આજે મારા જન્મદિવસ નિમિત્તે 163 – લિંબાયત વિધાનસભામાં લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા યોજાયેલા મહા રક્તદાન કેમ્પ, સર્વ રોગ નિદાન કેમ્પ, જાહેર સેવા સેતુ કાર્યક્રમ, આંખની તપાસ અને વિના મૂલ્યે આંખનાં ઓપરેશન જેવા સેવાકીય કાર્યો યોજાયા, આ પ્રસંગે ઉપસ્થિત રહી અપાર ધન્યતાની લાગણી અનુભવી. મને એ વાતનો ખૂબ આનંદ છે કે સેવાકીય કાર્યોનાં આયોજન થકી ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ “સેવા એ જ સંસ્કાર”નાં સંકલ્પને સાકાર કરી રહ્યા છે ! સૌનો ખૂબ ખૂબ આભાર માન્યો અને સૌને શુભકામનાઓ પાઠવી.
આજે નવસારી જીલ્લા પોલીસ અને એન.જી.ઓનાં સહયોગથી દાંડી ખાતે યોજાયેલી કોસ્ટલ મેરેથોનને લીલી ઝંડી બતાવી ! નવસારીની અત્યાર સુધીની સૌથી મોટી મેરેથોનનાં આ સફળ આયોજન બદલ નવસારી જીલ્લા પોલીસ અને એન.જી.ઓને અભિનંદન પાઠવ્યા. ખૂબ મોટી સંખ્યામાં આ મેરેથોનમાં નાગરિકો જોડાયા, એમને પણ અભિનંદન !
સુરત મહાનગર પાલિકાનાં બાંઘકામ સિમિતિનાં ચેરમેન અને કોર્પોરેટર શ્રી ભાઇદાસભાઇ પાટીલની ભત્રીજી ચિ. તૃષાનાં લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહી નવ દંપતિ દિકરી તૃષા અને દિકરા નિખિલને સુખમય દામ્પત્યજીવનનાં આશીર્વાદ પાઠવ્યા.
आज उदयपुर में वीर शिरोमणि महाराणा प्रताप जी के स्मारक पर मेवाड़ मुकुट को पुष्पांजलि अर्पित कर उन्हें कृतज्ञता एवं श्रद्धा से नमन किया। उनका अदम्य साहस, स्वाभिमान और मातृभूमि के प्रति अटूट समर्पण हमें सदैव प्रेरित करता रहेगा।
આજે સુરત ખાતે શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી ખૂબ આનંદની લાગણી અનુભવી. ડો.સુચયભાઇ પરીખ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.