ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના કાર્યાલય ખાતે યોજાયેલી સુરત શહેરની કારોબારી બેઠકને સંબોધિત કરી. કાર્યકર્તાશ્રીઓ ખભે-ખભો મેળવી અથાક પરિશ્રમ સાથે કાર્ય કરી રહ્યા છે-આ માટે એમનો આભાર માન્યો અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યોજનાઓને જન-જન સુધી પહોંચાડવા આહવાન કર્યું.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, જિલ્લા પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઈ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.