Events Footer

Events

Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

“મન કી બાત”નાં વિચારોનું ‘100 Quotes of Mann Ki Baat’

પ્રદેશ કારોબારીમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મન કી બાત”નાં વિચારોનું '100 Quotes of Mann Ki Baat' શીર્ષક સાથે સંપાદિત થયેલા પુસ્તકનું વિમોચન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. “મન કી બાત”નાં 100 એપિસોડમાંથી સંપાદિત થયેલા 100 સુવિચારો જીવનમાર્ગ બતાવી, જીવનપથને વધુ ઉજ્જવળ બનાવે છે.

બોટાદ અને મોરબી જિલ્લાની કારોબારી

પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે બોટાદ અને મોરબી જિલ્લાની કારોબારી બેઠક યોજાઈ, સૌ કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, બોટાદ જિલ્લા શ્રી પ્રમુખ મયુરભાઈ પટેલ, મોરબી જિલ્લા પ્રમુખ શ્રી દુર્લભજીભાઈ દેથરીયા સહિત જિલ્લાના હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

રાજકોટ જિલ્લાની કારોબારી

પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે યોજાયેલી રાજકોટ જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી, કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન આપ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, શ્રી રજનીભાઈ પટેલ જિલ્લા પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરીયા સહિત જિલ્લાના હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.