આજે બીલીમોરા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને સ્વીમિંગપુલને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. બીલીમોરાને વિકાસપથ પર બમણી ગતિથી આગળ વધતા જોઇ સંતોષ અનુભવાય છે. આ સ્પોર્ટસ કોમ્પલેક્સ અને સ્વીમિંગપુલ બીલીમોરાનાં યુવાનોમાં રમતગમતનાં કૌશલ્યને વધુ મજબુત બનાવશે એવો મને વિશ્વાસ છે.
નવસારી ખાતે કાલિયાવાડી બ્રીજનું લોકાર્પણ કરતા અત્યંત આનંદની લાગણી અનુભવી! નવસારી વિકાસપથ પર બમણી ગતિ સાથે આગળ વધી રહ્યું છે, કાલિયાવાડી બ્રીજ એ વિકાસપથ પર સર કરાયેલું એક નવું સોપાન છે-આ બ્રીજને કારણે નવસારીનાં નગરજનોની સુવિધામાં વધારો થશે અને ટ્રાફિકની સમસ્યા હલ થશે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં ગાંધીનગર ખાતેનાં રોડ શો પહેલા સૌ કર્મનિષ્ઠ કાર્યકર્તાશ્રીઓ સાથે સમય પસાર કરી આનંદની લાગણી અનુભવી.