Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના બિલ્ડરો સાથે બેઠક

રાજકોટ ખાતે ક્રેડાઈ - રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન દ્વારા યોજાયેલા સૌરાષ્ટ્ર રિયલ એસ્ટેટ સમિટ તથા વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, મેયર શ્રી પ્રદીપભાઈ ડવ તથા આગેવાનો, હોદ્દેદારો અને રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા.

શ્રી રામેશ્વર મંદિર, જસદણ ખાતે નવનિર્મિત વૃદ્ધાશ્રમનું લોકાર્પણ

શ્રી રામેશ્વર મંદિર, જસદણ ખાતે નવનિર્મિત વૃદ્ધાશ્રમનું લોકાર્પણ કર્યું. સર્વ વડીલશ્રીઓના આશીર્વાદ લીધા. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, જિલ્લા પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરીયા સહિત ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.

જૂનાગઢનાં થાણીયાના ખાતે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણનું જીવનસ્મરણ કરાવતી ભાગવત સપ્તાહ

આજરોજ જૂનાગઢનાં થાણીયાના ખાતે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણનું જીવનસ્મરણ કરાવતી ભાગવત સપ્તાહમાં હાજરી આપી, કથાનાં રસપાનનો લ્હાવો લીધો. પ્રભુ પાસે સર્વ ભક્તજનોના કલ્યાણ માટે પ્રાર્થના કરી. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા,શ્રી રાજેન્દ્રબાપુ તોરણીયા વાળા, સંસદસભ્ય શ્રી રમેશભાઈ ધડુક, પૂર્વ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા અને જૂનાગઢ જીલ્લા પ્રભારી શ્રી ધવલભાઇ દવે ઉપસ્થિત રહ્યા.