાયત, ચોર્યાસી અને મજુરા વિધાનસભાનાં નગરજનો મૂલ્યવાન મતાધિકારની ફરજ અદા કરવા આતુર છે !!!
આજે સુરત મહાનગર ખાતે ઉધના, લિંબાયત, ચોર્યાસી અને મજુરા વિધાનસભામાં આવતી સોસાયટીઓનાં પ્રમુખશ્રીઓ અને સેક્રેટરીઓ સાથે યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌનાં મોદી સાહેબ પ્રત્યેનાં અપાર સ્નેહનો અનુભવ કર્યો. સૌ સાથેનો સંવાદ અનેરી ઉર્જા પ્રદાન કરનારો રહયો.
સૌએ ભારતીય જનતા પાર્ટી પર સ્નેહનાં, વિજયનાં આશીર્વાદ વરસાવ્યા. સૌ પ્રમુખશ્રીઓ અને સેક્રેટરીશ્રીઓને એમની સોસાયટીનાં સભ્યશ્રીઓ પોતાનાં મૂલ્યવાન મતાધિકારનો ઉપયોગ કરે એની કાળજી લેવા આહવાન કર્યું.
મજૂરા વિધાનસભાનાં સૌ નગરજનો ભારતીય જનતા પાર્ટીને ભવ્યાતિભવ્ય રીતે જીતાડવા તૈયાર છે !!
મજૂરા વિધાનસભાનાં સૌ નગરજનો ભારતીય જનતા પાર્ટીને ભવ્યાતિભવ્ય રીતે જીતાડવા તૈયાર છે !!
સુરત મહાનગર ખાતે આજે મજુરા વિધાનસભાના નગરજનોએ અપાર સ્નેહ વરસાવ્યો. બાઇક રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોએ ભારતીય જનતા પાર્ટીની ભવ્યાતિભવ્ય જીતનાં આશીર્વાદ વરસાવ્યા.
સૌમાં ઉત્સાહ અપરંપાર છે-સૌ કમળ ખીલવવા તૈયાર છે !!!
આજે ભાવનગર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનાં મહાસંમેલનમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી.
આજે ભાવનગર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનાં મહાસંમેલનમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી.
ક્ષત્રિય કારડીયા સમાજ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલો છે. સમાજને મોદી સાહેબ માટે ખૂબ પ્રેમ અને વિશ્વાસ છે, જેની સાબિતી આ મહાસંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સભ્યોએ પૂરી પાડી.
સૌ મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા આતુર છે !!
આજે જલાલપોર વિધાનસભામાં પ્રચાર-પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત શિવાજીચોક, એરૂ, કોથમડી, મટવાડ, દાંડી, અબ્રામા, ખરસાડ, રાણાભાઠા, સુલતાનપુરનાં નગરજનોને મળી અપાર આનંદ અનુભવ્યો. સૌનો સ્નેહ અને સાથ-સહકાર સદાય પ્રાપ્ત થયા છે. આ લોકસભાનાં ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્યાતિભવ્ય જીત માટે સૌએ આશીર્વાદ પાઠવ્યા.
“મોદી….મોદી” ચારેબાજુ બસ એક જ અવાજ અબ કી બાર ફિર સે મોદી સરકાર !!!!
“મોદી….મોદી” ચારેબાજુ બસ એક જ અવાજ
અબ કી બાર ફિર સે મોદી સરકાર !!!!
“સરદાર વલ્લભભાઇ પટેલજીની ભૂમિમાંથી હું જે કંઇપણ શીખ્યો એ બધું મને દિલ્હીમાં દેશની સેવામાં કામ લાગી રહ્યું છે. મારું એક જ સ્વપ્ન છે 2047માં આપણું ભારત વિકસિત ભારત બને….140 કરોડ દેશવાસીઓનાં સ્વપ્નોને પૂર્ણ કરવા માટે મને જનતાનાં આશીર્વાદ જોઇએ છે. દેશભરમાંથી તો આશીર્વાદ મળે જ છે-પણ જ્યારે સરદાર વલ્લભભાઇ પટેલજીની ભૂમિ આશીર્વાદ વરસાવે ત્યારે ચાર-ચાંદ લાગી જાય…હું ગુજરાતની ધરતી પાસે આશીર્વાદ માંગવા આવ્યો છું….!” આણંદ ખાતે યોજાયેલી વિજય વિશ્વાસ સભામાં આપણાં લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ હજી તો આટલું જ બોલ્યા-ત્યાં
ઉપસ્થિત વિશાળ જનમેદનીએ “મોદી…મોદી”નાં નારાથી પ્રધાનમંત્રીશ્રીની વાતને વધાવી લીધી !!!
આ પ્રસંગે ઉપસ્થિત રહી મોદીમય ગુજરાતને માણવાનું સૌભાગ્ય સાંપડ્યું !!! ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગુજરાતનાં ભાઇ-બહેનોએ મોદીજી પર ભારતીય જનતા પાર્ટીની ભવ્યાતિભવ્ય જીતનાં આશીર્વાદ વરસાવ્યા !!
વિશ્વપુરૂષ, આપણાં સૌનાં લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમની મુલાકાત લીધી
વિશ્વપુરૂષ, આપણાં સૌનાં લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમની મુલાકાત લીધી, આ અવસરે એમનું સ્વાગત કરી ધન્યતા અનુભવી. પ્રધાનમંત્રી શ્રીનું માર્ગદર્શન પ્રાપ્ત કરવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું.