Thank You Rajkot….!!!
સુશાસન સપ્તાહનાં સમાપન પ્રસંગે યોજાયેલી ભવ્ય રેલીમાં રાજકોટ મહાનગરનાં સર્વ કાર્યકર્તાશ્રીઓ અને નગરજનોનો અપ્રતિમ સ્નેહ મળ્યો, સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
આજે વડોદરા ખાતે ઉત્તરપ્રદેશનાં મહામહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે વેકિસનનાં વિશાળ બેનર સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો. સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ, વડોદરા મેયરશ્રી કેયૂરભાઈ રોકડિયા, પ્રદેશ સહ-પ્રવકતાશ્રી ભરતભાઇ ડાંગર ઉપસ્થિત રહ્યા.
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી વિનોદભાઈ મોરડીયા, શ્રી મુકેશભાઈ પટેલ તથા મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા ઉપસ્થિત રહ્યાં.