Social Initiatives Footer

INITIATIVES - SOCIAL

  • 22 Oct, 2023

    મા તારો ગરબો ઝાકમઝોળ….

    મા તારો ગરબો ઝાકમઝોળ….
    આખું ગુજરાત ગરબામય બન્યું છે, દસેય દિશાઓ મા આદ્યશક્તિની ભક્તિમાં લીન બની છે ત્યારે ગઇકાલે રાત્રે સુરત સરસાણા ડોમ ખાતે આયોજિત કેસરિયા નવરાત્રી મહોત્સવમાં સહપરિવાર ઉપસ્થિત રહી સુરતીઓ સાથે ગરબાનો આનંદ માણ્યો.

    More Details
  • 15 Oct, 2023

    લિંબાયત વિસ્તારમાં વિદ્યાર્થીઓને સર્વાંગી કેળવણી આપતી સરસ્વતી વિદ્યામંદિરનાં નવ-પલ્લિત ભવનનાં પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા.

    લિંબાયત વિસ્તારમાં વિદ્યાર્થીઓને સર્વાંગી કેળવણી આપતી સરસ્વતી વિદ્યામંદિરનાં નવ-પલ્લિત ભવનનાં પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા.

    More Details
  • 15 Oct, 2023

    શ્રી મૌલેશભાઇનાં જન્મ દિવસ નિમિત્તે યોજાયેલા વિશ્વબંધુ રક્ત દાન મહોત્સવમાં હાજરી આપી.

    રાજકોટ સર્વ ધર્મ સમિતિ દ્વારા ઉદ્યોગ ઋષિ શ્રી મૌલેશભાઇનાં જન્મ દિવસ નિમિત્તે યોજાયેલા વિશ્વબંધુ રક્ત દાન મહોત્સવમાં હાજરી આપી. આ રક્ત દાન મહોત્સવમાં 4000 યુનિટ રક્ત એકત્ર થયું અને એક રેકોર્ડ સર્જાયો, આવો રેકોર્ડ માનવજાત પરનાં વિશ્વાસને વધારે પાક્કો કરે છે.
    આ કાર્યક્રમ દ્વારા અનેક લોકો જનસેવાની પ્રેરણા લે એવી અપીલ કરી.
    શ્રી મૌલેશભાઇને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

    More Details
  • 15 Oct, 2023

    રાજકોટ ખાતે નવનિર્મિત ઓમ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ

    રાજકોટ ખાતે નવનિર્મિત ઓમ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. આ હોસ્પિટલની મદદથી રાજકોટનાં નાગરિકોને આરોગ્યની સુખાકારી પ્રાપ્ત થશે એનો આનંદ છે.
    આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી રામભાઈ મોકરિયા, શહેર પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 07 Oct, 2023

    “પ્રમુખ ઇલેક્ટ્રોનિકસ”નું ઉદઘાટન

    આજે સુરત મહાનગર ખાતે શ્રી કિશોરભાઇ માંગરોળિયાનાં “પ્રમુખ ઇલેક્ટ્રોનિકસ”નું ઉદઘાટન કર્યું, કિશોરભાઇ અને પ્રમુખ ઇલેક્ટ્રોનિક્સનાં સભ્યોને શુભેચ્છાઓ પાઠવી.

    More Details
  • 06 Oct, 2023

    આજે પૂજ્ય મોરારી બાપુની રામકથામાં ઉપસ્થિત રહી બાપુનાં દર્શન અને રામકથાનું શ્રવણ કરી ધન્યતા અનુભવી. પૂજ્ય બાપુ એમની કથાનાં માધ્યમથી સમાજને કુરિવાજો અને વ્યસનથી દૂર કરવા સંદેશો આપતા રહે છે, એમનો આ વિચાર-યજ્ઞ સદાય પ્રજ્જવલિત રહે એવી કામના.

    આજે પૂજ્ય મોરારી બાપુની રામકથામાં ઉપસ્થિત રહી બાપુનાં દર્શન અને રામકથાનું શ્રવણ કરી ધન્યતા અનુભવી. પૂજ્ય બાપુ એમની કથાનાં માધ્યમથી સમાજને કુરિવાજો અને વ્યસનથી દૂર કરવા સંદેશો આપતા રહે છે, એમનો આ વિચાર-યજ્ઞ સદાય પ્રજ્જવલિત રહે એવી કામના.

    More Details
  • 28 Sep, 2023

    गणपती बाप्पा मोरया, पुढच्या वर्षी लवकर या !

    गणपती बाप्पा मोरया, पुढच्या वर्षी लवकर या !
    આજે સુરત મહાનગર ખાતે ચોક અને ભાગળ ખાતે ઉપસ્થિત રહી ગણપતિ બાપ્પાને ભાવસભર વિદાય આપી. ગણેશ વિસર્જનનું આ પર્વ આનંદ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એ માટે શહેરીજનોને અપીલ કરી.
    ભીની આંખે બાપ્પાને વિદાય આપતા ભક્તોને અનંતચૌદસની શુભેચ્છાઓ પાઠવી.

    More Details
  • 08 Sep, 2023

    હાથી-ઘોડા-પાલકી, જય કન્હૈયાલાલ કી….

    હાથી-ઘોડા-પાલકી, જય કન્હૈયાલાલ કી….
    ગઇકાલે રાત્રે જન્માષ્ટમીનાં પાવન અવસરે યુથ ફોર ગુજરાત દ્વારા લિંબાયત વિધાનસભામાં આયોજિત ગુજરાતની સૌથી ઊંચી દહીં-હાંડી મહોત્સવમાં હાજરી આપી ધન્યતા અનુભવી. ગુજરાતની 35 ફૂટ ઊંચી દહીં-હાંડી મહોત્સવમાં વિવિધ મંડળોએ ભાગ લીધો, સૌનો જોશ અને ઉત્સાહ જોઇ આનંદની લાગણી અનુભવી. આખું વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું.
    આ પ્રસંગે લિંબાયત વિધાનસભાનાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, સુરત શહેર ભાજપા પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ, યુથ ફોર ગુજરાતનાં પ્રમુખ શ્રી જીજ્ઞેશ પાટીલ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 03 Sep, 2023

    જામનગર ખાતે આજે ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજાનાં જન્મ દિવસ નિમિત્તે યોજાયેલા સપ્તરંગી સેવા-યજ્ઞ મહોત્સવમાં હાજરી આપી.

    જામનગર ખાતે આજે ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજાનાં જન્મ દિવસ નિમિત્તે યોજાયેલા સપ્તરંગી સેવા-યજ્ઞ મહોત્સવમાં હાજરી આપી. 78 જામનગર ઉત્તર વિધાનસભાનાં દરેક વોર્ડમાં જેમનાં આધારકાર્ડ નથી એમને આધારકાર્ડ કઢાવી આપી, આયુષ્યમાન કાર્ડ, જનધન બેંક ખાતા ખોલાવવા સહિત જન સેવા કેમ્પનું ઉદઘાટન કર્યું.
    રાજ્ય સરકારનાં મંત્રી શ્રી મૂળુભાઇ બેરા, સાંસદ શ્રી પૂનમબેન માડમ, જામનગરનાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઇ હુંબલ, શહેર પ્રમુખ શ્રી વિમલભાઇ કગથરા, જીલ્લા પ્રમુખ શ્રી રમેશભાઇ મુંગરા, પૂર્વ મંત્રી શ્રી હકુભા જાડેજા અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 25 Aug, 2023

    હીરા નગરી સુરતમાં સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા “સ્પાર્કલ” એક્ઝીબિશનનું ઉદઘાટન કર્યું

    હીરા નગરી સુરતમાં સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા “સ્પાર્કલ” એક્ઝીબિશનનું ઉદઘાટન કર્યું, આ પ્રસંગે સુરતનાં જાણીતા ઉદ્યોગપતિશ્રીઓ, સુરત ચેમ્બર ઓફ કોમર્સનાં હોદ્દેદારશ્રીઓને રૂબરૂ મળવાનો અવસર પ્રાપ્ત થયો.
    સુરતમાં જ્વેલરી ડિઝાઇનિંગ ક્ષેત્રે પણ ઘણું કામ થઇ રહ્યું છે, સુરતની જ્વેલરી ભારત દેશમાં તો ખરી જ પણ દુનિયાનાં જુદા જુદા દેશોમાં પણ એક્સપોર્ટ કરાય છે એ ખૂબ આનંદ અને ગૌરવની વાત છે. સુરતનું ફલક વિશ્વ સુધી વિસ્તરી રહ્યું છે એમાં સુરતનાં જ્વેલરી બિઝનેસ સાથે જોડાયેલા ઉદ્યોગપતિશ્રીઓનો પણ મોટો ફાળો છે, આ માટે સૌને અભિનંદન પાઠવ્યા.
    સ્પાર્કલ એક્ઝીબિશનમાં રજૂ થયેલી બેનમૂન ડિઝાઇન્સ સુરતનાં હીરા ઉદ્યોગની ચમક દર્શાવે છે, આ આયોજન માટે સુરત ચેમ્બર ઓફ કોમર્સને પણ અભિનંદન પાઠવું છું.

    More Details
  • 18 Aug, 2023

    SJMA અને WICCI દ્વારા મહિલાઓ આત્મનિર્ભર થાય એ હેતુથી યોજાયેલા અભિલાષા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

    મહિલાઓની આત્મનિર્ભરતા એમનો આત્મવિશ્વાસ વધારે છે.
    SJMA અને WICCI દ્વારા મહિલાઓ આત્મનિર્ભર થાય એ હેતુથી યોજાયેલા અભિલાષા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
    આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિત હોદ્દેદારો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 13 Aug, 2023

    ઇન્ડિયન મેનોપોઝ સોસાયટી અને સુરત ઓબ્સ્ટેટ્રીક સોસાયટી એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી દ્વારા યોજાયેલી વેસ્ટ ઝોન કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી સર્વ ગાયનેકોલોજીસ્ટ્સ સાથે રૂબરૂ થવાનો અવસર

    ઇન્ડિયન મેનોપોઝ સોસાયટી અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને ડોક્ટર ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા.સુરત ઓબ્સ્ટેટ્રીક સોસાયટી એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી દ્વારા યોજાયેલી વેસ્ટ ઝોન કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી સર્વ ગાયનેકોલોજીસ્ટ્સ સાથે રૂબરૂ થવાનો અવસર મળ્યો.
    આ કોન્ફરન્સમાં ગાયનેકોલોજીસ્ટસ દ્વારા આધુનિક સારવાર અને વિશેષ કેસ સ્ટડી પર ડિસ્કશન કરાયું. આ ડિસ્કશન ડોક્ટર ભાઇ-બહેનોને મદદરૂપ થશે અને એનો ફાયદો દર્દીઓને પણ મળશે.

    More Details
1 2 3 4 9