Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

મજબૂત સંગઠનનાં પાયાને વધુ મજબૂત કરવાનો સંકલ્પ….

મજબૂત સંગઠનનાં પાયાને વધુ મજબૂત કરવાનો સંકલ્પ…. વડોદરા ખાતે શહેર ભાજપ કાર્યાલયનો શિલાન્યાસ કરી ભારતીય જનતા પાર્ટીનાં સંગઠનને વધુ મજબૂત કરવાની દિશા તરફ એક નવું કદમ માંડવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ પ્રસંગે શહેર પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ તથા ધારાસભ્યો, મહાનગરના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

ટી.બી.નાબૂદીનાં સંકલ્પ સાથે વડોદરાનાં હરણી ખાતે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે ટી.બી.નાં 600 દર્દીઓને દત્તક લીધા

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આપણો દેશ ટી.બી નાબૂદી તરફ આગળ વધી રહ્યો છે-ત્યારે ટી.બી.નાબૂદીનાં સંકલ્પ સાથે વડોદરાનાં હરણી ખાતે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે ટી.બી.નાં 600 દર્દીઓને દત્તક લીધા. આ ભગીરથ કાર્ય બદલ એમને અભિનંદન પાઠવ્યા અને દર્દીઓનાં સ્વજનો સાથે સંવાદ સાધ્યો. આ પ્રસંગે શહેર પ્રમુખ ડૉ. વિજયભાઈ શાહ સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો, આગેવાનો

શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ નવાણસત્રમાં પૂજ્ય સ્વામી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજના સ્વમુખે કથાનું રસપાન

વડોદરા ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ નવાણસત્રમાં પૂજ્ય સ્વામી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજના સ્વમુખે કથાનું રસપાન પ્રાપ્ત કરી અતિધન્યતા સભર પળોનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ભાગવત અતિ મહત્વપૂર્ણ ગ્રંથ છે, કારણ કે એમાં વૈશ્વિકથી લઇ આધ્યાત્મિક જ્ઞાન સમાયેલું છે, આવા જ્ઞાનની પ્રાપ્તિ પરમ સંતોષની અનુભૂતિ આપે છે. આ પ્રસંગે શહેર પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ, સાંસદ શ્રીમતી