સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત સ્પાર્કલ એક્ઝીબિશનની મુલાકાત
સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત સ્પાર્કલ એક્ઝીબિશનની મુલાકાત લેવાનો અવસર સાંપડયો. આ એક્ઝીબિશનમાં રજૂ થયેલી ડાયમંડ અને ગોલ્ડની બેનમૂન ડિઝાઇન્સ જવેલરીનાં ઉદ્યોગ સાથે સંકળાયેલા કલાકારો અને આંત્રપ્રિન્યોર્સની બેનમૂન કારીગરીનાં દર્શન કરાવે છે, જે વિશ્વનાં ફલક પર સુરત શહેરને અગ્રેસર રાખે છે.
કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, સુરત મહાનગર પાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ અને શાસક પક્ષના નેતા અમિતસિંગ રાજપૂત તેમજ કોર્પોર્ટરશ્રી અને ચેમ્બર ઓફ કોમર્સનાં સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા.