માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સુરતને આપી અમૂલ્ય ભેટ….
જેમનાં હૃદયમાં સુરત વસેલું છે એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વરદ હસ્તે આજે પુન:નિર્મિત સુરત એરપોર્ટનું ઉદઘાટન સંપન્ન થયું. આ ઐતિહાસિક પળે ઉપસ્થિત રહેવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું.
સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો પ્રાપ્ત થયો અને આજે નવા ટર્મિનલ બિલ્ડીંગનાં લોકાર્પણ બાદ ફરી એકવાર સુરતનાં વિકાસની કાયાપલટ થશે.
વિકાસપથ પર સુરતની ગતિને બમણી કરી આપનાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો સમગ્ર સુરત અને દક્ષિણ ગુજરાતનાં નાગરિકો વતી હું વંદન સહ આભાર વ્યક્ત કરું છું.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.