Events Footer

Events

Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

“કટોકટી દિન”

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે “કટોકટી દિન” નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. કોંગ્રેસ સત્તા મેળવવા કોઇપણ સ્તરે જઇ શકે છે તે કટોકટીનાં દિવસ પરથી સમજાય છે. કટોકટીમાં કોઇપણ પ્રકારનો ડર રાખ્યા વિના જેલમાં જવાની બીક રાખ્યા વિના મક્કમતાથી દેશ માટે ઝઝૂમી રહ્યા

“ગ્રીન ગ્રોથ” વિષય પર ચર્ચા

અમદાવાદ ખાતે ITC નર્મદા હોટલ ખાતે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજીની અધ્યક્ષતા વચ્ચે “ગ્રીન ગ્રોથ” વિષય પર ચર્ચા કરી. આ પ્રસંગે પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ, પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવે, શહેર પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ સહિત આગેવાનો અને ઉદ્યોગપતિઓ, વિવિધ એસોસિયેશનના પ્રમુખો તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યાં.

‘અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા

પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત આયોજિત 'અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા'માં 182 વિધાનસભાના તમામ 51,931 વિસ્તારકોને વર્ચ્યુઅલ માર્ગદર્શન પાઠવ્યું. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.