Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

શેખપુર પરિવારનાં સભ્યશ્રીઓ દ્વારા યોજાયેલા સ્નેહ સમારંભમાં ઉપસ્થિત રહેવાનો અવસર

લોકોનો અસીમ સ્નેહ મને હંમેશા નવી ઉર્જા પ્રદાન કરતો રહે છે, ગતરોજ વેલંજા, ઉમરા, શેખપુર પરિવારનાં સભ્યશ્રીઓ દ્વારા યોજાયેલા સ્નેહ સમારંભમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. આ પરિવારનો સહ્રદય આભાર વ્યક્ત કરું છું. સંતશ્રીઓનાં આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય પણ સાંપડ્યું. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સર્વનો આભાર

સુરત મહાનગર પાલિકા દ્વારા અડાજણ ખાતે આકાર પામેલા સ્પોર્ટસ કોમ્પલેક્સનો પીપીપી ધોરણે શુભારંભ

સુરત મહાનગર પાલિકા દ્વારા અડાજણ ખાતે આકાર પામેલા સ્પોર્ટસ કોમ્પલેક્સનો પીપીપી ધોરણે શુભારંભ કર્યો. આ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 50 શાળાઓ, સુમન સ્કૂલની 23 શાળાઓ ખાતે 169 ઇન્ટરેક્ટિવ સ્માર્ટ બોર્ડ દ્વારા આધુનિક શિક્ષણનાં શુભારંભ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વિનુભાઇ મોરડીયા, ધારાસભ્યશ્રીઓ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, પદાધિકારીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

‘BJP YOJANA SETU’ એપ્લીકેશન

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ ગુજરાતનાં જન-જન સુધી સરળતાથી પહોંચી શકે અને છેવાડાનાં પ્રત્યેક લોકો આ યોજનાઓનો લાભ લઇ શકે એ હેતુથી આજે પ્રદેશ કાર્યાલય ખાતે ‘BJP YOJANA SETU’ એપ્લીકેશન લોન્ચ કરી. ત્રણ ભાષામાં તૈયાર થયેલી આ એપ્લીકેશન સૌ પ્રથમ ઓડિયો-વિઝ્યુઅલ એપ્લીકેશન છે. આ એપ્લીકેશન તૈયાર કરવા બદલ મહિલા મોરચાનાં પ્રદેશમંત્રી શ્રીમતી શ્રદ્ધાબેન ઝા