નવરાત્રિનું પાવન પર્વ ચાલી રહ્યું છે ત્યારે સુરત શહેર ખાતે The OG Navratriની મુલાકાત લીધી, મા આદ્યશક્તિની આરતી કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. સૌ ખેલૈયાઓને ખૂબ ઉર્જાથી ગરબે ઘૂમતા જોઇ આનંદની લાગણી અનુભવી. મા આદ્યશક્તિને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી.
મા આદ્યશક્તિની ભક્તિનો ઉત્સવ ચાલી રહ્યો છે, શક્તિની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા ચાલી રહેલી ઝણકાર નવરાત્રિમાં ઉપસ્થિત રહી મા આદ્યશક્તિની આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. માને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી.
આજે સુરત શહેરનાં ઉધના સ્ટેશન ખાતેથી માનનીય કેન્દ્રીય રેલ્વેમંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજીની વિશેષ ઉપસ્થિત વચ્ચે અમૃત ભારત ટ્રેન-ઉધનાથી બ્રહ્મપુર ભુવનેશ્વર ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ ટ્રેન શરૂ થવાને કારણે સુરતમાં રહેતા ઓડિશાવાસીઓને વતન જવાની સુગમતામાં ઉમેરો થશે. મુસાફરી વધુ સરળ બનશે.
આજે નવસારી ખાતે 300થી વધારે બોરવેલ રિચાર્જ પ્રોજેક્ટનાં કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરી આનંદની લાગણી અનુભવી-આ સાથે પોષણ માહ નિમિત્તે પોષણ ઉત્સવ અને ભૂલકા મેળાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.
માનનીય કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિનીભાઇ વૈષ્ણવજીએ સુરત ખાતેનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી.