આજે સુરત ખાતે “હરી શ્રૃંગાર”નું ઉદઘાટન કરતા અત્યંત આનંદની લાગણી અનુભવી. હરી શ્રૃંગારનાં શ્રી મદનભાઇ ગુપ્તા, શ્રી આનંદભાઇ અગ્રવાલ અને શ્રી હરીઓમ અગ્રવાલજીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું !
પુસ્તકો સાથે મને અપાર પ્રેમ રહ્યો છે, આજે નવભારત સાહિત્ય મંદિર દ્વારા સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલા પુસ્તકમેળાનું ઉદ્ઘાટન કરી ધન્યતા અનુભવી. આ સાથે જાણીતા લેખક શ્રી જયભાઇ વસાવડાનું “રેઇન ડ્રોપ્સ” અને શ્રી સુભાષભાઇ ભટ્ટનું પુસ્તક “રૂમી”નું સુરત ખાતે વિમોચન કરતા આનંદની લાગણી અનુભવી.
મરોલીની વશી હાઇસ્કૂલની 101મી વર્ષગાંઠ પ્રસંગે ઉપસ્થિત રહી ખૂબ આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી. શિક્ષણ ક્ષેત્રે વશી હાઇસ્કૂલનું પ્રદાન ઘણું મોટું છે. જ્ઞાનનાં માર્ગ પર આ શાળાએ દિવાદાંડી સમાન કાર્ય કર્યું છે. આ શાળા સાથે જોડાયેલા સૌ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંચાલકોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.