સુરત મહાનગર ખાતે વરાછા-કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા યોજાયેલા પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. આ બંને એસોસિએશનો એક પરિવારની જેમ કાર્ય કરી સુરતનાં વિકાસમાં પોતાનો અનેરો ફાળો આપી રહ્યા છે એનો મને આનંદ છે. સૌને મળીને ખૂબ આનંદ થયો.
નવસારી ખાતે પ્રભુ શ્રી રામ સાથે સાક્ષાત્કાર કરાવતી રામકથાનું રસપાન પૂજ્ય મોરારી બાપુનાં સ્વમુખે ગ્રહણ કરી ધન્યતા અનુભવી. પૂજ્ય બાપુનાં ચરણોમાં વંદન કરી વ્યાસપીઠને પુષ્પાંજલિ અર્પણ કરી.
કોર્પોરેટર શ્રી ભાઇદાસ પાટીલે નવાગામ લિંબાયત ખાતે મારા જન્મદિવસ નિમિત્તે કિર્તન અને ગંગા સ્વરૂપ બહેનો માટે સાડી વિતરણ કાર્યક્રમ આયોજીત કર્યો. એમનો આભાર
અમેચ્યોર ફેન્સીંગ એસોસિએશન ઓફ ગુજરાત સ્ટેટ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે યોજાયેલી વુમન્સ ફેન્સીંગ લીગમાં ઉપસ્થિત રહી દિકરીઓને મળી ખૂબ આનંદ થયો. સ્પોર્ટસનાં ક્ષેત્રમાં પણ દિકરીઓ હવે પોતાની મક્કમ અને મજબૂત જગ્યા બનાવી રહી છે-જે ખૂબ ગર્વની વાત છે. સૌ દિકરીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભેચ્છા.
આજે નવસારી ખાતે શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા યોજાયેલા સંસ્કૃતિ-2023 આનંદમેળાનું ઉદ્ઘાટન કરવાનો અવસર સાંપડ્યો. આવા આનંદમેળાનાં આયોજનની મદદથી સંસ્કૃતિનું જતન થાય છે. સર્વ આયોજકોને અભિનંદન પાઠવ્યા.
કેન્દ્ર અને રાજ્ય સરકારની જન-કલ્યાણકારી યોજનાઓ જન-જન સુઘી પહોંચી શકે, નાગરિકો સરળતાથી આ યોજનાઓનો લાભ ઘર આંગણે લઇ શકે એ હેતુથી આજે 155 ઓલપાડ વિધાનસભાનાં નાગરિકો માટે “સેવા રથ“ ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. મંત્રી શ્રી મુકેશભાઇ પટેલને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.
સુરત શહેરનાં ઉધના વિસ્તાર ખાતે મુંજાણી ટોયોટાનાં નવા શો રૂમનું ઉદઘાટન કર્યું. સર્વને શુભેચ્છાઓ પાઠવી.