आज इंदौर में पल्लव आई क्लिनिक के उद्घाटन के अवसर पर उपस्थित होकर अत्यंत प्रसन्नता का अनुभव हुआ। इस अवसर पर डॉ. प्रतीप व्यास एवं उनकी टीम को हार्दिक बधाई एवं शुभकामनाएँ प्रेषित की ।
આજે સુરતનાં પાલ ખાતે આવેલા પરદેશ્વર મહાદેવ મંદિરમાં મહાદેવ દાદાની પૂજા અર્ચના કરી ધન્યતાની લાગણી અનુભવી. મહાદેવ દાદાને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી.
શિક્ષણ ક્ષેત્રે 50 વર્ષ પૂર્ણ કરનાર સમિતિ ગ્રુપ ઓફ સ્કુલના ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશનમાં ઉપસ્થિત રહી સૌ વિદ્યાર્થીઓને અભિનંદન શુભેચ્છાઓ પાઠવ્યા. વિદ્યાર્થીઓનાં ઉજ્જવળ ભવિષ્ય પાછળ શાળાકીય સંસ્થાઓનો ખૂબ મોટો ફાળો છે-સમિતિ ગ્રૃપ ઓફ સ્કૂલ પણ વિદ્યાર્થીઓનાં જીવનપથ માટે દિવાદાંડી સમાન કાર્ય કરી રહી છે, એ બદલ સૌ ટ્રસ્ટીઓ, શિક્ષકો અને સભ્યોને અભિનંદન!