આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર સર્વ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી. આ કાર્યક્રમમાં શહેર ભાજપા પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ, આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી ફ્રેનાઝ ચિપીયા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.
આ ગૃપ શહેરમાંથી જૂના જીન્સનાં પેન્ટ ઉઘરાવી એમાંથી સ્કૂલ બેગ તૈયાર કરી અંતરિયાળ ગામનાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને 25 હજાર સ્કૂલ બેગનું વિતરણ કરી રહ્યું છે. આ બેગની બનાવટ દરમિયાન વિધવા બહેનો અને જરૂરિયાતમંદ બહેનોને રોજગાર પૂરો પડાયો છે. હું ગૃપનાં સર્વ સભ્યોને સેવાની આ ઉમદા કામગીરી બદલ શુભેચ્છાઓ પાઠવું છું.
વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા. અથાક પરિશ્રમ ઉચ્ચ શિક્ષા મેળવવામાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધવાની મજા પડી. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઇ બગદાણાવાળા, શ્રી મહેન્દ્રભાઇ પટેલ, સુરત મહાનગર પાલિકાનાં મેયર શ્રી હેમાલીબેન બોઘાવાલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઇ પટેલ, શાસક પક્ષનાં નેતા શ્રી અમિતસિંગ રાજપૂત, સુરત ભાજપા અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, સુરત સોશિયલ મિડીયા વિભાગ કન્વીનર શ્રી હરી અરોરા, મોટી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા.
મને આનંદ છે કે ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ જન્મદિવસ હોય કે કોઇ શુભ પ્રસંગ હોય દરેક વખતે સેવાકીય પ્રવૃતિને ધ્યાનમાં રાખી કાર્યક્રમની ઉજવણી કરે છે. રક્તદાન નિસ્વાર્થભાવે કરાય છે અને એટલે જ એને મહાદાન કહેવાયું છે. રક્તતુલા બદલ સર્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમમાં પ્રદેશના ઉપાધ્યક્ષશ્રીઓ શ્રી ગોરઘનભાઇ ઝડફીયા,શ્રી એમ.એસ.પટેલ, સુરત શહેરના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા,વડોદરાના મેયરશ્રી કેયુરભાઇ રોકડીયા, પ્રદેશના સહપ્રવકતાશ્રી ભરતભાઇ ડાંગર, સુરત શહેરના મહાંમંત્રીશ્રી કાળુભાઇ ભીમનાથ,સ્ટેન્ડિગ કમિટીના ચેરમેનશ્રી પરેશભાઇ પટેલ સહિત શહેરના હોદ્દેદારશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે યુથ ફોર ગુજરાતના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પાટીલ, ભારતીય જનતા પાર્ટી ઉધના ઝોન ઇન્ચાર્જ શ્રી છોટુભાઇ પાટીલ, સહિત મોટી સંખ્યામાં ઉધના ઝોનનાં કાર્યકર્તાઓ અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા.
સૂત્રને સાકાર કરવા બદલ સર્વનો આભાર વ્યક્ત કરું છું. આ પ્રસંગે યુથ ફોર ગુજરાતના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પાટીલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યાં.
મારા જન્મ દિવસ નિમિત્તે મને શુભકામનાઓ પાઠવી અપ્રતિમ સ્નેહ દાખવનાર સર્વ જનતા-જનાર્દનનો આભાર વ્યક્ત કર્યો. ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, શાસક પક્ષનાં નેતા શ્રી અમિતસિંગ રાજપૂતજી, ડ્રેનેજ સમિતિનાં ચેરમેન શ્રી વિક્રમભાઇ પાટીલ, માજી કોર્પોરેટર શ્રી સુભાષભાઇ, કોર્પોરેટરશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ તેમજ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
મકર સંક્રાતિનાં દિવસો દરમિયાન પતંગની દોરીઓ વડે ઘાયલ થયેલા પક્ષીઓને તરત જ સારવાર મળી રહે એ હેતુથી સુરતની કરૂણા સંસ્થા દ્વારા પક્ષીઓ માટે આઇ.સી.યુ સેન્ટર શરૂ કરાયું છે. આ આઇ.સી.યુ સેન્ટરને આજે કાર્યરત કરાયું. સુરત મહાનગર પાલિકાનાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનશ્રી પરેશભાઇ પટેલ,કોર્પોરેટરશ્રી નેન્સીબેન શાહ, પૂર્વ કોર્પોરેટરશ્રી નીરવભાઇ શાહ, ઉપસ્થિત રહ્યા.
શ્રી આહીર સમાજ સેવા સમિતિ-સુરત દ્વારા યોજાનારા 28મા સમૂહ લગ્ન સમારોહનાં આયોજન પ્રસંગે આહીર સમાજ સેવા સમિતિનાં આગેવાનશ્રીઓ અને સભ્યશ્રીઓએ આમંત્રણ પત્રિકા પાઠવી. સૌને આ શુભ પ્રસંગની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી. પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, પ્રદેશ સહ પ્રવક્તા શ્રી ભરતભાઈ ડાંગર, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ તથા આહીર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.