સુરત માટે આજનો દિવસ ઐતિહાસિક છે ! આજનો દિવસ સુરતની હરણફાળ પ્રગતિનાં વધામણાંનો દિવસ છે !
સુરત માટે આજનો દિવસ ઐતિહાસિક છે ! આજનો દિવસ સુરતની હરણફાળ પ્રગતિનાં વધામણાંનો દિવસ છે !
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં હૈયે સદાય સુરતનું હિત વસ્યું છે અને એટલે જ હવે દક્ષિણ ગુજરાતના ભાવિ વિકાસનું વિઝન’ગ્રોથ હબ સુરત બનશે. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ગ્રોથ હબ તરીકે સુરત ઈકોનોમિક રિજીયનના ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોન્ચિંગ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું !
કેન્દ્ર સરકાર દ્વારા ગ્રોથ હબ તરીકે સુરત અને તેની આજુબાજુનાં વિસ્તારો જેવા કે નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓને ‘ગ્રોથ હબ’ તરીકે વિકસાવવાનું આયોજન કરાયું છે. ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, રોડ કનેક્ટિવિટીના વિવિધ વિકાસલક્ષી માપદંડોનો સમાવેશ કરાયો છે !
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વર્ષ 2047 સુધીમાં “વિકસિત ભારત” નિર્માણના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નેતૃત્વમાં ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના શહેરો અને તેની નજીકના વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવીને મેગા ઈકોનોમિક ગ્રોથ હબ બનાવાશે.