Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

આજે ગીર સોમનાથનાં વેરાવળ તાલુકાના ડાભોર ખાતે નવનિર્મિત વિમ્સ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત

આજે ગીર સોમનાથનાં વેરાવળ તાલુકાના ડાભોર ખાતે માનનીય મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે નવનિર્મિત વિમ્સ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સંત-મહંતશ્રીઓનાં આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી. આ અતિઆધુનિક અને સુવિધાસભર હોસ્પિટલનો લાભ જીલ્લાનાં અનેક ગ્રામ્યજનોને પ્રાપ્ત થવાનો છે, આરોગ્ય ક્ષેત્રે એમની સુખાકારીમાં ઉમેરો થયો

છત્તીસગઢમાં થયેલા મહાદેવ બેટિંગ એપ્લીકેશન કૌભાંડ અંગે આજે સુરતમાં પત્રકાર પરિષદને સંબોધી. પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો

છત્તીસગઢમાં થયેલા મહાદેવ બેટિંગ એપ્લીકેશન કૌભાંડ અંગે આજે સુરતમાં પત્રકાર પરિષદને સંબોધી. પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો. જ્યારે ચૂંટણી લડવા માટે UAEથી આવતા પૈસાનો ઉપયોગ કરી ચૂંટણી જીતવાનો પ્રયાસ થતો હોય ત્યારે સ્વાભાવિકપણે ખોટું થવાની શક્યતા હોય છે અને નાગરિકોનો વિશ્વાસ ઉઠી જતો હોય છે. આટલી મોટી રકમ જ્યારે મહાદેવ એપ દ્વારા આપવામાં આવે છે

દિકરીઓ સૂરજ સમાન તેજથી પરિવાર, સમાજ, શહેર, રાજ્ય અને સમગ્ર દેશનું નામ રોશન કરી રહી છે

દિકરીઓ સૂરજ સમાન તેજથી પરિવાર, સમાજ, શહેર, રાજ્ય અને સમગ્ર દેશનું નામ રોશન કરી રહી છે. ખારવા સમાજની આ દિકરીઓ પર ખૂબ ગર્વ છે. એમનાં ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરું છું. વેરાવળ ખાતે શ્રી શિવ સાગર મહિલા મંડળ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા ખારવા સમાજની દિકરીઓનાં સન્માન સમારંભમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી. આ સમારોહમાં

આત્મનિર્ભરતાનાં પથ પર અમરેલીનું મજબૂત કદમ

આત્મનિર્ભરતાનાં પથ પર અમરેલીનું મજબૂત કદમ આજે અમરેલી ખાતે એરો ફ્રેયર ઇકે વિમાન ઉત્પાદન પ્લાન્ટનાં ખાતમુહૂર્ત પ્રસંગ ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહારાજનાં આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી. મને પૂરો વિશ્વાસ છે કે ભવિષ્યમાં અમરેલીમાં જ મોટા વિમાનો બનવાનો પ્લાન્ટ પણ નિર્માણ પામશે. સુરાણી પરિવારે અમરેલીમાં જ વિમાન બનાવવાનો પ્લાન્ટ

સૌથી વધુ મતોથી નવસારીની બેઠક જીતવામાં જે બુથ કાર્યકરોએ મહત્વનો ફાળો આપ્યો એ સૌને આજે નવસારીનાં બી.આર.ફાર્મ ખાતે મળીને ધન્યતા અનુભવી.

સૌથી વધુ મતોથી નવસારીની બેઠક જીતવામાં જે બુથ કાર્યકરોએ મહત્વનો ફાળો આપ્યો એ સૌને આજે નવસારીનાં બી.આર.ફાર્મ ખાતે મળીને ધન્યતા અનુભવી. નવસારીનાં બુથ કાર્યકરોએ દેશભરમાં નવસારી જીલ્લાનું નામ ખૂબ મજબૂત કર્યું છે. સૌ બુથ કાર્યકરોને દિવાળીની શુભકામનાઓ પાઠવી, એમનાં પરિવાર પર મા રિદ્ધિ-સિદ્ધિની કૃપા સદાય રહે એવી પ્રાર્થના કરી. નવસારી જીલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઇ શાહનાં

દિવાળીનાં પાવન અવસરે સુરતવાસીઓને મળ્યો એક નવો ફ્લાય ઓવર બ્રીજ !!

દિવાળીનાં પાવન અવસરે સુરતવાસીઓને મળ્યો એક નવો ફ્લાય ઓવર બ્રીજ !! આજે સુરત ખાતે ખરવરનગર જંક્શનથી પરવત પાટીયા તરફ જતા BRTS રૂટ પર ભાઠેના જંકશન પર નવનિર્મિત ફલાય ઓવરબ્રિજનું લોકાર્પણ કરતા ખૂબ આનંદની લાગની અનુભવી. સુરત શહેર બ્રીજનગરી તરીકે પણ ઓળખાય છે. આ ફ્લાય ઓવરને કારણે ખરવરનગરથી પરવત પાટીયા તરફ જવાનાં રસ્તે ટ્રાફિકની સમસ્યા હળવી

સુરત ડાયમંડ બુર્સનાં ચેરમેન શ્રી વલ્લભભાઇ લખાણીનાં નિવાસસ્થાને દિવાળીનાં શુભ પર્વ નિમિત્તે પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લીધી.

સુરત ડાયમંડ બુર્સનાં ચેરમેન શ્રી વલ્લભભાઇ લખાણીનાં નિવાસસ્થાને દિવાળીનાં શુભ પર્વ નિમિત્તે પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લીધી. નાગજીભાઇ સાકરિયા, ભરતભાઇ કથિરીયા, વિરજીભાઇ પાલડીયા, વિઠ્ઠલભાઇ વિઠ્ઠાણી, બાબુભાઇ લખાણી, લવજીભાઇ ગુજરાતી, શૈલેષભાઇ બગદાણાવાલા અને સંજયભાઇ લખાણી પણ ઉપસ્થિત હતા. સૌની સાથે હળવાશભર્યો સમય પસાર કર્યો.

ઓર્ગન ડોનેશન થકી એક દિપમાંથી બીજો દિપ પ્રજ્વલિત થતો હોય છે.

ઓર્ગન ડોનેશન થકી એક દિપમાંથી બીજો દિપ પ્રજ્વલિત થતો હોય છે. ઓર્ગન ડોનેશનમાં સુરત શહેર સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે. દિવાળીનાં પાવન અવસરે સુરત સિવિલ હોસ્પિટલનાં સફાઇ કામદાર ભાઇ-બહેનો જેમણે ઓર્ગન ડોનેશન ક્ષેત્રે પણ નોંધનીય કામગીરી કરી છે, એમને દિવાળીનાં પર્વની શુભેચ્છાઓ પાઠવી. એમની ફરજનિષ્ઠાને બિરદાવ્યા.

સુરત શહેર પોલીસ દ્વારા રાજ્ય કક્ષાની ડીજીપી કપ વોલીબોલ-2023 ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું.

આજે સુરત શહેર પોલીસ દ્વારા રાજ્ય કક્ષાની ડીજીપી કપ વોલીબોલ-2023 ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું. રમત-ગમતનો આપણાં જીવનમાં ખૂબ ફાળો છે. ટીમવર્ક, એકાગ્રતા, ચપળતા, નિર્ણયશક્તિ, ખેલદિલી જેવા કૌશલ્યોનો વિકાસ રમત-ગમતની મદદથી થાય છે. ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ એક નવો વિક્રમ સર્જશે એનો મને વિશ્વાસ છે. ડીજીપી કપ વોલીબોલ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી 17 ટીમો ભાગ લઇ રહી છે, સૌને

આજે ગાંધીનગર દક્ષિણ વિધાનસભાનો દીવાળી સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ અને એમનાં પરિવારને શુભેચ્છાઓ પાઠવી

ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ નક્કી કરેલા સંકલ્પને પૂર્ણ કરવા હંમેશા સફળ પ્રયાસો કરતા હોય છે. આજે ગાંધીનગર દક્ષિણ વિધાનસભાનો દીવાળી સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ અને એમનાં પરિવારને શુભેચ્છાઓ પાઠવી. બુથને વધુ મજબૂત બનાવવા કાર્યકર્તાશ્રીઓને અપીલ કરી અને એ માટે માર્ગદર્શન પાઠવ્યું. ગાંધીનગર વોર્ડ નંબર 11નાં 100થી વધુ કાર્યકર્તાઓને ભાજપાનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા. આ