સુરક્ષા માટે જીવને જોખમમાં મૂકી રાત-દિવસ સતત ખડેપગે રહેનારા સર્વ હોમગાર્ડઝ અને પોલીસ જવાનોને વંદન પાઠવ્યા.
સુરત શહેર હોમગાર્ડઝનાં સચીન યુનિટમાં ફરજ બજાવતા મહેન્દ્રભાઇ ગુલાબરાવ પાટીલનું અવસાન થતા હોમગાર્ડઝનાં વેલફેરમાંથી એમનાં પરિવારને રૂપિયા 1,55,000નું અનુદાન આપી, મહેન્દ્રભાઇનાં દિવંગત આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરી. એમનાં પરિવારનો આભાર માન્યો. આ સાથે અન્ય બે હોમગાર્ડઝનાં પરિવારોને પણ અનુદાન પાઠવ્યું. નાગરિકોની સેવા અને સુરક્ષા માટે જીવને જોખમમાં મૂકી રાત-દિવસ સતત ખડેપગે રહેનારા સર્વ હોમગાર્ડઝ અને પોલીસ જવાનોને વંદન પાઠવ્યા.