Views Navigation

Event Views Navigation

Today
  • ‘પ્રદેશ ચૂંટણી પસંદગી સમિતિ’

    પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘પ્રદેશ ચૂંટણી પસંદગી સમિતિ’ બેઠકના ત્રીજા દિવસની શરૂઆત થઈ. આ પ્રસંગે પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, શ્રી મનસુખભાઈ માંડવિયા સહિત પ્રદેશ ચૂંટણી સમિતિના

  • બોટાદ ખાતે શ્રી સુરેશભાઇ ગોધાણીનાં નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત

    બોટાદ ખાતે શ્રી સુરેશભાઇ ગોધાણીનાં નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. એમનાં પરિવાજનોને મળીને ખૂબ આનંદ થયો. શ્રી સુરેશભાઇએ “ગુજરાત જીતશે, કમળ ખીલશે”નાં સંકલ્પ સાથે વિધાનસભા ઇલેક્શન કન્વીનર તરીકેની જવાબદારી સહર્ષ સ્વીકારી, એમને શુભેચ્છાઓ પાઠવી.

  • પાટણ જીલ્લાનાં ચાણસ્મા વિધાનસભાનાં ઉમેદવાર શ્રી દિલીપજી વિરાજી ઠોકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું, એ સમયે ઉપસ્થિત રહી એમને પ્રચંડ બહુમતી સાથે જીતની શુભેચ્છા

    પાટણ જીલ્લાનાં ચાણસ્મા વિધાનસભાનાં ઉમેદવાર શ્રી દિલીપજી વિરાજી ઠોકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું, એ સમયે ઉપસ્થિત રહી એમને પ્રચંડ બહુમતી સાથે જીતની શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે યોજાયેલી વિશાળ જનસભાને સંબોધન કર્યું. માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે શરૂ કરેલી વિકાસ-યાત્રાને અવિરત રાખવા ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર રચી ગુજરાતનાં વિકાસને વધુ વેગવંતો બનાવવા કાર્યકર્તાઓ અને પેજસમિતિ

  • આણંદના આંકલાવ વિધાનસભાના ઉમેદવાર શ્રી ગુલાબસિંહ પઢિયારજીના સમર્થનમાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધિત

    આણંદના આંકલાવ વિધાનસભાના ઉમેદવાર શ્રી ગુલાબસિંહ પઢિયારજીના સમર્થનમાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધિત કરી. ચારેકોર લહેરાઇ રહેલો ભગવો જોઇ મને પૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારો પ્રચંડ બહુમતી સાથે જીતવાનાં છે. ભારતીય જનતા પાર્ટીની “વિકાસનીતિ” પર જન-જનનો ભરોસો છલકાઇ રહ્યો છે.

  • વિજાપુર વિધાનસભાના ઉમેદવાર શ્રી રમણભાઈ પટેલના જનસમર્થનમાં યોજાયેલી ભવ્ય જનસભાને સંબોધિત

    વિજાપુર વિધાનસભાના ઉમેદવાર શ્રી રમણભાઈ પટેલના જનસમર્થનમાં યોજાયેલી ભવ્ય જનસભાને સંબોધિત કરી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાશ્રીઓ પાર્ટીની મજબૂત તાકાત છે, સૌને કર્તવ્યપથ પર આગળ વધવાનું આહવાન કર્યું, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા સૌએ ગુજરાતનાં અવિરત વિકાસ પરત્વે પોતાનો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો. રમણભાઇને ભવ્ય જીત માટે શુભેચ્છાઓ પાઠવી.

  • જન સમર્થનમાં યોજાયેલી વિશાળ જનસભા

    નવસારી જલાલપોર વિધાનસભાનાં ઉમેદવાર શ્રી આર.સી.પટેલનાં જન સમર્થનમાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધી. આ સભામાં ઉપસ્થિત સૌ કોઇનો સાથ અને સહકાર ભારતીય જનતા પાર્ટીની વિકાસનીતિ માટે મજબૂત અને અડીખમ છે એની પ્રતિતી થઇ. પોતાનો જ રેકોર્ડ તોડવાની સર્વ કાર્યકર્તાશ્રીઓને હાકલ કરી.

  • કોટડા ખાતે વિજય-વિશ્વાસ સંમેલન અંતર્ગત જાહેર સભાને સંબોધન

    મા અંબાની પુણ્યભૂમિ પર દિયોદરનાં કોટડા ખાતે વિજય-વિશ્વાસ સંમેલન અંતર્ગત જાહેર સભાને સંબોધન કર્યું. પોતાનો જ રેકોર્ડ તોડવાનાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં સ્વપ્નને સાકાર કરવા બનાસકાંઠા જીલ્લાનાં તમામ કાર્યકર્તાશ્રીઓને આહવાન કર્યું. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સર્વ ગ્રામજનોએ ભારતીય જનતા પાર્ટીની વિકાસનીતિ પરત્વે પોતાનો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો.

  • ‘સંકલ્પ પત્ર-2022’ નું વિમોચન

    છેલ્લા 27 વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને તમારી સેવા કરવાની તક આપી તમે સૌએ અવિરત સ્નેહ વરસાવ્યો છે. છેલ્લા 27 વર્ષોમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અને ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓનાં અથાક પરિશ્રમથી ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ મુખ્યમંત્રી શ્રી

  • પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધવાનો અવસર

    પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવે, સહ કન્વીનર શ્રી ઝુબીનભાઈ આશરા સહિત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.