Political Initiatives Footer

INITIATIVE - POLITICALS

  • 09 Jun, 2023

    “વિકાસતીર્થ” અભિયાન અંતર્ગત નવસારી જલાલપોરનાં આટ ખાતે નમક સત્યાગ્રહ સ્મારકની મુલાકાત

    “વિકાસતીર્થ” અભિયાન અંતર્ગત નવસારી જલાલપોરનાં આટ ખાતે નમક સત્યાગ્રહ સ્મારકની મુલાકાત લઇ ધન્યતા અનુભવી, પૂજ્ય બાપુને ભાવપૂર્ણ વંદન કર્યા. આ પ્રસંગે ધારાસભ્યશ્રીઓ શ્રી રાકેશભાઈ દેસાઈ,શ્રી આર.સી.પટેલ,જીલ્લા પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ,પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 09 Jun, 2023

    જનસંપર્ક અભિયાન અંતર્ગત આત્મનિર્ભર બહેનો સાથે સંવાદ

    નવસારીનાં જલાલપોર ખાતે મહેન્દ્ર બ્રધર્સ ગૃપ દ્વારા યોજાયેલા વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત આત્મનિર્ભર બહેનો સાથે સંવાદ સાધ્યો.
    આ બહેનોની આત્મનિર્ભરતા અને એમનાંમાં રહેલા સશક્તિકરણને વંદન કરું છું.
    આ પ્રસંગે ધારાસભ્યશ્રીઓ શ્રી રાકેશભાઈ દેસાઈ,શ્રી આર.સી.પટેલ,જીલ્લા પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ,પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 09 Jun, 2023

    નવસારી ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની કન્યાશાળા નંબર-01નું ખાતમુહૂર્ત

    આજે નવસારી ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની કન્યાશાળા નંબર-01નું ખાતમુહૂર્ત કર્યું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સદાય કન્યા શિક્ષણને મહત્વ આપ્યું છે. સૌ દિકરીઓ સાથે સંવાદ સાધી આનંદ પ્રાપ્ત થયો, સૌને ઉજ્જવળ ભવિષ્યનાં આશીર્વાદ પાઠવ્યા.
    ધારાસભ્યશ્રીઓ શ્રી રાકેશભાઈ દેસાઈ,શ્રી આર.સી.પટેલ, જીલ્લા પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ, નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખશ્રી જિગીષ શાહ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 08 Jun, 2023

    કે.ડી.પી. મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના હૃદયરોગ વિભાગ અને નવા મોડ્યુલર ઓપરેશન થિયેટરનું લોકાર્પણ

    આરોગ્ય સેવા અને સુવિધામાં ઉમેરો એ સ્વસ્થ સમાજ તરફનું એક મજબૂત કદમ છે.
    ગઇકાલે રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કે.ડી.પી. મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના હૃદયરોગ વિભાગ અને નવા મોડ્યુલર ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કરવાનો અવસર સાંપડ્યો.
    આ પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, હોદ્દેદારો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 06 Jun, 2023

    ડાંગ, દાહોદ અને ગાંધીનગર મહાનગરની કારોબારી

    પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે યોજાયેલી ડાંગ, દાહોદ અને ગાંધીનગર મહાનગરની કારોબારી બેઠકમાં સર્વ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો.
    પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, ડાંગના જિલ્લા પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, દાહોદના જિલ્લા પ્રમુખ શ્રી શંકરભાઈ અમલિયાર, ગાંધીનગર મહાનગરના પ્રમુખ શ્રી રુચિરભાઈ ભટ્ટ સહિત હોદ્દેદારશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 06 Jun, 2023

    વલસાડ અને તાપી જિલ્લાની કારોબારી

    પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે વલસાડ અને તાપી જિલ્લાની કારોબારી બેઠક યોજાઈ, સૌ સાથે સંવાદ સાધી માર્ગદર્શન પાઠવ્યું.
    પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી એમ.એસ. પટેલ, સાંસદ શ્રી કે.સી.પટેલ, વલસાડના જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, તાપીના જિલ્લા પ્રમુખ શ્રી જયરામભાઈ ગામીત સહિત હોદ્દેદારશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 05 Jun, 2023

    કચ્છ જીલ્લા ભાજપા કાર્યાલયનું ઉદઘાટન

    આજે ભૂજ ખાતે કચ્છ જીલ્લા ભાજપા કાર્યાલયનું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. સૌ કાર્યકર્તાશ્રીઓને અભિનંદન પાઠવ્યા, આ સાથે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલના જનસેવા કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કર્યું. કેશુભાઇએ “જનસેવા એ જ સંકલ્પ”ને જીવનસૂત્ર બનાવ્યું છે, એમને શુભેચ્છાઓ પાઠવી.
    પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રજનીભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 05 Jun, 2023

    કર્ણાવતી મહાનગરની કારોબારી બેઠક

    કાર્યકર્તાશ્રીઓ મજબૂત સંગઠનની અમૂલ્ય શક્તિ છે !”
    આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે કર્ણાવતી મહાનગરની કારોબારી બેઠકમાં કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી માર્ગદર્શન પાઠવ્યું.
    પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, શ્રી હસમુખભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, મહાનગરના પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ સહિત હોદ્દેદારશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 04 Jun, 2023

    સંકલ્પ, સફળતા, સુખાકારીનાં 9 વર્ષ….

    સંકલ્પ, સફળતા, સુખાકારીનાં 9 વર્ષ….
    ‘સંપર્કથી સમર્થન’ અભિયાન અંતર્ગત નવસારીના અદડા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાર્યકર્તા અને ગણદેવી સુગર ફેક્ટરીના માજી ચેરમેન પ્રોફેસર જયંતીભાઈ પટેલના નિવાસસ્થાને મુલાકાત લઈ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલા સેવા, સુસાશન, ગરીબ કલ્યાણ તથા લોકહિતના કાર્યો અંગે ચર્ચા કરી પુસ્તક અર્પણ કર્યુ.

    More Details
  • 04 Jun, 2023

    એકસપ્રેસ વે જંકશનના કામગીરીનું નિરીક્ષણ

    નવસારીના સરપોર ખાતે ચાલી રહેલા એકસપ્રેસ વે જંકશનના કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન પાઠવ્યા.
    જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની સહિત ધારાસભ્યશ્રીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 04 Jun, 2023

    51 આવાસો લોકાર્પિત

    નવસારીનાં સરપોર ખાતે 51 આવાસો લોકાર્પિત કરતા અત્યંત આનંદની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારે નવ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે વિકાસ, સુવિધા અને સુખાકારી-સાથે જનસેવાનો સંકલ્પ પણ સાકાર થયો છે.
    જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની સહિત ધારાસભ્યશ્રીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 02 Jun, 2023

    ‘સંપર્કથી સમર્થન’

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂર્ણ થતા આજે સુરત ખાતે ‘સંપર્કથી સમર્થન’ અભિયાન અંતર્ગત પદ્મશ્રી મથુરભાઈ સવાણીની શુભેચ્છા મુલાકાત લઈ એમને ભાજપા સરકારનાં વિવિધ કાર્યો અને યોજનાઓની માહિતી આપી, મથુરભાઇને મળીને આનંદ સાથે ધન્યતા અનુભવી.
    ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
1 47 48 49 50 51 68