Political Initiatives Footer

INITIATIVE - POLITICALS

  • 12 May, 2023

    ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક સંમેલનનો શુભારંભ

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગાંધીનગર ખાતે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક સંમેલનનો શુભારંભ કરાવ્યો એ પ્રસંગે હાજર રહેવાનું સૌભાગ્ય અને ગૌરવ સાંપડ્યું.
    મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે
    કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ દેશભરમાંથી આવેલ શિક્ષકો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 09 May, 2023

    ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાની કારોબારી

    કાર્યકર્તાશ્રીઓ સંગઠનનો મજબૂત પાયો છે. આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન આપ્યું.
    પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લાના પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ સહિત જિલ્લાના હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 08 May, 2023

    પાટણ જિલ્લાની કારોબારી બેઠક

    પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી પાટણ જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી, માર્ગદર્શન પાઠવ્યું.
    પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર, કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપુત, પાટણ જિલ્લાના પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર સહિત જિલ્લાના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 08 May, 2023

    સાબરકાંઠા જિલ્લાની કારોબારી બેઠક

    પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે યોજાયેલી સાબરકાંઠા જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી, માર્ગદર્શન આપ્યું.
    પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ શ્રી જયંતીભાઈ પટેલ સહિત જિલ્લાના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 08 May, 2023

    અમદાવાદ જિલ્લાની કારોબારી બેઠક

    પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે અમદાવાદ જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી, માર્ગદર્શન પાઠવ્યું.
    પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, અમદાવાદ જિલ્લાના પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસાઈ સહિત જિલ્લાના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 07 May, 2023

    સુરત ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલન

    આજ સુરત ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું.
    આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા, શ્રી એમ.એસ. પટેલ, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 02 May, 2023

    પુણ્ય ભૂમિ બગદાણા ખાતે બાપા સીતારામનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા

    જ્યાં અનેક સંતોનાં પાવન પગલાં પડ્યા છે એવી પુણ્ય ભૂમિ બગદાણા ખાતે બાપા સીતારામનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. અપાર ધન્યતા અને પરમ શાંતિનો અનુભવ કર્યો.
    આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા પ્રમુખ શ્રી આર.સી. મકવાણા સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 30 Apr, 2023

    #ManKiBaat નાં 100મા એપિસોડ

    રેડિયો જેવું માધ્યમ લુપ્ત થવાની અણી પર હતું ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે “મન કી બાત”નાં માધ્યમથી દેશવાસીઓ સાથે સંપર્ક શરૂ કર્યો અને દેશ-દુનિયામાં બનતા વિશિષ્ટ બનાવો અને વ્યક્તિઓ વિશે વાત કરી યુવાનોને, દેશવાસીઓને સતત પ્રોત્સાહિત કર્યા અને એટલે જ #ManKiBaat નાં પ્રત્યેક એપિસોડ્સ દેશવાસીઓ માટે વિશેષ બની રહ્યા.
    આજે #ManKiBaat નાં 100મા એપિસોડને વેસુ ખાતે કાર્યકર્તાશ્રીઓ સાથે નિહાળી ધન્યતા અનુભવી અને જીવનપથ પર માર્ગદર્શન મેળવવાનું સૌભાગ્ય મેળવ્યું.
    આજે 100મા એપિસોડ નિમિત્તે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને વંદન કરું છું. #mankibaat100episode

    More Details
  • 29 Apr, 2023

    પોલીસ અને એમનાં પરિવારની સુખાકારી માટે નવસારીનાં ચીખલી ખાતે અત્યાધુનિક સુવિધાઓ સાથે પોલીસ આવાસો લોકાર્પિત

    સલામતી માટે દિવસ-રાત ખડેપગે રહેતી પોલીસ અને એમનાં પરિવારની સુખાકારી માટે નવસારીનાં ચીખલી ખાતે અત્યાધુનિક સુવિધાઓ સાથે પોલીસ આવાસો લોકાર્પિત કર્યા અત્યંત આનંદની લાગણી અનુભવી. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે લોકાર્પિત થયેલા આ આવાસો ફરજ સ્થળની પાસે જ આવેલા હોવાને કારણે પોલીસકર્મીઓની સરળતા અને સુગમતામાં ઉમેરો થશે અને કાર્યદક્ષતા પણ વધશે એનો મને વિશ્વાસ છે.

    More Details
  • 29 Apr, 2023

    વાહન વ્યવહાર નિગમની 125 નવીન બસોને નવસારી ખાતે લોકાર્પિત કરી

    રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની 125 નવીન બસોને નવસારી ખાતે લોકાર્પિત કરી, લોકોની મુસાફરી વધુ સરળ અને સગવડદાયી બને એ દિશામાં બસોનું નવીનીકરણ ગુજરાતનાં વિકાસની હરણફાળને વધુ વેગવંતી બનાવશે અને જન-જનની સુખાકારીમાં ઉમેરો થશે.
    આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ, નવસારી જીલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઇ શાહ, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 27 Apr, 2023

    સોશિયલ મિડીયા કાર્યશાળામાં કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન

    જૂનાગઢની પુણ્ય ધરા પર જીલ્લા અને મહાનગરનાં બૂથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત યોજાયેલી સોશિયલ મિડીયા કાર્યશાળામાં કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું. સોશિયલ મિડીયા આજનાં સમયમાં મહત્વની ભૂમિકા ભજવે છે, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને સોશિયલ મિડીયાનાં માધ્યમથી જન-જન સુધી પહોંચાડી શકાય છે અને નાગરિકો સાથે સંપર્કમાં રહી એમની સમસ્યાઓ જાણી એનું નિવારણ લાવવામાં પણ સરળતા રહે છે.
    આ પ્રસંગે સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, શહેર પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 26 Apr, 2023

    સુરત મહાનગર ખાતે પેજ સમિતિના સભ્યો સાથે બેઠક

    સુરત મહાનગર ખાતે પેજ સમિતિના સભ્યો સાથે બેઠક કરી, સૌની સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો.
    આ પ્રસંગે શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, જિલ્લા પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઈ સહિત હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
1 50 51 52 53 54 68