માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત સુરત ખાતે “ફીટ ઈન્ડીયા-ફીટ ગુજરાત” સાયક્લોથોન-2021નું ફ્લેગ ઓફ કર્યું. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત ધારાસભ્યો, હોદ્દેદારો અને યુવાનો ઉપસ્થિત રહ્યાં.
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગવર્નર શ્રી વજુભાઈ વાળાની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી રાપર તાલુકા રાજપૂત સમાજ સન્માન સમારોહમાં હાજરી આપી.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને વિશેષ સવલતો મળી રહે એ માટે 8 કરોડનાં ખર્ચે કૃષિ ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, આજે એનું ખાતમૂહુર્ત કર્યું. પ્રવાસન મંત્રી શ્રી અરવીંદભાઇ રૈયાણી, પશુપાલન રાજ્યમંત્રીશ્રી દેવાભાઇ માલમ, સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્યશ્રી જવાહરભાઇ ચાવડા, મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ, માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી કિરીટભાઇ પટેલ અને આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગ દિકરીઓ અને દિકરાઓને હાથ અર્પણ કરવાનાં સેવાકીય ઉપક્રમમાં હાજરી આપી, શ્રી રીતુબેન રાઠીને સેવાનાં આ અનોખા કાર્ય બદલ શુભેચ્છાઓ પાઠવી. જેમને એક હાથ કે બંને હાથ નથી એવા દિવ્યાંગ દિકરા-દિકરીઓ માટે આ કૃત્રિમ હાથ જીવનનાં આધારસમ બનશે.
સુરત શહેર પોલીસ તથા ભાંદેરી લેબ ગ્રુપ ડાયમંડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી નેશનલ પાવરલીફટીંગ ચેમ્પિયનશીપ 2021માં હાજરી આપી, સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.
સુરતમાં પાલ ખાતે તીર્થ આઈ હોસ્પિટલનો શુભારંભ કરાવ્યો, શુભેચ્છાઓ પાઠવી.
ગામ -કાછારડી ખાતે અમરેલી જીલ્લા ભાજપનું સ્નેહમિલન, આઈ.સી.યુ. એમ્બ્યુલન્સનું લોકાર્પણ તથા માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજીની રજત તુલાનો કાર્યક્રમ