આજે સુરત ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની 116મી એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક યોજાઇ હતી, આ પ્રસંગે સંધ્યા સમયે યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી દેશના વિવિધ રાજ્યોમાંથી પધારેલા મહાનુભાવો સાથે સ્નેહસભર મુલાકાત અને સંવાદ સાધી આનંદની લાગણી અનુભવી.
સુરત શહેરનાં ઉદ્યોગપતિ શ્રી નરેશભાઈ પટેલના દિકરા ચિ.જૈનુલના લગ્નપ્રસંગ નિમિત્તે યોજાયેલી સંગીત સંધ્યામાં ઉપસ્થિત રહી નવ દંપતિને દામ્પત્યજીવનનાં આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવ્યા.
આજે સુરત મહાનગર ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત રાજ્ય સરકારશ્રીની જાહેર આવાસોનાં પુન:વિકાસ યોજનાનાં અમલીકરણનાં ભાગરૂપે આજે સુરત મહાનગર પાલિકા દ્વારા TP નં 7, ફાળવણી પ્લોટ નંબર 98 ખાતે પબ્લિક પ્રાઇવેર્ટ પાર્ટનરશીપ ધોરણે રિડેવલપમેન્ટ હેઠળ આંજણા ટેનામેન્ટનાં 416 ટેનામેન્ટનાં લોકાર્પણ અને કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો પ્રસંગે ઉપસ્થિત રહી સૌને એમનાં સ્વપ્નોનાં ઘરની ચાવી આપતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ સાથે સંવાદ સાધ્યો.