આપણો દેશ વિશ્વનાં સૌથી મોટા લોકશાહી દેશ તરીકે ઊભરી આવ્યો છે, આજનાં દિવસે આપણાં બંધારણનાં ઘડવૈયા એવા ડો.બાબાસાહેબ આંબેડકરજીને પણ યાદ કરું છું અને એમને વંદન કરું છું. દેશને આઝાદી અપાવનાર સર્વ શહીદોનાં ચરણોમાં નતમસ્તક.
NAMO એપ પર જોડાઇને આ સંવાદ થકી માર્ગદર્શન મેળવ્યું.
એ સંદર્ભમાં આજે ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રીઓ સાથે એક વર્ચ્યુઅલ બેઠક યોજી.
આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીશ્રીઓ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ,શ્રી રજનીભાઇ પટેલ,શ્રી પ્રદિપસિંહ વાઘેલા, પ્રદેશના પ્રવકતાશ્રી યમલભાઇ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપાના આગામી કાર્યક્રમ ‘વન ડે – વન ડિસ્ટ્રિક્ટ’ના અનુસંધાને આજે નવસારી સર્કિટ હાઉસ ખાતે નવસારી જિલ્લાના દરેક મંડળની બેઠક યોજી. કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી, એમને માર્ગદર્શન આપ્યું અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચાઓ કરી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
આશરે 25 લાખ પતંગો રાજ્યનાં દરેક શહેરો અને ગામડાઓમાં પહોંચાડાયા છે, જેમાં 2 લાખ પતંગો સુરતમાં વિતરિત કરાયા છે. આ પતંગો પર લખાયેલા વિવિધ સંદેશાઓ વડે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે. ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, સુરત મહાનગર ભાજપ પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, મહામંત્રીઓશ્રી મુકેશભાઈ દલાલ, શ્રી કિશોરભાઈ બિન્દલ, શ્રી કાળુભાઇ ભીમનાથ, સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઇ જોધાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પટેલ, સાશક પક્ષ નેતા શ્રી અમિતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા.
આ બેઠકમાં પ્રદેશ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન શિયાળ, પરમ પૂજ્ય શ્રી ભારતી બાપુ, કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી દેવાભાઈ માલમ, શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, શ્રી આર.સી.મકવાણા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, શ્રી ભરતસિંહ ડાભી, પૂર્વ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, શ્રી દિલીપભાઈ ઠાકોર સહિત ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
કાપડ પર 5 % GST યથાવત રહેતા ASSOCHAM, સ્પીનીંગ એસોસિએશન, વિવિંગ એસોસિએશન, મસ્કતિ કાપડ માર્કેટ, મહાજન, ન્યુ ક્લોથ માર્કેટ મહાજન, GCCI ટેક્ષટાઇલ વિંગ, પ્રોસેસર એસોસિએશન, ટેકનિકલ ટેક્ષટાઇલ એસોસિએશનનાં ચેરમેનશ્રીઓ અને સેક્રેટરીશ્રીઓએ શુભેચ્છા મુલાકાત લઇ આભાર અને આનંદ વ્યક્ત કર્યો.